ફિલ્મી દુનિયા

કોરોનાથી જંગ જીત્યા બાદ ઐશ્વર્યા રાય બચ્ચનએ ફેન્સ માટે લખી ખાસ પોસ્ટ થઇ રહી છે વાયરલ

બચ્ચન પરિવારના 2 સભ્યો એટલે કે ઐશ્વર્યા રાય અને તેની દીકરી આરાધ્યા બચ્ચન કોરોના વાયરસથી જંગ જીતીને પરત ઘરે ફર્યા છે.બંનેના રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ તેને નાણાવટી હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. બંને રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ તેમને નાણાવટી હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. જે બાદ ઐશ્વર્યાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને ફેન્સનો આભાર માન્યો છે.

 

View this post on Instagram

 

A post shared by AishwaryaRaiBachchan (@aishwaryaraibachchan_arb) on

ઐશ્વર્યા રાય બચ્ચને હાથ જોડીને ઈન્સ્ટાગ્રામ પર લખ્યું કે, “મારી દીકરી, પાપા, અભિષેક અને મારી બધી પ્રાર્થનાઓ, ચિંતા, શુભેચ્છાઓ અને તમારા માટેનો આભાર. સાચે જ કાયમ અને કાયમ માટે ઋણી … ભગવાન તમારા બધાને પ્રેમ અને તમારા બધાની સુખાકારી માટે પ્રાર્થના કરે છે … સાચે જ,ઊંડાઈ અને હાર્દિક છે … સારી રીતે રહો અને અને સલામત રહે. ભગવાનનો આશીર્વાદ રહે. તમારા બધાને પ્રેમ. ”

જણાવી દઈએ કે અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચન હોસ્પિટલમાં દાખલ છે. જ્યાંથી અમિતાભ બચ્ચને એશ અને આરાધ્યાની તસવીર સોશિયલ મીડિયા પર શેર કરીને ખુશી વ્યક્ત કરી હતી. અમિતાભ બચ્ચને ટ્વીટ કર્યું હતું કે, “મારી નાની દીકરી અને વહુરાણીને હોસ્પિટલમાંથી રજા આપવા પર .. હું મારી આંસુને રોકી ના શક્યો. પ્રભુ તેરી કૃપા અપાર, અપરંપાર.”

બિગ બી પહેલા અભિષેક બચ્ચને ટ્વીટ કર્યું હતું કે, તમારી બધી જ પ્રાર્થનાઓ અને શુભેચ્છાઓ બદલ આભાર … ઐશ્વર્યા અને આરાધ્યાની કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે અને તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. તેઓ હવે ઘરે રોકાશે. હું અને મારા પિતા મેડિકલ સ્ટાફની દેખરેખ હેઠળ હોસ્પિટલમાં રહીશું.


આપને જણાવી દઈએ કે કોરોના પોઝિટિવ બન્યા બાદ અમિતાભ અને અભિષેકને પહેલા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને તે પછી એશ અને આરાધ્યાનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. બચ્ચન પરિવારમાં ફક્ત જયા બચ્ચન, શ્વેતા નંદા અને તેમના બાળકોનો કોરોનારિપોર્ટ નેગેટિવ આવ્યો છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.