બોલીવુડમાં સિંઘમના નામથી જાણીતા થયેલા અભિનેતા અને જેની હાલમાં જ આવેલી ફિલ્મ “તન્હાજી” ખુબ જ લોકપ્રિય થઇ રહી છે એવા અજય દેવગને દુનિયાની સૌથી મોંઘી ગાડીઓમાં ગણાતી એક એસયુવી કાર ખરીદી છે.

અજય દેવગન ગાડીઓનો ખુબ જ શોખીન છે તેના ગેરેજમાં એકથી એક ચડિયાતી ગાડીઓ છે જેમાં મર્સીડીસ બેન્ઝ W115 220ડી, મીની કૂપર, BMW Z4, રેન્જ વોગ જેવી મોંઘીદાટ ગાડીઓ છે. હમણાં થોડા સમય પહેલા જ પોતાની પત્ની કાજોલને ઓડી A7 લક્ઝુરિયસ એસયુવી પણ ગિફ્ટ આપી હતી.

આટલી લક્ઝુરિયસ ગાડીઓ તેના ગેરેજમાં હોવા ઉપરાંત અજયે દુનિયાની સૌથી સુંદર અને મોંઘી એસયુવી રોલ્સ રોયની કલીનન ખરીદી છે. અજયે ઘણા સમયથી આ ગાડીનો ઓર્ડર કર્યો હતો, પરંતુ ગાડીને કસ્ટમાઈઝડ કરવામાં સમય લાગતા થોડા સમય પહેલા જ અજય પાસે આ ગાડી આવી પહોંચી હતી.

રોલ્સ રોયની કલીનન દુનિયાની સૌથી મોંઘી એસયુવીમાની એક છે, જેની શરૂઆતના મોડલની કિંમત 6.95 કરોડ રૂપિયાથી શરૂ થાય છે. જોકે આ ગાડીને કસ્ટમાઈઝડ કરાવવાથી તેની કિંમતમાં વધારો પણ થાય છે. અજયે આ ગાડીમાં શું કસ્ટમાઈઝડ કરાવ્યું છે તે હજુ સામે આવ્યું નથી.

આ એસયુવી ભારતમાં કેટલાક નામી લોકો પાસે જ છે જેમાં દેશના મોટા ઉદ્યોગપતિ મુકેશ અંબાણીનું નામ પણ છે. આ સાથે ટી સિરીઝના માલિક ભૂષણ કુમાર પાસે પણ લાલ રંગની કલીનન હતી.

અજય દેવગન હજુ સુધી આ ગાડી ચાલવતો કે તેની અંદર બેઠેલો જોવા નથી મળ્યો, ના અજય દેવગન તરફથી આ ગાડી ખરીદવા અંગે કોઈ પ્રતિક્રિયા મળી છે, પરંતુ પાર્કિંગમાં ઉભી રહેલી ગાડીનો ફોટો એક વ્યક્તિએ ક્લિક કર્યો હતો જેના બાદ ઓનલાઇન એપ્લિકેશનમાં તપાસ કરતા ગાડીના માલિક તરીકે અજય દેવગનનું નામ સામે આવ્યું હતું.

આ મોંઘી અને શાનદાર એસયુવી રોલ્સ રોય કલીનનની અંદર 6.8 લિટરનું ટ્વીન ચાર્જર વાળું વી12 પેટ્રોલ એન્જીન લાગેલું છે જે 560 બીએચપી પાવર અને 850 એનએમનો ટાર્ક આપે છે. ગાડીની અંદર 8 સ્પીડ ઓટોમેટિક ગિયરબોક્સ છે. આ ગાડી 0 થી 100 કિલોમીટરની ઝડપ ફક્ત 5 સેકન્ડમાં જ પકડી લે છે. આ ગાડીની ટોપ સ્પીડ 249 કિલોમીટર પ્રતિ કલાક છે. આ ગાડીમાં સસ્પેન્શન સાથે 360 ડિગ્રી કેમેરા સિસ્ટમ પણ લાગેલી હોય છે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.