રૂપસુંદરી એશ્વર્યા તો નીકળી એકદમ સ્માર્ટ, જુઓ કેવી રીતે મોઢું બંધ કર્યું
કરીના કપૂર અને અનુષ્કા શર્મા બૉલીવુડની આ મોટી 2 એક્ટ્રેસ આ સમયે પ્રેગ્નન્ટ છે. આ બંને નવા વર્ષે જ બાળકને જન્મ આપશે. ફેન્સ માટે તો આ ખુશીની વાત છે પરંતુ બેબી બમ્પ અને વધતા વજનને કારણે એક્ટ્રેસને બોડી શેમિંગ અને ટ્રોલિંગનો સામનો કરવો પડે છે. આ જ કારણ છે કે દુનિયાની સૌથી ખુબસુરત અને ટેલેન્ટેડ એક્ટ્રેસ પૈકી એક ઐશ્વર્યા રાય પણ પ્રેગ્નેન્સી બાદ વધતા વજનને કારણે ટ્રોલ થઇ હતી. પ્રેગ્નેન્સી દરમિયાન ઐશ્વર્યાને ઘણો ખરાબ કમેન્ટનો સામનો કરવો પડયો હતો.

ઐશ્વર્યાને માતા બન્યા બાદ વધેલા વજનને લઇને અલગ-અલગ વાતો થવા લાગી હતી. જો કે, આ દરમિયાન ઐશ્વર્યા અને તેના પતિ અભિષેક આ વાતને લઈને ચિંતિત જોવા મળ્યા ના હતા. ઐશ્વર્યા ફક્ત તેના માતૃત્વની મજા લઇ રહી હતી. પ્રેગ્નેન્સી બાદ વધેલા વજનને કારણે ઘણા લોકોએ ઐશ્વર્યાને લઈને નેગેટિવ કમેન્ટ કરી હતી. પરંતુ આ બાદ થોડા જ સમયમાં તે એક નવા લુકમાં જોવા મળતા બધા આશ્ચર્યચકિત થઇ ગયા હતા. હવે તો તેની દીકરી આરાધ્યા 8 વર્ષની છે. એશ પણ ગ્લેમરસ લુકમાં ફરી જોવા મળી ચુકી છે.

ટ્રોલ થયા બાદ ઇન્ટરવ્યૂમાં ઐશ્વર્યાએ કહ્યું હતું કે, આ ફક્ત માતા બન્યા બાદની વાત નથી. આ એક કુદરતી પ્રક્રિયા છે. માતા બન્યા બાદ હું બોડી શેમિંગનો શિકાર થઇ હતી. પરંતુ બધા સાથે આવું થાય છે. લોકો આ બોડીને અલગ રીતે જુએ છે. જો હું તે વિષે વાત કરું તો હું એ સંભાળવામાં સક્ષમ હતી.
ઐશ્વર્યાએ વધુમાં કહ્યું હતું કે, તમે ગમે તેવા દેખાવ તમારે કોઈને કોઈ નિર્ણયનો સામનો કરવો પડે છે. હું કેવી દેખાઉં છું તે નક્કી કરવું મારું કામ છે. બીજું કોઈ મને નહીં કહે કે મારે શું કરવું જોઈએ.

એક ઇન્ટરવ્યૂમાં ઐશ્વર્યાએ ખુલાસો કર્યો હતો કે, હું હું રેગ્યુલર જિમ નથી જતી, ના તો હું સખ્ત વર્ક આઉટ રૂટીન ફોલો કરું છું. બોડીને ફિટ રાખવા માટે આ 2 વસ્તુને પ્રાધાન્ય આપું છું જેમાં ડાયટ અને યોગા શામેલ છે. યોગાથી બોડી પાવરફૂલ અને ફ્લેક્સિબલ રહેવામાં મદદ કરે છે. તો શૂટિંગ અને ટ્રાવેલ દરમિયાન આરાધ્યાના સાથે રહેવા પર ઐશ્વર્યાએ કહ્યું હતું કે, આરાધ્યાનો જન્મ થયો છે ત્યાર થી જ તે લગાતાર મારી સાથે ટ્રાવેલ કરી રહી છે. હું તેને બધી જગ્યા પર લઇ જાવ છું. તેનું શેડ્યુઅલ અને એજ્યુકેશન સાથે મારૃં શેડ્યુઅલ મેચ કરું છું. હું વધારે વીકએન્ડમાં જ બહાર જાવ છું.
જણાવી દઈએ કે, ઐશ્વર્યા અને અભિષેકના લગ્ન 20 એપ્રિલ 2007ના રોજ થયા હતા. લગ્ન સમયે ઐશ્વર્યા 33 વર્ષની જયારે અભિષેકની ઉંમર 31 વર્ષ હતી. એક ઇન્ટરવ્યૂમાં અભિષેકે જણાવ્યું હતું કે, તેણે જાન્યુઆરી 2007માં ટોરોન્ટોમાં ફિલ્મ ‘ગુરુ’ ના પ્રીમિયર બાદ હોટલની ગેલેરીમાં ઐશ્વર્યાને પ્રપોઝ કર્યું હતું.

અભિષેકના જણાવ્યા અનુસાર, “એશને પ્રપોઝ કરતી વખતે હું એકદમ નર્વસ હતો. આમ છતાં હિંમત કરીને મારા દિલની વાત કરતા ઐશ્વર્યાએ હા કહેવામાં થોડો સમય પણ નહોતો લીધો.”