મનોરંજન

ઇન્ટરનેટ પર છવાયો અજય દેવગણનો 9 વર્ષનો દીકરો, આ ખાસ કારણે આખું બોલિવૂડ આપી રહ્યું છે શુભેચ્છાઓ

અજય દેવગન અને કાજોલ પોતાની કારકિર્દી સાથે જ પોતાના લગ્ન જીવનનો આનંદ પણ માણી રહ્યા છે. આ દંપતીને બે બાળકો છે – નીસા અને યુગ. આજે યુગનો જન્મદિવસ છે અને તે 9 વર્ષનો થઇ ગયો છે. આ પ્રસંગે કાજોલ અને અજય દેવગને સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી દીકરાને જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે.

 

View this post on Instagram

 

Grumbles, rumbles and potato chips……. road trip. Finally! 😋

A post shared by Kajol Devgan (@kajol) on

કાજોલે એક ડબસ્મેશ વીડિયો શેર કર્યો છે. તેણે વીડિયો સાથે કૅપ્શનમાં લખ્યું કે, ‘જ્યારે તું 3 વર્ષનો હતો ત્યારે બધું ખૂબ સરસ હતું, અને જયારે 9 વર્ષનો થયો તો વધુ સારું છે. હેપી બર્થ યુગ ‘. કાજોલની પોસ્ટ પર યુગની માસી તનિષા મુખર્જીએ પણ કોમેન્ટ કરી હતી.

 

View this post on Instagram

 

Awesome at 3 and even more awesome sauce at 9! HAPPY BIRTHDAY YUG! ( I think he hears me yelling even in his sleep )

A post shared by Kajol Devgan (@kajol) on

તનિષાએ કોમેન્ટમાં લખ્યું, ‘માય ક્યુટી, તું કેમ છે?’ તો અભિનેત્રી દિયા મિર્ઝાએ લખ્યું – ‘જન્મદિવસની શુભેચ્છાઓ’. દિવ્યા દત્તા અને અમૃતા અરોરાએ પણ યુગને તેના જન્મદિવસ પર શુભેચ્છાઓ આપી હતી.

 

View this post on Instagram

 

Fun in the sun With my sun ..

A post shared by Kajol Devgan (@kajol) on

અજય દેવગને પણ તેના ઇન્સ્ટાગ્રામ પોસ્ટ પર પુત્ર યુગને તેના જન્મદિવસ માટે શુભેચ્છા આપી છે. તેમણે યુગ સાથે ગુરુદ્વારાનો ફોટો શેર કર્યો. આ તસ્વીર શેર કરતાં તેમને કૅપ્શનમાં લખ્યું, ‘તને મોટો થતો જોઈને ખૂબ ખુશી થાય છે. આ ક્યારેય ખતમ નહિ થઇ શકે.’ આ તસ્વીર પર પણ તનિષાએ લખ્યું, ‘આ તસ્વીર ખૂબ જ સારી છે.’

 

View this post on Instagram

 

It’s a joy watching you grow. Can never have enough 🤗

A post shared by Ajay Devgn (@ajaydevgn) on

આ પહેલા કાજોલે યુગ સાથેની એક તસ્વીર શેર કરીને લખ્યું હતું, ‘જન્મદિવસવાળું અઠવાડિયું શરૂ થઈ ગયું છે.’

 

View this post on Instagram

 

Birthday week starts …

A post shared by Kajol Devgan (@kajol) on

કાજોલ અને અજય દેવગણ 9 વર્ષ પછી એકસાથે ફિલ્મ ‘તાનાજી: ધ અનસંગ વોરિયર’માં જ મળશે. બંનેની ગણતરી હિન્દી સિનેમાની તે જોડીઓમાં થાય છે જે ઓન સ્ક્રીન અને ઓફ સ્ક્રીન બંને પર હિટ છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks