જીવનશૈલી મનોરંજન

સિંઘમે ખરીદી દેશની સૌથી મોંઘી SUV, માત્ર ગણતરીના લોકો પાસે જ છે આ કાર- કિંમત જાણીને ચોંકી જશો

બોલીવૂડના સિંઘમ અભિનેતા અજય દેવગણ પાસે કારનું વિવિધતાભર્યું કલેક્શન છે અને એ કલેક્શનમાં હાલમાં જ વધારો થયો છે. તેમને ભારતની સૌથી મોંઘી એસયુવી ખરીદી છે. તેમની પાસે મર્સીડીઝ બેન્ઝ W115 220ડી, મીની કૂપર, BMW Z4, રેન્જ રોવર જેવી કારો છે. કેટલાક વર્ષો પહેલા તેમને પોતાની પત્નીને ઓડી ક્યુ7 પણ આપી હતી.

Image Source

હાલમાં જ તેમણે રોલ્સ રોય્સ કુલિનન ખરીદી છે. ખબરો અનુસાર, અજય દેવગને થોડા મહિનાઓ પહેલા જ કુલિનનનો ઓર્ડર આપ્યો હતો. પરંતુ આ ગાડીના કસ્ટમાઈઝેશનના કારણે તેની ડિલિવરીમાં મોડું થઇ ગયું. આ ગાડી સૌથી મોંઘી એસયૂવીમાંથી એક છે. જેના બેઝ વેરિયન્ટની એકસ શોરૂમ કિંમત 6.95 કરોડ રૂપિયાથી શરુ થાય છે. નોંધનીય છે કે રોલ્સ રોય્સ કસ્ટમાઈઝડ કારો માટે ઓળખાય છે. ગાડીને કસ્ટમાઈઝડ કરાવ્યા બાદ તેની કિંમતમાં વધારો થઇ જાય છે.

આ કાર 0 થી 100 કિમિ પ્રતિ કલાકની સ્પીડ માત્ર 5 સેકન્ડમાં જ પકડી શકે છે, જેની ટોપ સ્પીડ 249 કિમિ પ્રતિ કલાક છે. આ કારમાં 6.8 લિટરનું ટર્બોચાર્જરવાળું વિ૧૨ પેટ્રોલ એન્જીન લાગેલું છે, જે 560 બીએચપીનો પાવર અને 850 એનએમનો ટૉર્ક જનરેટ કરે છે.

Image Source

જો કે દેશમાં અજય દેવગણ પાસે જ આ કાર છે એવું નથી. આ પહેલા દેશના ધનિક બિઝનેસમેન મુકેશ અંબાણીએ પણ આ કાર ખરીદી હતી. આ પછી ભૂષણ કુમારે પણ લાલ રંગની કુલિનન ખરીદી હતી. અજય દેવગણને આ ગાડી ચલાવતા જોવામાં આવ્યા નથી. પરંતુ તેમના એક ચાહકે પાર્કિંગમાં પડેલી આ ગાડીની તસ્વીર ક્લિક કરી હતી.

Image Source

જયારે વાહન એપ પર આ ગાડીના માલિક વિશે જાણવાની કોશિશ કરી તો જાણવા મળ્યું કે આ ગાડી અજય દેવગણના નામ પર છે.પ્રાપ્ત જાણકારી અનુસાર, આ ગાડી 17 જુલાઈ 2019ના રોજ અજય ઉર્ફ વિશાલ વીરુ દેવગણના નામે રજીસ્ટર થઇ હતી.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks