અજય દેવગનની દીકરીનું બદલાયેલુ રૂપ જોઇ ચાહકો હેરાન, ખૂબસુરતી જોઇ આંખો રહી ગઇ પહોળી

પાન મસાલાની એડ કરનારો એક્ટર અજય દેવગનની લાડલી કેવી હતી ને કેવી થઇ ગઈ, કઈ રીતે થયો આ ચમત્કાર? તસવીરો જોઈને મુંજાઈ જશો

અજય દેવગન અને કાજોલની દીકરી ન્યાસા દેવગનના ગ્લો અપે તેના ચાહકોને ઘણા પ્રભાવિત કર્યા છે. હાલમાં જ મશહૂર ફેશન ડિઝાઇનર અનીતા ડોંગરેએ ન્યાસાની કેટલીક ખૂબસુરત તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી, જેને જોઇને ચાહકોને વિશ્વાસ નથી થઇ રહ્યો કે તે હવે આટલી સુંદર દેખાય છે. બધા ન્યાસાના બદલાયેલા લુકની પ્રશંસા કરી રહ્યા છે. તસવીરોમાં ન્યાસા કોઇ પ્રોફેશનલની જેમ કેમેરા સામે પોઝ આપતી નજર આવી રહી છે.

તમને જણાવી દઇએ કે, ન્યાસાનો આ આઉટફિટ દીવાળી પાર્ટીનો છે. અનીતા ડોંગરેએ ન્યાસાની જે તસવીરો શેર કરી છે તે ન્યાસાના ફેન પેજ પર પણ છે. લોકો આ તસવીરો પર ઘણી પોઝિટિવ કમેન્ટ્સ પણ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા ઇન્ફ્લૂએન્સર અને સ્ટારકિડ્સના ક્લોઝ ફ્રેન્ડ એવા ઓરહાને પણ દીવાળી સેલિબ્રેશનની કેટલીક તસવીરો શેર કરી હતી,

જેમાં ન્યાસા, આર્યન ખાન, જાહ્નવી કપૂર, સારા અલી ખાન અને અનન્યા પાંડે જોવા મળી રહ્યા હતા. સોશિયલ મીડિયા પર યુઝર્સ ન્યાસાની સ્માઇલની તુલના મા કાજોલ સાથે પણ કરી રહ્યા છે અને ચહેરાથી વધારે તેની મુસ્કુરાહટ પર પણ ફિદા થઇ રહ્યા છે. ક્યારેક તેને ટ્રોલ કરવાવાળા લોકો એ કહેતા દેખાઇ રહ્યા છે કે ન્યાસા બધા સ્ટારકિડ્સ વચ્ચે સૌથી ખૂબસુરત લાગી રહી છે.

જ્યાં ઘણા ચાહકોએ તેની તસવીરો પર ઘણો પ્રેમ વરસાવ્યો અને લખ્યું – ‘તે સુંદર લાગે છે’. અન્ય યુઝરે લખ્યું- ‘તમારી સ્મિત તમારી માતા જેટલી સુંદર છે’. એટલું જ નહીં, એક યુઝરે ન્યાસાને તમામ સ્ટાર કિડ્સમાં સૌથી સુંદર પણ કહી. તમને જણાવી દઈએ કે ન્યાસાની આ દિવાળી સૌથી ખાસ હતી. તેણે આર્યન ખાન, જાહ્નવી કપૂર અને અન્ય સ્ટાર કિડ્સ સાથે ખૂબ જ ધામધૂમથી તહેવારની ઉજવણી કરી.

અજય દેવગને પણ સોશિયલ મીડિયા પર તેના પરિવાર સાથે દિવાળીની ઉજવણીની એક ઝલક શેર કરી હતી, તસવીરમાં તે કાજોલ, ન્યાસા, પુત્ર યુગ અને બહેન નીલમ સાથે પોઝ આપતો જોવા મળ્યો હતો. આ તસવીર માટે, અજયે કેપ્શન માટે અમિતાભ બચ્ચનની ફિલ્મ મોહબ્બતેંમાંથી તેની ફેમસ લાઇન ‘પરંપરા પ્રતિષ્ઠા, અનુશાસન’ પસંદ કરી હતી.

ઉલ્લેખનીય છે કે, સોશિયલ મીડિયા પર જોવા મળતી કેટલીક જૂની તસવીરોમાં ન્યાસા એકદમ અલગ દેખાઈ રહી છે અને આ જ કારણ છે કે કેટલાક લોકોએ એવું પણ કહ્યું છે કે તેણે પ્લાસ્ટિક સર્જરી કરાવી છે. તમને જણાવી દઈએ કે ન્યાસા દેવગને સિંગાપોરની યુનાઈટેડ વર્લ્ડ કોલેજ ઓફ સાઉથ ઈસ્ટ એશિયામાંથી અભ્યાસ પૂરો કર્યો છે.

તે વધુ અભ્યાસ માટે સ્વિટ્ઝર્લેન્ડ ગઈ હતી. ચાહકો તેના બોલિવૂડ ડેબ્યૂની રાહ જોઈ રહ્યા છે. જો કે, તે તેના સ્ટાર પેરેન્ટ્સની જેમ ફિલ્મ ઈન્ડસ્ટ્રીનો ભાગ બનશે કે કેમ તે અંગે હજુ સુધી કોઈ પુષ્ટિ થઈ નથી.

બોલિવૂડના સુપરસ્ટાર અજય દેવગન અને કાજોલની દીકરી ન્યાસા દેવગન બેશક લાઈમલાઈટથી દૂર છે, પરંતુ તેમ છતાં તે કોઈને કોઈ કારણોસર હેડલાઈન્સમાં રહે છે. ન્યાસા એ સ્ટાર કિડ્સમાંથી એક છે જેણે ઇન્ડસ્ટ્રીમાં ડેબ્યુ કરતા પહેલા જ પોતાની ઓળખ બનાવી લીધી છે. આજે તેના ચાહકોની કોઈ કમી નથી.

ઇન્સ્ટાગ્રામ પર તેના ફોલોઅર્સની યાદી લાંબી થતી જાય છે. ન્યાસા છેલ્લા કેટલાક સમયથી તેના ગ્લેમરસ અને બોલ્ડ લુકને કારણે ચર્ચામાં છે. જોકે, આ વખતે આ સ્ટાર કિડ ખોટા કારણોસર સમાચારમાં છે. જ્યારે તે પાર્ટીમાંથી બહાર આવી ત્યારે તેણે કંઈક એવું કર્યું જે લોકોને પસંદ ન આવ્યું અને લોકો ન્યાસા દેવગનને આને લઇને જોરદાર ટ્રોલ કરી રહ્યા છે.

Shah Jina