ઐશ્વર્યા રાય બચ્ચન તાજેતરમાં ચેન્નાઈમાં ફિલ્મ ‘પોન્નિયિન સેલ્વન 1’ના સ્ક્રીનિંગમાં જોવા મળી હતી. આ દરમિયાન તે તેની પુત્રી આરાધ્યા અને ફિલ્મની આખી ટીમ સાથે જોવા મળી હતી. ફિલ્મના દિગ્દર્શક મણિરત્નમે પરિવાર અને મિત્રો માટે સ્ક્રીનિંગનું આયોજન કર્યું હતું. હવે આ સ્ક્રીનિંગનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં ઐશ્વર્યા હાથ જોડીને ફિલ્મની સક્સેસ માટે દર્શકોનો આભાર માનતી જોવા મળે છે. આ સાથે તે સ્ક્રિનિંગમાં પહોંચેલા ફેન્સ સાથે સેલ્ફી લેતી પણ જોવા મળે છે.
‘પોન્નિયિન સેલ્વન 1’એ રિલીઝના માત્ર 3 દિવસમાં 200 કરોડથી વધુની કમાણી કરી લીધી છે. સાઉથમાં આ ફિલ્મનો જોરદાર ક્રેઝ છે. આ ફિલ્મ 500 કરોડના બજેટમાં બની છે. ‘પોન્નિયિન સેલ્વન 1’ ચોલ સામ્રાજ્યની મહાકાવ્ય વાર્તા પર આધારિત છે. આ ફિલ્મ 2 ભાગમાં રિલીઝ થશે. ફિલ્મની વાર્તા ‘પોન્નિયિન સેલવાન’ નામના તમિલ પુસ્તક પર આધારિત છે, જે કલ્કી કૃષ્ણમૂર્તિ દ્વારા 1950 અને 1954 વચ્ચે લખવામાં આવી હતી. આ ફિલ્મ તમિલ, તેલુગુ, મલયાલમ, કન્નડ અને હિન્દી સહિત પાંચ ભાષાઓમાં રિલીઝ થઈ છે.
ચાહકોને આ ફિલ્મ ખૂબ જ પસંદ આવી રહી છે અને ઐશ્વર્યાના વખાણ પણ કરી રહ્યા છે. ‘PS-1’ એટલે કે ‘પોન્નિયિન સેલ્વન’માં ઐશ્વર્યા રાણી નંદિનીના રોલમાં છે અને આ પાત્રમાં તેણે ચાહકોના દિલ જીતી લીધા છે. ‘PS-1’ 30 સપ્ટેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી, પરંતુ એવું લાગે છે કે નંદિની તરીકે ઐશ્વર્યાના પાત્રે લોકોના મન પર કબજો કરી લીધો છે. લોકો નંદિનીથી બનેલી ઐશ્વર્યાના વખાણ કરતા થાકતા નથી. યુઝર્સ કહે છે કે એવું લાગે છે કે જાણે ઐશ્વર્યાનો જન્મ પીએસ-1માં નંદિનીનું પાત્ર ભજવવા માટે થયો હતો.
નંદિનીના રોલમાં તે પરફેક્ટ લાગે છે. ઐશ્વર્યા રાય માટે આ ફિલ્મ ઘણી રીતે મહત્વપૂર્ણ છે. આ ફિલ્મ દ્વારા, તેણે ચાર વર્ષ પછી અભિનયમાં પુનરાગમન કર્યું અને તે તેના ગુરુ મણિરત્નમની ફિલ્મ કરી રહી હતી. ઐશ્વર્યાએ પોતાની એક્ટિંગ કરિયરની શરૂઆત મણિરત્નમની ફિલ્મ ‘ઈરુવર’થી કરી હતી. ઐશ્વર્યાની પ્રથમ ફિલ્મ તમિલ ભાષાની ફિલ્મ હતી અને ‘પોન્નિયિન સેલ્વન પાર્ટ 1’ પણ મૂળ તમિલ ભાષામાં જ બનેલી છે. તો એક રીતે ઐશ્વર્યા માટે ‘PS-1’ 12 વર્ષ પછી ઘર વપસી જેવું છે. સાઉથમાં પણ ઐશ્વર્યાને નંદિની તરીકે ઘણો પ્રેમ મળી રહ્યો છે.
તાજેતરમાં ચેન્નાઈમાં આયોજિત ફિલ્મના સ્ક્રિનિંગ દરમિયાન તેનો હોલમાર્ક જોવા મળ્યો હતો. જ્યારે ઐશ્વર્યા દીકરી આરાધ્યા અને કો-સ્ટાર ત્રિશા ક્રિષ્નન સાથે ‘PS-1’ના સ્ક્રીનિંગમાં પહોંચી ત્યારે તે ચાહકોથી ઘેરાઈ ગઈ હતી. ઐશ્વર્યાએ ચાહકોનું અભિવાદન કર્યું અને ફિલ્મ જોવા માટે અંદર ગઈ. આરાધ્યાને પહેલા ‘PS1’ના સેટ પર મણિરત્નમ દ્વારા ‘એક્શન’ બોલવાની તક આપવામાં આવી હતી. આરાધ્યા પણ મમ્મી ઐશ્વર્યાની જેમ મણિરત્નમની ફેન છે અને તેને ખૂબ પસંદ કરે છે.
ઐશ્વર્યા રાય કપિલના શોમાં ન આવતા અનેક અટકળો થવા લાગી. યુઝર્સે ઇન્ટરનેટ પર કમેન્ટ કરી હતી કે શોનો પ્રોડ્યૂસર સલમાન ખાન હોવાથી ઐશ્વર્યા આવી નહીં. યુઝર્સે એમ પણ કહ્યું હતું કે ‘એ દિલ હૈ મુશ્કિલ’ના પ્રમોશન માટે શોમાં આવી હતી અને તે સમયે સલમાન ખાન શોનો પ્રોડ્યૂસર નહોતો. કેટલાક યુઝર્સે એમ પણ કહ્યું હતું કે ઐશ્વર્યા બીજી જગ્યાએ પ્રમોશનમાં બિઝી હોવાથી આવી નહીં.
When she stood on d car stepper to wave n Thank everyone ⚡💫 oh Aishwarya You have our Heart ❤️😘 #AishwaryaRai#AaradhyaBachchan #AishwaryaRaiBachchan #PonniyinSelvan pic.twitter.com/e9omqzeV6g
— Ruth (@Ruth4ashab) October 2, 2022