ખુશખબરી: આખરે મળી જ ગયા નવા દયાભાભી…વીડિયો જોઈને લોકો બોલ્યા- હે માં માતાજી

ટીવી પરનો લોકપ્રિય શો “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા”ની ફેન ફોલોઇંગ ખૂબ જ છે. વર્ષો બાદ પણ આ શો ટીવી પર દર્શકોનો ફેવરેટ શો છે. આ શોમાં બે કેરેક્ટર એવા છે કે જેમણે લોકોના દિલમાં ખાસ જગ્યા બનાવી લીધી છે. તે છે જેઠાલાલ અને દયાભાભી. દયાભાભીના પાત્રને લોકોએ ઘણો પ્રેમ આપ્યો છે અને ખાસ તો તેમની માસૂમિયત દર્શકોને પસંદ આવે છે.

હાલમાં જ “ગુમ હે કિસી કે પ્યાર મેં” અભિનેત્રી એશ્વર્યા શર્મા દયાબેનના પાત્રમાં જોવા મળી છે. એશ્વર્યા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તેનો હાલમાં જ એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તે દયાબેનની કોપી કરી રહી છે અને તે આમાં કાર્ટૂન કેરેક્ટર શિનચેનના પાત્રમાં પણ જોવા મળી રહી છે.એશ્વર્યાએ સાડી પહેરી દયાબેનના લુકને કોપી કર્યો છે.

એશ્વર્યાનો આ વીડિયો ઘણો જ મજેદાર છે. વીડિયોમાં તે દયાભાભીના અવાજમાં ડાયલોગ બોલતી જોવા મળી રહી છે. તે શિનચેનને ગરબા કરવા માટે પણ કહે છે. આ વીડિયો ઘણો જ મજેદાર છે અને એશ્વર્યાએ ઘણી ખૂબસુરતી જ દયાબેનની કોપી કરી છે. લોકો આ વીડિયો પર ખૂબ કમેન્ટ કરી રહ્યા છે. કોઇ કહી રહ્યા  છે કે, નવી દયાભાભી મળી ગઇ છે તો કોઇ વીડિયો જોઇ કહી રહ્યા છે કે હે માં માતાજી, જરા દેખો તો બાબુજી.

ટીવી ઈન્ડસ્ટ્રીના લોકપ્રિય શો ‘ગુમ હૈ કિસી કે પ્યાર મેં’માં દર્શકોને રસ વધી રહ્યો છે. છેલ્લા ઘણા ટાઇમથી TRP ચાર્ટમાં પણ આ શો સ્થાન મેળવવામાં સફળ રહ્યો છે જે ખુબ જ સારી વાત છે. શોના મેકર્સ દર્શકોનો રસ જળવાઈ રહે તે માટે નવા-નવા ટ્વિસ્ટ લાવતા રહે છે. સ્ટાર પ્લસની લોકપ્રિય ધારાવાહિક બની ચૂકેલી “ગુમ હે કિસી કે પ્યાર મેં”ની કહાનીને દર્શકો ઘણી પસંદ કરી રહ્યા છે.

આ શો છેલ્લા કેટલાક સમયથી ટીઆરપી લિસ્ટમાં ટોપ-5માં પણ જગ્યા બનાવે છે. આ શોના કલાકારોની ફેન ફોલોઇંગ ઘણી સારી છે.શોમાં પાખી, વિરાટ અને સઇના પાત્રોને દર્શકોનો ખૂબ જ પ્રેમ મળી રહ્યો છે. નીલ ભટ્ટ, આયશા સિંહ અને એશ્વર્યા શર્માના લીડ રોલ વાળા આ શોએ ઘણા ઓછા સમયમાં જ દર્શકો વચ્ચે સારી એવી જગ્યા બનાવી લીધી છે.

આ શોમાં આમ તો ત્રણ લીડ પાત્રો છે, અને ત્રણેયને દર્શકો તરફથી ઘણો પ્રેમ મળી રહ્યો છે, પરંતુ શોની લીડ અભિનેત્રી એશ્વર્યા શર્મા રીયલ લાઇફમાં ઘણી બોલ્ડ અને ખૂબસુરત છે. તેણે તેની અદાકારીથી દર્શકો વચ્ચે તેની એક ખાસ જગ્યા બનાવી લીધી છે. શોમાં તે સંસ્કારી અવતારમાં જોવા મળે છે, પરંતુ તે રિયલ લાઇફમાં ખૂબ જ બોલ્ડ છે.

એશ્વર્યા રિયલ લાઇફમાં ખૂબ જ બિંદાસ છે. તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટને જોઇને તમને ખ્યાલ આવી જશે કે તે કેટલી બોલ્ડ અને હોટ છે. ઇન્સ્ટાગ્રામ પર એશ્વર્યા એક્ટિવ રહે છે અને તેની બોલ્ડ તેમજ ખૂબસુરત તસવીરો શેર કરતી રહે છે, જે વાયરલ પણ થઇ જતી હોય છે.

ઉલ્લેખનીય છે કે, શોમાં કામ કરતા એશ્વર્યાતેના કો-સ્ટાર નીલ ભટ્ટને દિલ આપી બેઠી. બંનેની સગાઇ પણ થઇ ચૂકી છે. તે નીલને ખૂબ પ્રેમ કરે છે અને બંને ઘણીવાર સોશિયલ મીડિયા પર તસવીર શેર કરી પ્રેમનો ઇઝહાર કરતા હોય છે.

 

View this post on Instagram

 

A post shared by Aishwarya Sharma (@aisharma812)

Shah Jina