જીવનશૈલી મનોરંજન

ઐશ્વર્યાએ લગ્નમાં પહેરેલી હતી 75 લાખ રૂપિયાની સાડી, લગ્નનો ખર્ચો હતો 6 કરોડ – યાદગાર તસવીરો જુવો ક્લિક કરીને

બોલીવુડની આ સુંદર જોડીના લગ્ન 20 એપ્રિલ 2007માં થયા હતા. આજે બંનેના લગ્નના 12 વર્ષ પુરા થઇ ગયા છે.

અભિષેકે ઐશ્વર્યાને કર્યું હતું પ્રપોઝ: એક ઇન્ટરવ્યૂમાં અભિષેકે કહ્યું હતું કે ટોરન્ટોમાં થયેલા ‘ગુરૂ’ ફિલ્મના પ્રીમિયર પછી હોટલની બાલ્કનીમાં ઉભા રહીને તેણે ઐશ્વર્યાને પ્રપોઝ કર્યું હતું.

Image Source

પ્રપોઝ કરતા સમયે તે ખૂબ નર્વસ હતો. અભિષેકે જણાવ્યું હતું કે,”જ્યારે મેં ઐશ્વર્યાને પ્રપોઝ કર્યું ત્યારે મારૂ દિલ જોરથી ધડકતું હતું. મે પ્રપોઝ કર્યું અને તેણે હા કહેવામાં એક સેકન્ડનો પણ સમય ન લગાવ્યો.” એ ક્ષણ અભિષેક અને ઐશ્વર્યાની જિંદગીની યાદગાર ક્ષણોમાંની એક છે.

Image Source

પોતાની સુંદરતા અને એક્ટિંગના દમ પર બૉલીવુડમાં પોતાનું નામ બનાવનારી ઐશ્વર્યા રાઈએ હાલમાં જ પોતાનો 45મો જન્મ દિવસ ઉજવ્યો છે. આજે તેના જીવનના તે સમયને યાદ કરીશું જયારે તે વહુ બનીને અમિતાબ બચ્ચનના ઘરે આવી હતી. જે અભી-ઐશ માટે પોતાના જીવનનો સૌથી મોટો દિવસ હતો. અમિતાબની વહુ બનવું ઐશ માટે કોઈ સપનાના સાચા થવા જેવું જ હતું.

Image Source

ફિલ્મ ગુરુની શૂટિંગ દરમિયાન અભિષેકે ઐશને પ્રપોઝ કર્યું હતું. તેના પછી 20 એપ્રિલ 2007માં બંનેએ લગ્ન કર્યા હતા. તે સમયે ઐશ 33 અને અભિષેક 31 વર્ષના હતા. હાલ તેઓના લગ્નના 12 વર્ષ થઇ ગયા છે અને તેઓની એક ક્યૂટ દીકરી આરાધ્યા છે.

Image Source

રિપોર્ટ અનુસાર અમિતાભે પોતાના દીકરાના લગ્નને રૉયલ બનાવા માટે કઈ જ બાકી રાખ્યું ન હતું. લગ્નમાં પાણીની જેમ પૈસા વહાવ્યા હતા. ઐશ અને અભીના આ ભવ્ય લગ્નમાં 6 કરોડ રૂપિયાનો ખર્ચ થયો હતો.

Image Source

લગ્નમાં દરેક રિવાજો ખુબ મોટા સ્તર પર કરવામાં આવ્યા હતા. હાથમાં મહેંદી અને શેહરા લગાવેલા અભિષેક બચ્ચન. જણાવી દઈએ કે ‘બંટી ઔર બબલી’ ફિલ્મના ‘કજરા રે ગીત’ની શૂટિંગ પર બંનેને એકબીજાને પ્રેમ થઇ ગયો હતો.

Image Source

દુનિયાની સૌથી સુંદર અભિનેત્રી ઐશ્વર્યા રાઈ એકવાર ફરીથી પોતાના પતિ અભિષેક બચ્ચનની સાથે ફિલ્મ ‘ગુલાબ જામુન’માં જોવા મળી શકે તમે છે. આજે અમે તમને આ જોડી સાથે જોડાયેલા અમુક કિસ્સાઓ જણાવીશું. જણાવી દઈએ કે ઐશ્વર્યા-અભિષેકના લગ્ન બૉલીવુડ માટે સૌથી હેરાન કરી દેનારી ખબર હતી. જયારે આ સિવાય આ લગ્નમાં જો સૌથી વધારે જેના વિશે ચર્ચા કરવામાં આવી હતી તે ઐશ્વર્યા રાઈએ પહેરેલી સાડી હતી.

Image Source

ઐશની સાડીએ લોકોનું ધ્યાન પોતાના તરફ આકર્ષિત કર્યું હતું. જણાવી દઈએ કે ઐશએ પોતાના લગ્નમાં પહેરેલી સાડી ડિઝાઈનર નીતા લુલ્લાએ ડિઝાઇન કરી હતી. ઐશએ પહેરેલી આ સાડીની કિંમત 75 લાખ રૂપિયા હતી. તેના આલીશાન લગ્ન અને તેની કિંમતી સાડી લાંબા સમય સુધી ચર્ચા માં બની રહી હતી.

જણાવી દઈએ કે એક વર્ષ ડેટ કર્યા પછી ઐશ-અભીએ 20 એપ્રિલ, 2007ના રોજ લગ્ન કર્યા હતા. તે સમયે ઐશ 33 અને અભિષેક 31 વર્ષના હતા. તેના લગ્નમાં તેઓની ઉંમરના અંતરને લીધે પણ ઘણા સવાલો ઉભા થઇ ગયા હતા. હાલ તેની ક્યૂટ દિકરી ‘આરાધ્યા બચ્ચન’ છે.

Image Source

ઐશ અને અભિષેકના લગ્નથી જો કોઈ વધારે ખુશ હતા તો તે વ્યક્તિ અમિતાભ બચ્ચન હતા. ઐશને વહુના રૂપમાં મેળવીને અમિતાભ સૌથી વધારે ઉત્સાહિત હતા. તસ્વીરોને જોઈને તેની ખુશીનો અંદાજો લગાવી શકાય છે. ઐશએ પોતાના લગ્નમાં ગોલ્ડન કલરની કાંજીવરમ સાડી પહેરી રાખી હતી. તે સમયે કોઈ અભિનેત્રીએ પહેલી વાર પોતાના લગ્નમાં આટલી મોંઘી સાડી પહેરી રાખી હતી. ઐશની સુંદરતા અને તેના દેખાવને જોઈને અભિષેક તેને જોતા જ રહી ગયા હતા.