બોલીવુડના ‘સિંઘમ’ અજય દેવગણ જીવે છે ખુબ જ લક્ઝરી લાઈફ, આટલા કરોડોનું છે પ્રાઇવેટ જેટ અને આલીશાન બંગલો

0

બોલીવુડના સુપરસ્ટાર અજય દેવગણએ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઘણા વર્ષો સુધી પોતાનું નામ બનાવી રાખ્યું છે. એમની ફિલ્મો બોક્સઓફિસ પર હંમેશા હિટ જ સાબિત થાય છે. કોમેડી હોય કે સિરિયસ દરેક કિરદારને અજય ખુબ સારી રીતે નિભાવે છે.

Image Source

વર્ષ 1991માં આવેલ ફિલ્મ ‘ફૂલ ઔર કાંટે’ થી અજય દેવગણએ બોલીવુડમાં પગ મુક્યો હતો. હાલ એક ઇન્ટરવ્યૂમાં અજયે કહ્યું હતું કે તેની પત્ની કાજોલ ખુબ જ કંજૂસ છે અને ઘરના દરેક ખર્ચા એ જ હેન્ડલ કરે છે. પણ જો તમે અજય દેવગણના જીવન પર નજર નાખશો તો તેમને ખબર પડશે કે સૌથી વધુ પૈસા ખર્ચ કરે છે. અજયને ખુબ લક્ઝરી લાઈફ જીવી પસંદ છે.

Image Source

32 કરોડની વાર્ષિક આવક ધરાવતા અજય દેવગણ પાસે એક થી એક ચઢિયાતી અને એક્સ્પેન્સિવ વસ્તુઓ છે. 260 કરોડ રુપિયા નેટવર્થ વેલ્યુ ધરાવતા અજય દેવગણ છેલ્લા ત્રણ દશકાથી ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા છે.

Image Source

અજય દેવગણ પાસે મુંબઈ સિવાય લંડનમાં પણ બંગલો છે. મીડિયા રિપોર્ટ અનુસાર એ બંગલોની કિંમત 54 કરોડ રૂપિયા છે. સાથે જ અજય દેવગણ પાસે પોતાનું એક પ્રાઇવેટ જેટ Hawker 800 છે. એ જેટની કિંમત અંદાજે 84 કરોડ રૂપિયા છે. અજય દેવગણ પહેલા બોલીવુડના એક્ટર હતા જેમણે પોતાનું પ્રાઇવેટ જેટ ખરીદ્યું હતું.

Image Source

અજય દેવગણનું એક પોતાનું પ્રોડક્શન હાઉસ છે. એ પ્રોડક્શન હાઉસની અંદાજીત વેલ્યુ 100 કરોડ રૂપિયા છે. જણાવી દઈએ કે અજયના પ્રોડક્શન હાઉસએ જ કાજોલની ફિલ્મ ‘હેલીકોપ્ટર ઈલા’ બનાવી હતી.

Image Source

જો વાત કાર કલેક્શનની કરીએ તો અજય દેવગણ પાસે 2.8 કરોડની કાર Maserati Quattroporte છે. કહેવાય છે કે અજય દેવગણ પહેલા ભારતીય હતા જેમને આ કાર ખરીદી હતી. 2006ના વર્ષમાં આ કાર ભારતના સૌથી અમીર વ્યક્તિ કહેવાતા અંબાણી પાસે પણ નહતી.

Image Source

અજય દેવગણના કાર કલેક્શનમાં રેંજ રોવર વોગ Range Rover Vogue પણ શામેલ છે. આ કારની કિંમત 2.7 કરોડ રૂપિયા છે. એ સિવાય એમની પાસે મર્સીડીઝ બેંચ એસ ક્લાસ છે જેની કિંમત 1.4 કરોડ રૂપિયા છે.

Image Source

સાથે જ બીએમડબ્લ્યુ ઝેડ 4 છે જેની કિંમત 97 લાખ રૂપિયા છે. ઉપરાંત 40 લાખ રૂપિયાની મીની કૂપર એસ છે અને 80 લાખ રૂપિયાની ઓડી ક્યુ 7 પણ છે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here