કોરોના વાયરસને કારણે દેશમાં જીવન ખોરવાઈ ગયું છે. દિવસે દિવસે ઘણા લોકો આ વાઇરસની ઝપેટમાં આવી રહ્યા છે અને સેલિબ્રિટીથી લઈને સામાન્ય લોકો સુધી ઝપેટે ચડ્યા છે. આ સમયે તેઓ સોશિયલ મીડિયા પર વધુ એક્ટિવ થઈ ગયા છે. સેલેબ્સ આ દરમિયાન તેમની થ્રોબેક તસ્વીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી રહ્યા છે ત્યારે સેલેબ્સના ફેન પેજ પર પણ તેમની જૂની તસ્વીરો સામે આવી રહી છે.

હાલમાં જ એક એક્ટ્રેસની જૂની તસ્વીરો સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની છે. એક્ટ્રેસની આ તસ્વીરો ઘણી જૂની છે અને તેની ઓળખ કરવી લગભગ અશક્ય છે. તસ્વીરમાં એક્ટ્રેસ એકદમ જમણા ખૂણામાં ઉભી છે, જેમાં તેની સાથે અન્ય ઘણા મિત્રો પણ જોવા મળે છે. તમે જાણો છો કે આ એક્ટ્રેસ કોણ છે?
જો નહીં, તો ચાલો તમને જણાવી દઈએ કે તે બોલિવૂડની સૌથી પ્રખ્યાત અને નામી એક્ટ્રેસમાંની એક છે, જે તેની સુંદરતાને કારણે લાખો ચાહકોના દિલ પર રાજ કરે છે અને એક સુંદર બાળકીની માતા પણ છે. તમે હવે ઓળખી શક્યા? જો નહીં, તો તે બીજું કંઈ નહીં પરંતુ અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચન છે.
આ સાથે જ ઐશ્વર્યા બીજી જૂની તસ્વીરો પણ છે અને આમાં પણ તે તેના મિત્રો સાથે જોવા મળે છે. આ તસ્વીરોમાં ઐશ્વર્યાની ઓળખ કરવી મુશ્કેલ છે. જણાવો કે આ તસ્વીરમાં તે પાછળની જમણી બાજુથી બીજી છે અને હસતી જોવા મળે છે. એશની આ તસ્વીર તેના ફેન્સને ખૂબ પસંદ આવી રહી છે.
View this post on Instagram
જણાવી દઈએ કે ઐશ્વર્યારાય બચ્ચને 1997 માં મણિરત્નમની તમિલ ફિલ્મ ઇરુવરથી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. ત્યારબાદ એ જ વર્ષે તેને ફિલ્મ ‘ઓર પ્યાર હો ગયા’ થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી, જેમાં તે બોબી દેઓલ સાથે જોવા મળી હતી. આ પછી ઐશ્વર્યાએ બોલિવૂડની ઘણી ફિલ્મોમાં અભિનય કર્યો હતો અને પોતાની ઓળખ બનાવી હતી. તેના પછી, 20 એપ્રિલ 2007 ના રોજ તેને એક્ટર અભિષેક બચ્ચન સાથે લગ્ન કર્યા. ત્યારબાદ તે 16 નવેમ્બર 2011 ના રોજ માતા બની હતી અને તેની પુત્રી આરાધ્યાનો જન્મ થયો હતો.
View this post on Instagram
કામની વાત કરીએ તો તે છેલ્લે અનિલ કપૂર અને રાજકુમાર રાવ સાથે ફિલ્મ ‘ફન્ને ખાન’ માં જોવા મળી હતી. આ પછી તે મણિરત્નમની ફિલ્મમાં નકારાત્મક ભૂમિકા નિભાવતી જોવા મળશે.