મનોરંજન

બોલીવુડના ‘સિંઘમ’ અજય દેવગન જીવે છે ખુબ જ લક્ઝરી લાઈફ, આટલા કરોડોનું છે પ્રાઇવેટ જેટ અને આલીશાન બંગલો

52 વર્ષનો અજય દેવગન ઘણું ડ્રિન્ક અને સ્મોક કરે છે, જુઓ તસવીરોમાં કેવું વૈભવી જીવન જીવે છે

બોલીવુડના સુપરસ્ટાર અજય દેવગણએ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઘણા વર્ષો સુધી પોતાનું નામ બનાવી રાખ્યું છે. એમની ફિલ્મો બોક્સઓફિસ પર હંમેશા હિટ જ સાબિત થાય છે. કોમેડી હોય કે સિરિયસ દરેક કિરદારને અજય ખુબ સારી રીતે નિભાવે છે.

Image Source

વર્ષ 1991માં આવેલ ફિલ્મ ‘ફૂલ ઔર કાંટે’ થી અજય દેવગણએ બોલીવુડમાં પગ મુક્યો હતો. હાલ એક ઇન્ટરવ્યૂમાં અજયે કહ્યું હતું કે તેની પત્ની કાજોલ ખુબ જ કંજૂસ છે અને ઘરના દરેક ખર્ચા એ જ હેન્ડલ કરે છે. પણ જો તમે અજય દેવગણના જીવન પર નજર નાખશો તો તેમને ખબર પડશે કે સૌથી વધુ પૈસા ખર્ચ કરે છે. અજયને ખુબ લક્ઝરી લાઈફ જીવી પસંદ છે.

Image Source

32 કરોડની વાર્ષિક આવક ધરાવતા અજય દેવગણ પાસે એક થી એક ચઢિયાતી અને એક્સ્પેન્સિવ વસ્તુઓ છે. 260 કરોડ રુપિયા નેટવર્થ વેલ્યુ ધરાવતા અજય દેવગણ છેલ્લા ત્રણ દશકાથી ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા છે.

અજય દેવગણ પાસે મુંબઈ સિવાય લંડનમાં પણ બંગલો છે. મીડિયા રિપોર્ટ અનુસાર એ બંગલોની કિંમત 54 કરોડ રૂપિયા છે. સાથે જ અજય દેવગણ પાસે પોતાનું એક પ્રાઇવેટ જેટ Hawker 800 છે. એ જેટની કિંમત અંદાજે 84 કરોડ રૂપિયા છે. અજય દેવગણ પહેલા બોલીવુડના એક્ટર હતા જેમણે પોતાનું પ્રાઇવેટ જેટ ખરીદ્યું હતું.

Image Source

અજય દેવગણનું એક પોતાનું પ્રોડક્શન હાઉસ છે. એ પ્રોડક્શન હાઉસની અંદાજીત વેલ્યુ 100 કરોડ રૂપિયા છે. જણાવી દઈએ કે અજયના પ્રોડક્શન હાઉસએ જ કાજોલની ફિલ્મ ‘હેલીકોપ્ટર ઈલા’ બનાવી હતી.

Image Source

જો વાત કાર કલેક્શનની કરીએ તો અજય દેવગણ પાસે 2.8 કરોડની કાર Maserati Quattroporte છે. કહેવાય છે કે અજય દેવગણ પહેલા ભારતીય હતા જેમને આ કાર ખરીદી હતી. 2006ના વર્ષમાં આ કાર ભારતના સૌથી અમીર વ્યક્તિ કહેવાતા અંબાણી પાસે પણ નહતી.

Image Source

અજય દેવગણના કાર કલેક્શનમાં રેંજ રોવર વોગ Range Rover Vogue પણ શામેલ છે. આ કારની કિંમત 2.7 કરોડ રૂપિયા છે. એ સિવાય એમની પાસે મર્સીડીઝ બેંચ એસ ક્લાસ છે જેની કિંમત 1.4 કરોડ રૂપિયા છે.

Image Source

સાથે જ બીએમડબ્લ્યુ ઝેડ 4 છે જેની કિંમત 97 લાખ રૂપિયા છે. ઉપરાંત 40 લાખ રૂપિયાની મીની કૂપર એસ છે અને 80 લાખ રૂપિયાની ઓડી ક્યુ 7 પણ છે.

મોખરાનો અભિનેતા ફિલ્મ સર્જક અજય દેવગણ જાણ્યે અજાણ્યે બાયો-ફિલ્મોનો બેતાજ બાદશાહ બની રહ્યો હોય એવી છાપ પડયા વિના રહેતું નથી.

ભારતના શહીદ ભગત સિંઘથી શરૃ કરીએ તો ત્યારબાદ એણે નોર્થ ભારતમાં એક સાંસદને ત્યાં દરોડા પાડીને તહલકો મચાવી દેનારા નિર્ભય Incometax અધિકારીના જીવન પર આધારિત ફિલ્મ રેડ કરી હતી.

હાલ એ છત્રપતિ શિવાજી મહારાજના એક સૌથી વફાદાર અને બહાદૂર યોદ્ધા તાનાજી માલુસરેની બાયો-ફિલ્મ કરી રહ્યો છે. સમર્થનવિહોણા એક રિપોર્ટ મુજબ એણે કરેલી સિંઘમની પહેલી કડી પણ એક ઇમાનદાર પોલીસ અધિકારીની સત્યઘટના પર આધારિત હતી.

આટલું ઓછું હોય એમ એ નીરજ પાંડેની આગામી ફિલ્મમાં પ્રાચીન કાળના સૌથી મુત્સદ્દી ગણાતા રાજનીતિજ્ઞા ચાણક્યનો રોલ પણ કરવાનો છે.

ભારતીય ફૂટબૉલ ટીમના કોચ સૈયદ અબ્દુલ રહીમની બાયો-ફિલ્મ પણ અજયને ઑફર થઇ છે. આમ જાણ્યે અજાણ્યે એ બાયો-ફિલ્મનો બેતાજ બાદશાહ બની રહ્યો જણાય છે.