દુનિયાની સૌથી સુંદર મહિલાઓમાં એક ઐશ્વર્યા રાય બચ્ચન ભલેપણ એક સમયે તેને બ્લાઉઝ વગરના ફોટોશૂટે દરેક જગ્યાએ હોબાળો મચાવી દીધો હતો
વિશ્વની સૌથી સુંદર મહિલાઓમાં એક નામ અભિનેત્રી ઐશ્વર્યા રાયનું છે, બોલીવુડમાં પણ તેની સુંદરતા અને અભિનયનો દબદબો જોવા મળે છે. હાલ તો તે બચ્ચન પરિવારની વહુ બની ગઈ છે,
પરંતુ અભિષેક સાથે લગ્ન પહેલા પણ ઐશ્વર્યા પોતાની એક આગવી ઓળખ ઉભી કરી લીધી છે. હાલમાં તેનું એક જૂનું ફોટોશૂટ સામે આવ્યું છે જેમાં તે બ્લાઉઝ વગર જોવા મળી અને આ ફોટોશૂટ ઉપર ખુબ જ હોબાળો પણ મચી ગયો હતો.

મોટાભાગે આપણે જોયું હશે કે બ્લાઉઝ વગરની સાડીમાં અભિનેત્રીઓને જોઈને સોશિયલ મીડિયામાં એક અલગ જ હોબાળો મચી જતો હોય છે. એક તાજું ઉદાહરણ પ્રિયંકા ચોપડાનું જ જોઈ લો જેને આંતરાષ્ટ્રીય મેગેઝીન માટે એક ફોટોશૂટ કરાવ્યું હતું, જેમાં પીગ્ગી ચોપ્સને બ્લાઉઝ વગરની સાડી પહેરાવી એટલી ભારે પડી ગઈ કે ડિઝાઇનરે પોતે આવીને બધાની સામે પ્રિયંકાનો ભાચવ કરવો પડ્યો હતો. પરંતુ ઐશ્વર્યા રાય આ બાબતમાં થોડી ભાગ્યશાળી નીકળી, જ્યારે ઐશ્વર્યાએ બ્લાઉઝ વગરની સાડી પહેરી ત્યારે તેને જોવા માટે ચાહકોની હોડ જામી ગઈ.

ઐશ્વર્યા રાયે વર્ષ 2003 દરમિયાન પોતાની બંગાળી ફિલ્મ “ચોખેર બાલી”માં બ્લાઉઝ વગરની સદીમાં નજર આવી હતી. આ ફિલ્મની અંદર ઐશ્વર્યાએ એકથી એક ચડિયાતી સાડીઓ પહેરી, પરંતુ બ્લાઉઝ વગરની સાડીએ સૌનું ધ્યાન ખેંચ્યું હતું. જેને ખાસ પ્રકારે બંગાળી પરમ્પરા આધારે ડિઝાઇન કરવામાં આવી હતી. આ ફિલ્મની અંદર ઐશ્વર્યાએ એક વિધવા મહિલાનું પાત્ર નિભાવ્યું હતું, જેના કારણે તેના બધા જ આઉટફિટ બંગાળી ડિઝાઈનર જોય મિત્રા દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યા હતા.

જયારે ભારતની અંદર અંગ્રેજ સરકારે દસ્તક આપી હતી ત્યારે બંગાળમાં બ્લાઉઝ વગરની સાડી સૌથી વધારે પ્રચલિત હતી. જો કે એ સમય દરમિયાન અંગ્રેજી મહિલાઓ પોતાને ડિઝાઈનર કોરસેટમાં ઢાંકીને રાખતી હતી. પરંતુ ભારતીય મહિલાઓ પોતાની એક બાજુને ખોલીને આ પ્રકારે સાડી પહેરતી હતી. એવું પણ કહેવામાં આવે છે કે ભારતીય મહિલાઓને આમ અધધ કપડામાં જોવાનું અંગ્રેજોને બિલકુલ પસંદ નહોતું આવતું. જેના માટે તેમને એક મુહિમ શરૂ કરી હતી. જેને બંગાળી સોશિયલ રોફોર્મર જ્ઞાનંદિની દેવીએ આગળ વધારતા સાડીની સાથે બ્લાઉઝ પહેરવાની પરંપરા શરૂ કરી.

આ ફિલ્મમાં ઐશ્વર્યનો આ લુક બધાને ખુબ જ પસંદ આવ્યો, પરંતુ જયારે પ્રિયંકા ચોપડા આ પ્રકારના લુકમાં નજર આવી ત્યારે લોકોએ ખુબ ટિપ્પણી કરી.