ખબર ફિલ્મી દુનિયા

અજય દેવગણના પિતા અને પ્રખ્યાત સ્ટન્ટ ડિરેક્ટર વીરુ દેવગણનું નિધન, બોલિવૂડમાં છવાયો શોકનો માહોલ

બોલીવૂડના સિંઘમ અજય દેવગણના પિતા અને પ્રખ્યાત સ્ટન્ટ ડિરેક્ટર વીરુ દેવગણનું સોમવારે સવારે મુંબઈમાં નિધન થયું છે. વીરુ દેવગણના નિધનના સમાચાર સાંભળીને આખું બોલિવૂડ શોકમાં છે. તેઓ ખૂબ જ પ્રખ્યાત સ્ટન્ટ ડિરેક્ટર હતા. તેમના મૃત્યુ પર બોલીવૂડના તમામ સેલિબ્રિટીઓ પોતાની સંવેદનાઓ વ્યક્ત કરી રહયા છે. અને તેમના નિધનના સમાચાર બાદ બોલીવૂડના સ્ટાર્સ અજય દેવગણ અને કાજોલના ઘરે આવી રહયા છે.

Image Source

સાંજે 6 વાગે મુંબઈમાં વિલેપાર્લેમાં વીરુ દેવગણના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. તેઓ લાંબા સમયથી બીમાર હતા અને સાન્તાક્રુઝનાં સૂર્યા હોસ્પિટલમાં એડમિટ હતા. તેઓનું નિધન કાર્ડિયાક એરેસ્ટના કારણે થયું. પોતાની કારકિર્દીમાં તેમને 80થી વધુ ફિલ્મોમાં સ્ટન્ટ અને એક્શન કોરિયોગ્રાફર તરીકે કામ કર્યું હતું. આ સિવાય બોલિવૂડની ફિલ્મોમાં તેમને એક્ટર, ડિરેક્ટર, રાઇટર, પ્રોડ્યુસર તરીકે પણ કામ કર્યું હતું.

Image Source

છેલ્લા કેટલાક સમયથી તેઓની ખરાબ તબિયતને કારણે તેઓએ ફિલ્મી પાર્ટીઓમાં જવાનું બંધ કરી દીધું હતું. તેઓએ પોતાના દીકરા અજય દેવગણની ઘણી ફિલ્મોના એક્શન સીનને ડિરેક્ટ કર્યા હતા. તેમના નિધનથી બોલિવૂડમાં શોકનો માહોલ બની ગયો છે.

Image Source

વીરુ દેવગણે ફિલ્મ હિન્દુસ્તાન કી કસમનું નિર્દેશન કર્યું હતું અને તેઓએ અભિનેતા તરીકે ફિલ્મ ક્રાંતિ, સૌરભ અને સિંહાસનમાં પણ કામ કર્યું હતું. આ સિવાય અજય દેવગણ અભિનીત ફિલ્મ જિગરની વાર્તા પણ તેઓએ જ લખી હતી.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks