“તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા”ના ચાહકો માટે ખુશખબરી: 4 વર્ષથી ખાલી પડેલી દયાબેનની જગ્યાને ભરવા માટે ટીવી એક્ટ્રેસ….

ખુશખબરી….મળી ગયા નવા દયાભાભી? ટીવીની દુનિયાની આ જાણીતી એક્ટ્રેસ લઇ લેશે દયાભાભીની જગ્યા? જાણો સમગ્ર મામલો

ટીવીનો લોકપ્રિય ફેમિલી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ દરરોજ સમાચારોમાં રહે છે. ક્યારેક તેની વાર્તામાં નવું પાત્ર ઉમેરવામાં આવે છે, તો ક્યારેક કોઈ જૂના પાત્ર શો છોડી દે છે. તાજેતરમાં જ તારક મહેતાનું પાત્ર ભજવી રહેલા શૈલેષ લોઢાએ 14 વર્ષ બાદ શોને અલવિદા કહ્યું હતું. ત્યારબાદ એવા અહેવાલો આવ્યા હતા કે રાજ અનડકટ જે શોમાં છેલ્લા કેટલાક વર્ષોથી ટપ્પુનું પાત્ર ભજવી રહ્યો છે તે પણ નીકળી ગયો છે. આ બધાની વચ્ચે દયાબેનના પરત આવવાનો પણ દાવો કરવામાં આવી રહ્યો હતો.

હવે આ બધા વચ્ચે એવું કહેવામાં આવી રહ્યું છે કે 4 વર્ષથી ખાલી પડેલી દયાબેનની જગ્યાને ભરવા માટે ટીવી એક્ટ્રેસ ઐશ્વર્યા સખુજાનો સંપર્ક કરવામાં આવ્યો છે. થોડા દિવસો પહેલા શોના નિર્માતા અસિત મોદીએ સ્પષ્ટ કર્યું હતું કે દયાબેનનું પાત્ર ટૂંક સમયમાં જ શોમાં વાપસી કરશે, પરંતુ દિશા વાકાણી શોમાં પાછી નહીં ફરે. જો કે તેમણે એ પણ કહ્યુ હતુ કે, દયાબેનના પાત્ર માટે ઓડિશન પણ ચાલી રહ્યા છે અને એક નવી અભિનેત્રી આ પાત્ર ભજવશે.

ત્યારે અહેવાલ અનુસાર યે હૈ ચાહતેં અભિનેત્રી ઐશ્વર્યા સખુજાનું નામ આ પાત્ર માટે સૌથી પહેલા શોર્ટલિસ્ટ કરવામાં આવ્યું છે. તેણે લુક ટેસ્ટમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. તેણે દયાબેનું પાત્ર ખૂબ જ સારી રીતે ભજવ્યું હતું અને હવે એવું લાગે છે કે ઐશ્વર્યા આ રોલ માટે યોગ્ય રહેશે. જોકે, ઐશ્વર્યા કે શોના મેકર્સ તરફથી આ અંગે કોઈ જાહેરાત કરવામાં આવી નથી. ઝૂમ ટીવી ડિજિટલે એક સૂત્રને ટાંકીને જણાવ્યું હતું કે ‘યે હૈ ચાહતેં’ સ્ટાર ઐશ્વર્યાને દયાબેન બનવાની ક્ષમતા ધરાવતી અભિનેત્રીઓની યાદીમાં સામેલ કરવામાં આવી હતી.

મેકર્સ એવી અભિનેત્રી લાવવા માંગતા હતા જે દયાની પીકને સરળતાથી પકડી શકે, કારણ કે ‘તારક મહેતા…’ એક કલ્ટ શો છે અને ચાહકો હજુ પણ દયાને મિસ કરે છે. તેઓ માનતા હતા કે ઐશ્વર્યા આ સારી રીતે નિભાવી શકશે. તે દયાબેનની ભૂમિકામાં સારી રીતે ફિટ પણ થઈ શકે છે. જો કે, આ બાબતે હજુ સુધી કોઇ તરફથી કોઈ પુષ્ટિ થઈ નથી.

Shah Jina