ખબર

ન્યાયાધીશ અજય ત્રિપાઠી કોરોના પોઝિટિવ થયા, પણ આ બીમારીને લીધે મૃત્યુ પામ્યા- જાણો વિગત

કોરોનાએ દેશમાં હાહાકાર મચાવ્યો છે. કોરોનના કેસમાં સતત વધારો થતો જાય છે. આ વચ્ચે એક ખરાબ સમાચાર આવ્યા છે.

Image Source

લોકપાલના જજ સભ્ય અને છત્તીસગઢના પૂર્વ મુખ્ય ન્યાયધીશ અજય કુમાર ત્રિપાઠીનું 2 મેના રોજ મોત નીપજ્યું હતું. જસ્ટિસ ત્રિપાઠીનો ગત મહિને જ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ત્યારથી લઈને દિલ્લી એઈમ્સના ટ્રોમા સેન્ટરમાં ઈલાજ ચાલી રહ્યો હતો. શનિવારે રાતે હાર્ટ એટેકના કારણે મોત નીપજ્યું હતું.


એઇમ્સમાં ટ્રોમા સેન્ટરમાં એપ્રિલના પહેલા અઠવાડિયાથી ફક્ત કોવિડ પોઝિટિવ દર્દીઓની સારવાર કરવામાં આવે છે. જસ્ટિસ ત્રિપાઠીને પણ અહીં દાખલ કરવામાં આવ્યા હતા. પરંતુ સતત સારવાર બાદ પણ તેની હાલતમાં કોઈ ખાસ સુધારો થયો નથી. આ બાદ તેને લગભગ 3-4 દિવસ પહેલા તેને આઈસીયુ ખસેડવામાં આવ્યા હતા. તે વેન્ટિલેટર પર હતા.

Image Source

કાયદા મંત્રી રવિશંકર પ્રસાદે ટ્વીટ કરીને ન્યાયમૂર્તિ ત્રિપાઠીના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. લખ્યું – જસ્ટિસ અજય ત્રિપાઠીના નિધન પર ઘણું દુખ છે. તે પટના અને છત્તીસગ્ઢ  હાઈકોર્ટના આદરણીય ન્યાયાધીશ હતા. મેં તેની સાથે પટણામાં પ્રેક્ટિસ કરી હતી. તેમની પત્ની અલકા ત્રિપાઠી અને સમગ્ર પરિવાર સાથે મારી સંવેદના છે.

પરમ કૃપાળુ પરમાત્મા એમના આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના.ૐ શાંતિ..શાંતિ..શાંતિ..:pray:
લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.