મયંક પટેલ લેખકની કલમે

અજાણ્યા પંખી- એક સત્યઘટના કે જેને એક સાથે અનેક જીવન બરબાદ કરી નાખ્યા, વાંચો લેખકની કલમે

લીલોતરી થઈ જીવનમાં તારા આગમનથી,
સળગ્યું છે અહીં ઘર તારા આગમથી.

પ્રેમ ક્યારે અને ક્યાં થાય એ તો કોઈ જાણતું જ નથી. ઊંચા ડુંગર આકાશને બાથ ભીડવા જતા હતા. નાના ઝરણાં એથી ખર ખર વહેતા નદીમાં ભળી જતા હતા. આ નદીના કાંઠે આવેલું ભગવાન શંકરનું મંદિર હતું. જ્યાં એક યુવાન ભગવાન સામે જોઈને ઉભો હતો. જાણે એ ભોળાનાથની મૂર્તિમાં એને પોતાના ભૂતકાળના પ્રતીબીંબ દેખતા હતા. અને પોતાની જિંદગીને આજે એ જોતા જોતા આંખમાંથી આશુ છરી પડતા હતા.

ત્યાંજ મંદિર પૂજારીએ ઘંટ ખખડાવ્યો કે રાકેશ પોતાના ભૂતકાળમાંથી પાછો આવી ગયો. એક દીકરાનો પિતા અને પત્ની હોવા છતાં પણ આજે એકલવાયું જીવન જીવતો હતો. એ કારણ હતું એનો પ્રેમ!!!!!જેટલું દર્દ અને જે વ્યથા આજે રાકેશ અનુભવી રહ્યો હતો એટલી જ હદયની બીમારી પોતાના બે દીકરાઓ સાથે રહેતી યોગીનાને હતી. પ્રેમમાં બન્ને અંધ બનેલા આ પંખીઓની જિંદગીતો અડધી થઈ ચુકી હતી પણ સવાલ હતો તેમના સંતાનના ભવિષ્યનો.

આજથી ત્રીસ વર્ષ પહેલા યોગીનાના લગ્ન રોહિત જોડે થયા હતા. રોહિત અને રાકેશ બન્ને મિત્રો હતો. ક્યારેક દુનિયાને પણ તેમના મિત્રતા ઉપર ખુબ ઈર્ષા આવતી હતી. બન્ને જોડે જ રહેતા હતા. રાકેશના લગ્ન થયા ન હતા એટલે તે રોહિતના ઘરે વધુ જ રહેતો હતો. યોગીના દેખાવમાં ખુબ સુંદર હતી. તેની સરખામણીમાં તેનો પતિ રોહિત કદરૂપો હતો. પણ આખરે એ માટીના પૂતળામાં પણ જીવ તો હતો જ ને?રાકેશની અદાઓ, તેની વાતો યોગીનાને ખુબ પસન્દ હતા. તે રાકેશને એકનજરે જ જોતી. પણ, લોકોની નજરોથી છુપાઈને આ વાત રાકેશ જાણી ચુક્યો હતો. એ પણ મોકો છોડતો ન હતો. બન્ને જયારે પણ નજદીક બેસતા તો રાકેશ પણ તેને જાણી જોઈને પોતાના પગ કે હાથનો સ્પર્શ કરતો હતો. યોગીના પણ આ હળવા સ્પર્શથી એકાએક ખિલાઈ જતી હતી. રોહિત અને રાકેશ બન્ને દારૂનો નશો પણ કરતા. જેનો લાભ રાકેશને લહુબ મળતો હતો. બન્ને વાડીએ દારૂ પીવે. મધરાતે દારૂ પીવાથી રોહિત વાડીએ જ ઊંઘી જતો. જયારે ઘરે જવાનું બહાનું કરીને રાકેશ પોતાના મિત્રના ઘરે જતો હતો.યોગીના અને રાકેશનો પહેલાથી જ પ્લાન હોય જેથી મકાનના દરવાજા પણ તે ખુલ્લા રાખતી હતી. રાતના અંધકારમાં રાકેશ પોતાની મહેબૂબા યોગીનાના જીસ્મ સાથે પ્રેમાલાપમાં જ ઉજાગરા કરતો હતો. હવે તો બન્ને બાજુ એકબીજાના શરીરની ટેવ પડી ગઈ હતી. પરન્તુ પ્રેમ ક્યાં છુપાય. એ દિવસે રાબેતા મુજબ બન્ને મિત્રોએ ખુબ દારૂ પીધો. અર્ધભાન હાલતમાં રાકેશ પોતાના મિત્રના ઘરે આવી ગયો. જાણે કોઈ દુલહન પોતાના પ્રિયતમની પ્રથમ રાતે વાટ જોતી હોય એમ તે જોતી હતી.

તેના શરીરના આભૂષણ એકપછી એક નીકળતા હતા. ધીરે ધીરે તેના બદન ઉપરથી વસ્ત્ર પણ નીકળી જતા હતા. બન્ને નગ્ન અવસ્થામાં ઓતપ્રોત હતા. ક્યાંક આંખથી તો ક્યાંક હોઠથી તો ક્યાંક ઇન્દ્રિયોથી પ્રેમની આપલે થતો હતો. શાંત વતાવરમાં ક્યાંક યોગીનાના મુખથી હળવી ચીસ નીકળી પડતી. ખુશનુમા વાતાવરણમાં અચાનક જ રૂમનું બારણું ખુલ્યું. રાકેશ ઝડપથી યોગીનાના શરીરને છોડી દીધું. ને સામે હતો રોહિત!!!!!

બન્ને દોસ્તો વચ્ચે એક ભયાનક ઝગડો થયો. યોગીનાને હવે રોજ માર પડતો હતો. તો ઘરેથી બહાર નીકળવાનું પણ બંધ કરી દેવામાં આવ્યું. પ્રેમને જોવા રાકેશ તડપતો હતો. પણ ના તો યોગીનાનો ચહેરો કે ના તેની કોઈ આહટ પણ તેને સાંભળવા મળતી હતી.જેમ જેમ દિવસો વિતાવા લાગ્યા એમ બન્ને બાજુ મિલનની તડપ વધતી જતી હતી. સમય વીતતો ગયો કે ધીરે ધીરે યોગીના બહાર નીકળી થઇ. અને રાકેશ સાથે ફરીથી એના મિલનની પ્રથા ચાલુ થઈ. યોગીનાને પોતાના પતિ રોહિતમાં કોઈ રસ ન હતો.

રાકેશ અને યોગીના લગ્ન પછી પણ ભણવામાં હોશિયાર હતા અને ધોરણ બાર પછી પી.ટી. સી માં બન્નેને નંબર લાગ્યો અને બન્ને બે વર્ષ પછી શિક્ષક બની ચુક્યા હતા. બન્ને એક જ સેન્ટરમાં નોકરી કરતા હતા. જેથી મુલાકાત પણ ખુબ વધી ચુકી હતી. રાકેશ અને યોગીના હવે તો એકપણ દિવસ એવો ન હતો કે મળવાનું ના થાય. જેમ જેમ મુલાકાત વધતી ગઈ. એમ બન્ને બાજુ કઇ ભાન પણ રહ્યું ન હતું.

માજમાં થતી વાતોના કારણે રાકેશને પણ સબંધીના દબાણો ને કારણે એક શિક્ષિકા જોડે લગ્ન કળ્યા જેનું નામ હતું લકીરા !!!!!! લકીરા પહેલા લવ મેરેજ કરેલા જેના છૂટાછેડા બાદ આ બીજા લગ્ન હતા. તેને આવતાની સાથે જ રાકેશ ઉપર દબાણ કરવાનું ચાલ્યું કળ્યું. રાકેશના જીવનથી વાકેફ હોવાને કારણે તે રાકેશને સમજાવવાના બદલે વારંવાર રાકેશને અપશબ્દો બોલતી. રાકેશની માતાને પણ હેરાન કરતી હતી. જે પતિના જીવનમાં આવ્યા પછી તે ભૂલી ચુકી કે તેના પતિને યોગીના જોડેથી પાછો લાવવાનો છે એના બદલે તે રોજ લડાઈ કરતી હતી. રાકેશે આ કારણે મનને મક્કમ કરી લીધું કે હવે યોગીનાને છોડીને પણ જો રોજ ઘરમાં ઝગડા જ જોવા એના કરતા છોડવી જ નહીં. અને તેને દારૂ પીવાનો વધુ ચાલુ કરી દીધો.અસહ્ય વેદનાઓ બન્નેબાજુ હતી. એક વખત સમાજ સામે જગ જાહેર થયા પછી પણ પ્રેમ હોય કે પછી વાસના પણ બન્ને એકબીજાથી જરાય વિખુટા પડવા ઇચ્છતા ન હતા. બસ , બન્ને શરીર એકબીજાથી અલગ પડવા માગતા ન હતા. જયારે પણ સમય મળે કે મોકો મળે, એકબીજામાં ખોવાઈ જવાની તેમની એક ટેવ પડી ચુકી હતી. આમને આમ એકવાર બન્ને એકબીજાને મળ્યા. રાકેશે તેની યાદગીરી પોતાના મોબાઈલમાં સેવ કરી લીધી હતી. રાકેશે તે મોબાઈલમાં લોક કરીને ઘરે મૂકી દીધો. અને નવો મોબાઈલ લાવ્યો. ઘરના કબાટમાં પડેલો મોબાઈલ જોઈને લકીરા રોજ વિચારતી કે આને કેમ વેંચતા નથી. નક્કી આમ કંઈક તો છે જ. લકીરાએ મોબાઈલનું લોક તોડવી નાખ્યું ને પોતે પણ તેના ફોટા જોઈને બેચેન બની ગઈ.

ક્યારેક કિસ કરતા તો ક્યારેક બિભસ્મ હાલતમાં એકબીજાની બાહોમાં રહેતા ફોટા જોયા. પોતાનો પતિ બીજાની બાહોમાં જોઈને તેનો પીતો ગયો. તે તરત જ યોગીનાના પતિ પાસે પહોંચી ને બધું બતાવ્યું. બન્ને બાજુ ધમાસણ યુદ્ધ થયું. રોહિતે યોગીનાને ખુબ મારી અને ઘરમાંથી કાઢી મૂકી. જયારે રાકેશે પણ લકીરાને ખુબ મારી અને કાઢી મૂકી.બસ!!!!! આજે બન્ને પરિવાર એકલવાયું જીવન જીવી રહ્યા છે. રાકેશ પોતાની માં અને દીકરા સાથે જીવે યોગીનાને યાદ કરીને. જયારે યોગીના પોતાના દીકરાઓ સાથે એકલી ભાડાના મકાનમાં રહીને જીવે.

આજે પણ એ શરીરના મિલન ચાલુ જ છે. રાકેશનો દીકરો દસમુ ભણે. યોગીનાનો દીકરો એન્જિનિયરિંગ કરે ને બીજો બારમા ધોરણમાં ભણે. રોહિત પણ હવે પોતાના દીકરાને અને પત્નીને લાવવા તૈયાર છે પણ યોગીના રાકેશ જોડે જાવા માગે. એકબાજુ રાકેશને હજુ છૂટું થયું નથી. રાકેશ પણ ગૂંચવાનમાં ઉભો છે. લાવે તો ખરો પણ પોતાના દીકરાને અન્યાય થાય એનો ડર પણ છે.આખરે આ પ્રેમકથાથી કેટલાય લોકોનાં જીવન જોડાઈ ચુક્યા છે. પોતના મિત્રની પીઠ પાછળ રાકેશે એક મિત્રતાને શરમાવે એવું કામ કરેલું છે. તો લકીરા પણ પોતાના પતિને પામવા માટે ક્યાંક ને ક્યાંક અધૂરી છે.

અજાણતા ભરેલું આ એક પગલું કેટલાય ઘર તોડી ચૂક્યું હતું. મિત્રતા, પત્ની,પતિ અને બાળકો. આખરે એક પ્રેમનો અંતતો છેવટે આહુતિ આપવામાં જ માણતો હોય છે. અહીં કેટલાય સબન્ધની આહુતિ અપાઈ ચુકી હતી.

રાકેશ, યોગીના વગર નહિ રહી શકતો તો યોગીના પણ રાકેશ વગર રહી શકતી નથી. પણ !!! લકીરા નું શું જે ખરા અર્થમાં એક પત્ની હતી. જેનું મહત્વ આજે રાકેશ માટે એક તણખલા સમાન બની ચૂક્યું હતું.

સમાજ ભેગો કરીને લકીરાએ સો રૂપિયાના સ્ટેપમ ઉપર પણ લખાયું હતું કે આટલા નિયમોનું પાલન કરે તો જ હું આવું. આખરે તેનું પણ સમાજના બીજા માણસોએ વિરોધ કરેલ અંતે બન્ને વિખુટા પડ્યા…..

પ્રેમનો આ કરુણ અંજામ ક્યાં લઈ જશે એતો ભગવાન જાણે….

આ સત્યઘટના લખતા હું પણ વિચારમાં પડેલો શું કે આખરે રાકેશે બીજા લગ્ન કરવા કે નહિ ?  કે યોગીના ને પોતાના જોડે લાવવી ?. કે પછી લકીરાને યોગ્ય સ્થાન આપવું ?…

લેખક: મયંક પટેલ, વદરાડ

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks