કોરોના કાળ બાદ બચ્ચન પરિવારની પહેલી ઇન્ટરનેશનલ ટ્રિપ, પતિ અને દીકરી આરાધ્યા સાથે પેરિસ રવાના થઇ એશ્વર્યા
બોલિવુડ ઇન્ડસ્ટ્રીની ખૂબસુરત અદાકારા એશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અને અભિનેતા અભિષેક બચ્ચન તેમજ દીકરી આરાધ્યા બચ્ચન સાથે શુક્રવારના રોજ પેરિસ માટે રવાના થઇ છે. લગભગ બે વર્ષ બાદ એશ્વર્યાની આ ઇન્ટરનેશનલ ટ્રિપ છે. આ દરમિયાન એરપોર્ટ પર બચ્ચન ફેમિલી નજર આવી હતી.
મીડિયા રીપોર્ટ અનુસાર એશ્વર્યા પેરિસ ફેશન વીકમાં પાર્ટિસિપેટ કરવા માટે ત્યાં ગઇ છે, જયાં તે લોરિયલ બ્રાંડને રિપ્રેઝેંટ કરશે. એશ્વર્યા ઘણીવાર આ બ્રાંડ માટે પેરિસ ફેશન વીકનો ભાગ બની ચૂકી છે. એરપોર્ટ પર બચ્ચન ફેમિલીનો કુલ અંદાજ જોવા મળ્યો હતો. આ દરમિયાન ઐશ બ્લેક આઉટફિટમાં નજર આવી હતી.
ત્યાં અભિષેક ગ્રે ટ્રેક સૂટમાં કુલ જોવા મળ્યા હતા. આરાધ્યાની વાત કરીએ તો, તે પિંક આઉટફિટમાં એરપોર્ટ પર સ્પોટ થઇ હતી. આરાધ્યાએ કોરોનાને ધ્યાને રાખી સેફ્ટી માટે ફેસ શિલ્ડ લગાવી હતી. એરપોર્ટ પર ઐશ તેની દીકરીને હંમેશાની જેમ પ્રોટેક્ટ કરતા જોવા મળી હતી. અભિષેક અને એશ્વર્યા બે વર્ષ બાદ ઇન્ટરનેશનલ ટુર પર ગયા છે.
મીડિયા રીપોર્ટની માનીએ તો, હાલમાં જ એશ્વર્યા રાયે તેની અપકમિંગ સાઉથ ફિલ્મ “પોન્નિયિન સેલવન”નું શુટિંગ પૂર્ણ કર્યુ છે. અભિષેક બચ્ચનના વર્કફ્રંટની વાત કરીએ તો, તે છેલ્લે બિગ બૂલમાં જોવા મળ્યા હતા. આ ફિલ્મ ઓટીટી પર રીલિઝ થઇ હતી. તે “બોસ બિસ્વાસ” અને “દસવી”માં જોવા મળશે.
ખૂબસુરતી, પરફેક્શન અને અભિનયના દમ પર ઐશ્વર્યા રાય બચ્ચને બોલિવુડ ઇન્ડસ્ટ્રીમાં ઘણુ નામ કમાવ્યુ છે. તેણે દેશમાં જ નહિ પરંતુ વિદેશમાં પણ ખૂબસુરતી અને અભિનયના દમ પર એક અલગ ઓળખ બનાવી છે. ઐશ્વર્યાનું નાામ સલમાન ખાન અને વિવેક ઓબરોય સાથે જોડાઇ ચૂક્યુુ છે, ત્યાં સલમાન અને વિવેક સાથે બ્રેકઅપ બાદ એશના જીવનમાં અભિષેક બચ્ચનની એન્ટ્રી થઇ અને બંનેએ 2007માં લગ્ન કરી લીધા.
બંનેએ સાથે ઘણી ફિલ્મોમાં કામ કર્યુ છે. પરંતુ તેમને પ્રેમનો પરવાન 2006માં આવેલી ફિલ્મ “ઉમરાવ જાન”ની શુટિંગ દરમિયાન ચઢ્યો. આ વચ્ચે ગીત “કજરા રે” દરમિયાન તેમની વચ્ચે નજીકતા વધી.
આ ફિલ્મના શુટિંગ દરમિયાન બંંને એકબીજા સાથે વધારેમાં વધારે સમય વીતાવવા લાગ્યા, તે બાદ “ગુુરુ”ના પ્રીમિયર માટે તેઓ બંને ટોરંટોમાં હતા. પછી અભિષેક અભિનેત્રીને ઘરની બાલકનીમાં લઇ ગયા અને તેને લગ્ન માટે પ્રપોઝ કર્યુ હતુ. ઐશ્વર્યાએ પણ હા કરી દીધી અને બંનેએ 2007માં લગ્ન કરી લીધા. તેઓ બંને એક દીકરી આરાધ્યાના પેરેન્ટ્સ છે અને તેઓ હાલ ખુશહાલ જીવન વીતાવી રહ્યા છે.
ઇન્ડસ્ટ્રીમાં જયારે પણ કોઇ પાવર કપલની વાત આવે તો, તેમાં એશ્વર્યા અને અભિષેકને જરૂરથી યાદ કરવામાં આવે છે. બંનેએ વર્ષ 2008માં લગ્ન કર્યા હતા. તેમની જબરદસ્ત બોન્ડિંગને કારણે તેઓ હંમેશા ચર્ચામાં રહે છે. તેઓ સારા કપલની સાથે સાથે સારા માતા-પિતા પણ છે.
View this post on Instagram