ફિલ્મી દુનિયા

મેકઅપ આર્ટિસ્ટની પ્રાર્થનાસભામાં પહોંચી ઐશ્વર્યા રાય-વિદ્યા બાલન, જુઓ 10 તસ્વીરો

બોલિવૂડ અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચને મુંબઇમાં મેકઅપની આર્ટિસ્ટ સુભાષ વગલની પ્રાર્થનાસભા અને પૂજામાં હાજરી આપી હતી. સુભાષ બોલિવૂડના જાણીતા મેકઅપ આર્ટિસ્ટ હતા, જેમનું નિધન 6 ડિસેમ્બરે થયું હતું. સુભાષ ઘણા સમયથી કેન્સર જેવા ગંભીર રોગ સાથે સંઘર્ષ કરી રહયા હતા. કેન્સરને કારણે તેમનું અવસાન થયું.

 

View this post on Instagram

 

A post shared by Manav Manglani (@manav.manglani) on

બોલિવૂડ અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચન અને વિદ્યા બાલન દિવંગત મેકઅપ આર્ટિસ્ટ સુભાષ વગલની પ્રાર્થનાસભામાં પહોંચી હતી. આ સમયની તસ્વીરો સોશિયલ મીડિયા પર વાયરલ છે.

Image Source

આ દરમિયાન ઐશ્વર્યા રાય બચ્ચન બ્લેક સિમ્પલ શોર્ટ કુર્તી અને બ્લુ જીન્સમાં ખૂબ જ સરળ સ્ટાઇલમાં જોવા મળી હતી. ઐશ્વર્યાના ચહેરા પર મેકઅપની આર્ટિસ્ટના જવાનું દુઃખ સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું.

Image Source

બીજી તરફ અભિનેત્રી વિદ્યા બાલન પ્રાર્થનાસભામાં સફેદ કલરના સૂટમાં જોવા મળી હતી. વિદ્યા પણ સુભાષના મોતથી ખૂબ જ અપસેટ દેખાઈ રહી હતી. તે પ્રાર્થનાસભામાં ખૂબ જ ભાવુક લાગતી હતી.

Image Source

જણાવી દઈએ કે સુભાષ વગલનું અવસાન થયું ત્યારે પણ કેટરીના કૈફ, માધુરી દિક્ષિત અને અનુષ્કા શર્મા સહિતની ઘણી અભિનેત્રીઓએ દુ:ખ વ્યક્ત કર્યું હતું. સુભાષ વગલ આ બધી અભિનેત્રીઓ સાથે સંકળાયેલા હતા અને તેમને ખૂબ નજીકથી જાણતા હતા.

Image Source

ઐશ્વર્યા રાય બચ્ચનની ફિલ્મોની વિશે વાત કરીએ તો તે છેલ્લે 2018માં ફિલ્મ ‘ફન્નેખાન’માં જોવા મળી હતી. જો કે ઐશ્વર્યાની ફિલ્મ ‘ફન્નેખાન’ બોક્સ ઓફિસ પર કઈ ખાસ કમાલ કરી શકવામાં અસફળ રહી હતી.

Image Source

ઐશ્વર્યાની આગામી ફિલ્મ પોન્નિયીન સેલવનની જાહેરાત થઈ ગઈ છે. સાઉથની આ ફિલ્મનું દિગ્દર્શન મણી રત્નમ કરશે. નોંધનીય છે કે ઐશ્વર્યા રાય બચ્ચન અગાઉ મણી રત્નમ સાથે ફિલ્મ ‘ગુરુ’ માં કામ કરી ચૂકી છે. ફિલ્મ ગુરુમાં ઐશ્વર્યા અભિષેક બચ્ચનની સાથે જોવા મળી હતી.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.