શું તમે જાણો છો એક એવો મોકો પણ આવ્યો હતો જ્યારે ઐશ્વર્યાનો ડ્રેસ જોઈને દરેક કોઈ હેરાન રહી ગયું હતું
7-બોલીવુડની અભિનેત્રીઓ પોતાના કપડાં અને દેખાવાના કારણે હંમેશા ચર્ચામાં રહેતી હોય છે. મોટાભાગની અભિનેત્રીઓ ડિઝાઈનર ડ્રેસ પહેરવાનું ખાસ પસંદ કરે છે અને તેમના ડિઝાનર ડ્રેસ પણ લાખોની કિંમતના હોય છે. વાત જો બચ્ચન પરિવારની વહુ ઐશ્વર્યાની કરવામાં આવે તો તે પણ ફેશનના મામલામાં ખુબ જ આગળ છે.

ઐશ્વર્યા ઘણા પ્રસંગોમાં ડિઝાઈનર ડ્રેસ પહેરીને જોવા મળે છે. ત્યારે તેનું સુંદરતામાં આ ડ્રેસ ચાર ચાંદ લગાવી દેતા હોય છે. ઘણા પ્રસંગોમાં તેનો આ ડ્રેસ પાર્ટીની શાન બનતો હોય છે અને તેના આકર્ષણનું કેન્દ્ર પણ બનતો હોય છે. એવું જ બન્યું હતું એક પ્રસંગમાં જ્યાં ઐશ્વર્યાના ડ્રેસ આગળ દેશ અને એશિયાના સૌથી ધનાઢ્ય વ્યક્તિ મુકેશ અંબાણીની પત્ની નીતા અંબાણીના કપડાં પણ ફીકા પડી ગયા હતા.

જયારે ઐશ્વર્યા પોતાના પતિ અભિષેક બચ્ચન સાથે અંબાણી પરિવાર દ્વારા આયોજિત કેજ્યુઅલ ડિનર પાર્ટીમાં પોતાની શાનદાર ઉપસ્થિતિ આપવા માટે પહોંચી હતી ત્યારે આ દરમિયાન ઐશ્વર્યા ગોલ્ડન કૈસિમર રંગના લોન્ગ ગાઉનમાં જોવા મળી હતી. જેમાં તેની સુંદરતા જોતા જ બનતી હતી. જો કે આ ડ્રેસ વિશે જયારે વધુ જાણવા મળ્યું ત્યારે તેની કિંમત સાંભળીને જ હોશ ઉડી ગયા હતા.

ઐશ્વર્યા રાયે નાઈટ ઇવેન્ટ ધ્યાનમાં રાખીને પોતાને એલિગેંટ ટચ આપ્યો હતો જેના માટે તેને ફ્રેન્ચ ફેશન ડિઝાઈનર Alexis Mabilleનો ડિઝાઇન કરેલો ઓફ શોલ્ડર ગોલ્ડન કૈસિમર લોન્ગ ગાઉન પહેર્યું હતું. આ ફ્લોર-લેન્થ સાટન બોલરૂમ ગાઉનની ઐશ્વર્યાએ મેચિંગ બેલ્ટ સાથે પહેર્યો હતો. જે ડ્રેસમાં બનેલી નીચેની તરફ પ્લીટેડ સ્કર્ટને ઉભારવાનું કામ બહુ જ સારી રીતે કરી રહી હતી. એટલું જ નહીં આ લાંબી સ્મોકિંગ બસ્ટિયર ડ્રેસમાં 85 ટકા પોલિએસ્ટર અને 15 ટકા રેશમ હતું. જો બોલરૂમ અને કોર્સેટનું પરફેક્ટ ફ્યુઝન હતું.

એટલું જ નહીં, વાત જો ઐશ્વર્યાના ઓવર લુકની કરવામાં આવે તો તેને બાઉન્સી કલર્સની સાથે એચ અજુમલની ડિઝાઇન કરેલી ફાઈન જવેલરી પહેરી હતી. જેના ક્રિશ્ચિયન લુબોટિનનો ઝગમગતો ક્રિસ્ટલ ક્લચ તેની સુંદરતામાં ચાર ચાંદ લગાવી રહ્યો હતો.

દેખાવમાં ખુબ જ સિમ્પલ દેખનારો આ ડ્રેસ ડિઝાઈનર એલેક્સિસ મૈબિલે ફોલ વિન્ટર 2017-18ના કલેક્શન અંતર્ગત બજારમાં ઉતાર્યો હતો. ઐશ્વર્યાએ પહેરેલા આ ગાઉની કિંમત 3,73,905 રૂપિયા છે. જેને સામાન્ય લોકોને ખરીદવા માટે તો લોન લેવી પડે.
આ ડિનર પાર્ટીમાં વાત જો નીતા અંબાણીની કરવામાં આવે તો તેને અબુ જાની સંદીપ ખોસલાનો ડિઝાઇન કરેલો ઓલ બ્લેક ચિકનકારી સૂટ પહેર્યો હતો. જેને તેને સટલ મેકઅપ, રેડ લિપ્સ, ખુલા વાળ અને બ્લેક વેજેસની સાથે સ્ટાઇલ કર્યું હતું. નીતા અંબાણીના આ ડ્રેસની અંદાજિત કિંમત 1.50 લાખથી લઈને 2 લાખ રૂપિયા સુધીની સામે આવે છે. જે ઐશ્વર્યાના ડ્રેસ કરતા ખુબ જ ઓછી છે.