બોલીવુડના દિગ્ગજ અભિનેતાઓમાં લેવાતું એક નામ એટલે અજય દેવગન. તેની ફિલ્મો દર્શકોને ખુબ જ પસંદ આવે છે. સાથે તે પારિવારિક ફિલ્મો લાવવા માટે પણ જાણીતો છે. પરંતુ માત્ર ફિલ્મોમાં જ નહિ અસલ જીવનમાં પણ અજય પરિવારને સાથે લઈને ચાલે છે. તે જોઈન્ટ ફેમેલીમાં રહે છે.

અજયે એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે: “જયારે હું ફિલ્મો બનાવું છું ત્યારે એ જરૂર જોઉં છું કે તેમાં ભાવનાઓ સાથે જોડાયેલો સારો વિચાર જરૂર ઉમેરાવવો જોઈએ.”

અજય દેવગન દીકરી ન્યાસા અને દીકરા યુગના પિતા છે. એક પિતા હોવાના કારણે તે પોતાના બાળકોને પૂરતો સમય આપે છે. એ બંને સાથે ઘણો સમય પસાર પણ કરે છે. કાજોલ પણ તેના પરિવાર અને બાળકોનું ખાસ ધ્યાન રાખે છે.

અજય પોતાના સમગ્ર પરિવાર સાથે અવાર નવાર રજાઓ માણવા માટે પણ જાય છે. ગયા વર્ષે તે વર્ષની શરૂઆતમાં જ સમગ્ર પરિવાર સાથે થાઈલેન્ડમાં મઝા માણવા માટે પણ ગયો હતો. આ રજાઓ માણવાની તસવીરો પણ અજય અને કાજોલે સોશિયલ મીડિયામાં શેર પણ કરી હતી.

એ પહેલા પણ અજય સમગ્ર પરિવાર સાથે માલદીવમાં રજાઓ માણવા માટે ગયો હતો. આ દરમિયાન તેની પત્ની કાજોલ અને બાળકો સાથે પરિવારના બીજા સદસ્યો પણ હાજર હતા.

અજયના પરિવારમાં તેના પિતા મા વિના દેવગન, ભાઈ અનિલ દેવગન, બે બહેનો નીલમ દેવગન અને કવિતા દેવગન છે. ગયા વર્ષે જ તેના પિતા વીરુ દેવગનનું નિધન થયું. આ સાથે જ પત્ની કાજોલ અને તેના બે બાળકો યુગ અને ન્યાસા પણ છે. આ પરિવાર ખુબ જ વિશાળ છે અને બધા ખુબ જ ખુશીથી સાથે રહે છે.

અજય અને કાજોલ પોતાના બાળકોને લાઇમ લાઇટથી દૂર રાખે છે. કારણ કે તે નથી ઇચ્છતા કે તેમના બાળકો ઉપર સ્ટાર કિડ્સ તરીકેનું કોઈ દબાણ આવે.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.