સન ઓફ સરદારના નિર્માતા અશ્વિની ધીરના 18 વર્ષના પુત્રનું કાર એકસિડેન્ટમાં મોત, જુઓ તસવીરો

સિનેમા જગતમાંથી એક ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે કે અજય દેવગનની ફિલ્મ ‘સન ઓફ સરદારના’ નિર્માતા અને નિર્દેશક અશ્વિની ધીર પર દુ:ખનો પહાડ આવી ગયો છે. તેમનો પુત્ર જલજ, જે માત્ર 18 વર્ષનો હતો તેનું અવસાન થયું છે. કહેવાય રહ્યું છે કે એક માર્ગ અકસ્માતમાં નિર્માતા એ તેમના પુત્રને ગુમાવ્યો છે. ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ અનુસાર તે તેના ત્રણ મિત્રો સાથે કારમાં મુસાફરી કરી રહ્યો હતો અને એક મિત્ર દારૂના નશામાં ડ્રાઇવિંગ કરી રહ્યો હતો.

પુત્રના મોતથી પરિવાર શોકમાં ગરકાવ છે. આ ઘટનાથી પરિવારમાં ઘેરો શોક છવાઈ ગયો છે. નિર્માતા અશ્વિની ધીરના પુત્ર જલજના આકસ્મિક નિધનથી પરિવારમાં શોકનો માહોલ છે. તેમના 18 વર્ષના પુત્રને ગુમાવવાથી માતા-પિતા ખૂબ જ આઘાતમાં છે. ત્યાંજ ઝૂમ હિન્દીના રિપોર્ટ્સના અનુસાર જલજના મિત્રો તેના ઘરે રોકાયા હતા અને બધા રાત્રે 3 વાગ્યા સુધી વીડિયો ગેમ રમતા હતા અને પછી તેઓ ગાડી લઇને લોન્ગ ડ્રાઈવ પર ગયા હતા. જલાજે રેસ્ટોરન્ટમાં મિત્રો સાથે ડિનર કર્યું અને પછી ઘરે જવા રવાના થયો.

આ જ અહેવાલમાં વધુમાં જણાવવામાં આવ્યું હતું કે જ્યારે જલજ અને તેના મિત્રો ઘર તરફ પાછા ફરી રહ્યા હતા ત્યારે તેનો એક મિત્ર સાહિલ કાર ચલાવી રહ્યો હતો અને તેણે કાબૂ ગુમાવ્યો હતો. જેના કારણે કાર ડિવાઈડર સાથે અથડાઈ હતી. અકસ્માતમાં તેની સાથે બેઠેલા સાહિલ અને જીમીને સામાન્ય ઈજા થઈ હતી પરંતુ પાછળ બેઠેલા સાર્થક અને જલજનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. આ ઘટના 23 નવેમ્બરની રાતએ બની હતી. ઈન્ડિયન એક્સપ્રેસમાં છપાયેલા અહેવાલો અનુસાર, એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ઘટનામાં જલજના મિત્ર જીમીને થોડી ઈજા થઈ હતી, જેણે પોલીસને ઘટનાની જાણ કરી છે.

તેણે જણાવ્યું કે સાહિલ ખૂબ જ ઝડપે કાર ચલાવી રહ્યો હતો. જીમીના કહેવા પ્રમાણે કારની સ્પીડ 120-150 કિમી પ્રતિ કલાક હતી. જીમીની ફરિયાદ બાદ પોલીસે સાહિલની ધરપકડ કરી છે અને વધુ તપાસ માટે તેના બ્લડ સેમ્પલ પણ લેવામાં આવ્યા છે. નિર્માતા અશ્વિની ધીરના પુત્ર જલજ બીબીએનો વિદ્યાર્થી હતો અને તેના પિતા સાથે IFFI ગોવામાં હાજરી આપવાનો હતો. આ ઈવેન્ટમાં અશ્વિનીની ફિલ્મ ‘હિસાબ બરાબરનું’ પ્રીમિયર થવાનું હતું. 24 નવેમ્બરના રોજ ગોરેગાંવમાં તેમના ઘરે જલાજના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા, ત્યારબાદ એક પ્રાર્થના સભાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

Devarsh