મહિનાઓ પછી ઐશ્વર્યાને મળ્યો મુંબઈ બહાર જવાનો મોકો, દીકરી આરાધ્યાને સાથે લઈને નીકળ્યો અભિષેક બચ્ચન

દુનિયાભરમાં ફેલાયેલા કોરોના વાયરસે સામાન્ય માણસથી લઈને સેલેબ્રિટીઓને પણ પોતાની ચપેટમાં લઇ લીધા હતા. જેમાં બચ્ચન પરિવાર પણ સામેલ હતો, અમિતાભ બચ્ચન સાથે ઐશ્વર્યા અને તેની દીકરી આરાધ્ય પણ કોરોના પોઝિટિવ આવ્યા હતા. હવે કોરોનાના ડરથી ઘરમાં જ બેસી રહેલી ઐશ્વર્યા હૈદરાબાદ એરપોર્ટ ઉપર પતિ અભિષેક અને દીકરી આરાધ્યા સાથે સ્પોટ થયેલી જોવા મળી છે.

લોકડાઉન બાદ અને ઐશ્વર્યાના કોરોના સંક્રમિત થયા બાદ આ પહેલો અવસર છે જયારે તે મુંબઈની બહાર નીકળેલી જોવા મળી રહી છે.
View this post on Instagram
આ દરમિયાન ઐશ્વર્યા રજાઓ માણવા માટે હૈદરાબાદ નથી પહોંચી પરંતુ એક ખાસ ઉદ્દેશ્યથી ગઈ છે. જાણકારી પ્રમાણે ઐશ્વર્યા રાય પોતાની આવાનરી ફિલ્મ “પોન્નીયિન સેલ્વન”ના શૂટિંગ માટે હૈદરાબાદમાં છે.
View this post on Instagram
સામે આવેલી તસ્વીરોમાં જોઈ શકાય છે કે એરપોર્ટ ઉપર ભીડ હોવાના કારણે અભિષેક દીકરી આરાધ્યાનો હાથ એક ક્ષણ માટે પણ છોડતો નથી. એટલું જ નહિ ઐશ્વર્યા પણ દીકરીનું સંપૂર્ણ ધ્યાન રાખતી જોવા મળે છે.

અભિષેક બચ્ચન આ દરમિયાન મિલેટ્રી પ્રિન્ટ વાળું જેકેટ પહેરીને જોવા મળે છે સાથે જ તેને ચહેરા ઉપર માસ્ક અને ગોગલ પણ લગાવી રાખ્યા છે. તો દીકરી આરાધ્યા ગુલાબી રંગના ડ્રેસમાં નજર આવી રહી છે. તો ઐશ્વર્યા રાય પણ આ દરમિયાન કાળા રંગના ડ્રેસમાં નજર આવી રહી છે, સાથે જ તેને કોરોનાના કારણે માસ્ક પણ પહેર્યો છે, તેના હાથમાં એક મોટું હેન્ડબેગ પણ જોવા મળી રહ્યું છે.