દિલધડક સ્ટોરી નારી વિશે

મિસ ઇન્ડિયા ફાઇનલિસ્ટ મોડેલ એશ્વર્યા શિવરાણાએ ક્રેક કરી UPSC , મેળવ્યો 93માં રેન્ક- જુઓ તસ્વીરો

યુનિયન પબ્લિક સર્વિસ કમિશન પરીક્ષા (UPSC )નું રિઝલ્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે જ ફરી એક વાર નામ ચર્ચામાં આવ્યું છે. અમે વાત કરી રહ્યા છે તો એશ્વર્યા શિવરાણની.

ફેમિના મિસ ઇન્ડિયાની ફાઇનલિસ્ટ રહી ચુકેલી મોડેલ એશ્વર્યાંએ સિવિલ પરીક્ષામાં બાજી મારી છે. ફક્ત પરીક્ષા જ પાસ નથી કરી પરંતુ 93મોં રેન્ક હાંસિલ કર્યો છે.

આ વાતની જાણકારી ફેમિના ભારતના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ પરથી આપવામાં આવી છે. આ પોસ્ટમાં એશ્વર્યાનો ફોટો શેર કરવામાં આવ્યો હતો અને અભિનંદન આપવામાં આવ્યા હતા.

ફોટો સાથેની કેપ્સનમાં મિસ ઈન્ડિયાએ લખ્યું હતું કે, ‘ઐશ્વર્યા શિવરણ, ફેમિના મિસ ઇન્ડિયા 2016 ફાઈનલિસ્ટ, કેમ્પસ પ્રિન્સેસ દિલ્હી 2016, ફ્રેશફેસ વિજેતા દિલ્હી 2015 એ સિવિલ સર્વિસીઝ પરીક્ષામાં ઓલ ઇન્ડિયા રેન્ક 93 મેળવીને અમને ગૌરવ અપાવ્યું છે.

તેમની સિદ્ધિ બદલ અનેક અભિનંદન. વિશેષ વાત એ છે કે એશ્વર્યાએ પ્રથમ પ્રયાસમાં આ પરીક્ષા પાસ કરી છે. યુપીએસસી ક્રેક કરવા માટે ઘણી મહેનત કરવી પડી છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, એશ્વર્યાએ પ્રારંભિક અભ્યાસ નવી દિલ્હીથી કરી હતી. તેમણે સ્કૂલ સંસ્કૃતિ કલ્ચરમાંથી ઇન્ટરમીડિએટ પૂર્ણ કર્યું. આ પછી એશ્વર્યાએ પ્રખ્યાત શ્રી રામ કોલેજ ઓફ કોમર્સમાંથી દિલ્હીથી ઇકોનોમિક્સ ઓનર્સનો અભ્યાસ કર્યો.

આ પછી, તેમણે હવે સિવિલ સર્વિસની પરીક્ષા પાસ કરી છે. ખાસ વાત એ છે કે એશ્વર્યાના પિતા અજય કુમાર તેલંગણા એનસીસી બટાલિયનના કમાન્ડિંગ ઓફિસર છે. એશ્વર્યાએ પોતાની મોડેલિંગ કારકિર્દીની શરૂઆત દિલ્હીથી કરી હતી.

તેણે 19 વર્ષની ઉંમરે મોડેલિંગની દુનિયામાં પ્રવેશ કર્યો હતો. ત્યારબાદ તે 2014માં મિસ ક્લિન એન્ડ ક્લિયરનો ખિતાબ જીત્યો હતો. 2015મિસ કેમ્પસ પ્રિન્સેસ દિલ્હી બની. આ પછી તેણે 2016માં મિસ ઇન્ડિયામાં ભાગ લીધો અને ફાઇનલિસ્ટ બની.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.