બોલિવૂડ અભિનેતા અજય દેવગણ અને અભિનેત્રી સોનાક્ષી સિંહા હાલ ફિલ્મ ‘ભુજ: પ્રાઈડ ઓફ ઇન્ડિયા’ના શૂટિંગ માટે ગુજરાતના કચ્છમાં આવેલા છે, ત્યારે હાલ બોલીવૂડના સિંઘમ અજય દેવગણ સોશિયલ મીડિયામાં ટ્રોલ થયા છે અને કચ્છમાં તેમનો ભારે વિરોધ કરવામાં આવી રહ્યો છે.

આ વિરોધનું કારણ એ છે કે અજય દેવગણે માંડવીના પ્રખ્યાત નાગનાથ મહાદેવ મંદિરમાં બર્મુડો પહેરીને દર્શન કર્યા હતા, જેના કારણે તેને લોકોના વિરોધનો ભોગ બનવો પડ્યું છે. મંદિરમાં અજય દેવગને બર્મુડો પહેરીને દર્શન કર્યા જેના લીધે સ્થાનિક લોકો રોષે ભરાયા હતા અને તેમને અજય દેવગણનો વિરોધ કર્યો હતો. અજય દેવગનની આ હરકતને કારણે અહીંના લોકોની ધાર્મિક લાગણી દુભાઈ છે, અને અનેક શિવભક્તોએ તેની ટીકા કરી હતી. આ સમયની તસ્વીરોમાં અજય દેવગણ સાથે યોગેશ ગઢવી પણ જોવા મળે છે.
અહીં નોંધનીય છે કે અજય દેવગણ ‘ભુજ: પ્રાઈડ ઓફ ઇન્ડિયા’ નામની એક ફિલ્મ બનાવી રહયા છે, જે 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધ પર આધારિત છે. આ ફિલ્મમાં અજય દેવગણ સ્ક્વોડ્રન લીડર વિજય કર્ણિકની ભૂમિકામાં જોવા મળશે, સાથે જ સોનાક્ષી, પરિણીતી ચોપરા, સંજય દત્ત અને રાણા દગ્ગુબાતી પણ જોવા મળશે.

અંગે મળતી માહિતી પ્રમાણે, ભારત પાકિસ્તાનને લઇને સુપરસ્ટાર અજય દેવગન ‘ભૂજ ધ પ્રાઈડ ઓફ ઈન્ડિયા’ના નામે એક ફિલ્મ બનાવી રહ્યા છે. આ ફિલ્મમાં મુખ્ય અભિનેતા તરીકે અજય દેવગન છે. ત્યારે આ ફિલ્મના શુટિંગ માટે ફિલ્મની ટીમ ભૂજ પહોંચી છે. અજય દેવગન 25 જુલાઈથી કચ્છમાં ફિલ્મનું શૂટિંગ કરી રહ્યાં છે. આ ફિલ્મમાં માધાપરની વીરાંગનાઓના સાહનો સમાવેશ કરવામાં આવ્યો છે. યુદ્ધ દરમ્યાન જયારે એરસ્ટ્રીપને નુકશાન થયું હતું એ સમયે 300 સ્થાનિક મહિલાઓએ ફરી એરસ્ટ્રીપ ચાલુ કરવામાં મદદ કરી હતી. આ ફિલ્મ આવતા વર્ષે 14 ઓગસ્ટના રોજ રિલીઝ થશે.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks