મનોરંજન

જ્યારે વિવાદમાં ફસેલી વહુ ઐશ્વર્યાને બચાવવા ઢાલ બનીને ઉભા થઇ ગયા હતા સસરા અમિતાભ, આવી રીતે કરી બોલતી બંધ

વિશ્વ સુંદરી ઐશ્વર્યા રાય બોલીવુડની એવી અભિનેત્રીઓમાની એક છે જેણે પોતાની મહેનતના દમ પર બોલીવુડમાં એક અલગ જ ઓળખ બનાવી છે અને એક સફળ અભિનેત્રી બની. ઐશ્વર્યા રાય પોતાની ફિલ્મો સિવાય અફેર્સ અને અન્ય બાબતોને લીધે પણ ચર્ચાનો વિષય બની હતી. એવી જ એક બાબત ઐશ સાથે બની હતી, જે તમને જણાવીશું.

Image Source

આ બાબત ફિલ્મ ‘હિરોઈન’ પર આધારિત છે. ફિલ્મના ડાયરેક્ટર મધુર ભંડારકર ફિલ્મમાં ઐશ્વર્યા રાયને મુખ્ય અભિનેત્રી તરીકે લેવા માંગતા હતા. તે સમયે ઐશ ગર્ભવતી થઇ ચુકી હતી છતાં પણ ફિલ્મ સાઈન કરી લીધી હતી.

Image Source

ઐશે ફિલ્મની 65 દિવસની શૂટિંગ પૂર્ણ પણ કરી લીધી હતી જેના પછી મધુરને ઐશની ગર્ભાવસ્થાની જાણ થઇ હતી. ગર્ભાવસ્થાની જાણ થતા જ મધુરનો ભરોસો ભરોસો તૂટી ગયો હતો અને તે ડિપ્રેશનમાં ચાલ્યા ગયા હતા. આ સિવાય મધુર આઠ દિવસ સુધી ઓફિસ પણ આવ્યા ન હતા અને ઐશ સાથેનો ફિલ્મનો કોન્ટ્રાક્ટ ખતમ કરી નાખ્યો. વર્ષ 2011 માં મધુરે ઐશ પર આરોપ લગાવ્યા હતા કે તેણે ગર્ભાવસ્થાની ખબર છુપાવીને ફિલ્મ સાઈન કરી હતી.

Image Source

જેના પછી ફિલ્મમાં મુખ્ય રોલ કરીના કપૂરને આપવામાં આવ્યો હતો. જો કે ફિલ્મ કઈ ખાસ સફળ રહી ન હતી અને મધુરે ઐશને લઈને અમુક મંતવ્ય પણ મીડિયામાં આપ્યા હતા.

Image Source

આ ફિલ્મ મધુરનો ખાસ પ્રોજેક્ટ હતો. ફિલ્મ માટે મધુરે ખુબ મહેનત કરી હતી અને દોઢ વર્ષ સુધી રિર્સચ કર્યુ હતું. ફિલ્મની શૂટિંગ માટે 40 જેટલા લોકેશન નક્કી કરવામાં આવ્યા હતા. મધુર આ ફિલ્મ બનાવવામાં કોઈ ખામી રાખવા માંગતા ન હતા અને ફિલ્મમાં અન્ય કલાકારોને પણ લેવામાં આવ્યા હતા. જો કે ઐશને ફિલ્મથી દૂર કરવાનું બીજું કારણ એ પણ હતું કે ફિલ્મમાં અમુક બોલ્ડ સીન્સ અને સ્મોકિંગ સીન્સ પણ હતા જે એક ગર્ભવતી મહિલા માટે હાનીકારક સાબિત થઇ શકે તેમ હતા.

Image Source

મધુર ભંડારકર દ્વારા ઐશ પર આરોપ લાગતા અમિતાભ બચ્ચન વહુના બચાવમાં આગળ આવ્યા હતા. અમિતાભજીએ કહ્યું કે,”જ્યારે ઐશે ફિલ્મ સાઈન કરી હતી ત્યારે બધા જાણતા જ હતા કે તે વિવાહિત છે. તો શું તમારું કહેવું એમ છે કે એક કલાકારે લગ્ન ન કરવા જોઈએ કે બાળકોને જન્મ ન આપવો જોઈએ! મને નથી લાગતું કે કોન્ટ્રાક્ટમાં આવા પ્રકારના નિયમો હોવા જોઈએ”.

હાલ ઐશ્વર્યા પાસે બોલીવુડના એકપણ પ્રોજેક્ટ નથી પણ તે સાઉથની એક ફિલ્મમાં કામ કરી રહી છે. ફિલ્મની મોટાભાગની શૂટિંગ પૂર્ણ થઇ ચુકી છે અને બાકીની શૂટિંગ કોરોના  મહામારીને લીધે સ્થગિત કરવામાં આવી છે.