જીવનશૈલી મનોરંજન

જ્યારે પોતાના જ લગ્નમાં નશામાં ધુત થઈ હતી ઐશ્વર્યા, સતાવી રહ્યો હતો એક ડર, સંભળાવ્યો કિસ્સો

ટીવી સિરિયલ મૈં ના ભુલૂંગી, સાસ બીના સસુરાલ અને ત્રિદેવીયામાં કામ કરી ચુકેલી અભિનેત્રી ઐશ્વર્યા સખુજાએ વર્ષ 2014 માં બોયફ્રેન્ડ રોહિત નાગ સાથે લગ્ન કર્યા હતા. બંન્ને પોતાના જીવનમાં ખુબ જ ખુશ છે. બંન્ને મોટાભાગે પોતાની તસ્વીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા રહે છે. તેઓની લવસ્ટોરી પણ ખુબ મજેદાર છે. એક ઇન્ટરવ્યૂમાં ઐશ્વર્યાએ પોતાના લવ લાઈફ વિશે લગ્ન વિશે ઘણા ખુલાસાઓ કર્યા હતા.

Image Source

ઐશ્વર્યાએ રોહિત સાથે પહેલી મુલાકાત વિશે જણાવતા કહ્યું કે બંન્નેની પહેલી મુલાકાત એક પાર્ટીમાં થઇ હતી. ત્યારે તે મિસ ઇન્ડિયાની કન્ટેસ્ટેન્ટ હતી. અભિનેતા કરન વાહીએ તેને પાર્ટીમાં આમંત્રિત કરી હતી પહેલી જ મુલાકાતમાં તે રોહિત સાથે ભળી ગઈ હતી. ત્યારે રોહિત એક પ્રોડકશન હાઉસની સાથે કામ કરતા હતા.

Image Source

તે સમયે રોહિતને એક ફ્રેશ ચેહરાની શોધ હતી અને એક નૉન ફિક્શન શો ની કાસ્ટિંગ ચાલી રહી હતી. ત્યારે રોહિતની એક્સ પ્રેમિકાએ તેને ઐશ્વર્યાનો સુજાવ આપ્યો હતો. આ દરમિયાન બંન્નેની મુલાકાત થઇ. ઐશ્વર્યાએ કહ્યું કે તે કે રોહિતના સ્વભાવની ચાહક બની ગઈ હતી.

Image Source

ઐશ્વર્યા અને રોહિત પહેલી મુલાકાત પછી દોસ્ત બન્યા અને પછી ડેટ કરવાનું શરૂ કર્યું હતું અને પછી બંનેએ લગ્ન કરી લીધા. બંને 11 વર્ષોથી એકબીજા સાથે છે. ઐશ્વર્યા વર્ષ 2006 માં મિસ ઇન્ડિયા ફાઇનલિસ્ટ હતી. 2010 માં ઐશ્વર્યા ‘સાસ બીના સસુરાલ’ માં જોવા મળી હતી, અને તે જ વર્ષે તે કૌન બનેગા કરોડપતિમાં પણ જોવા મળી હતી.

Image Source

ઐશ્વર્યાએ કયું હતું કે લગ્નના એક વર્ષ પહેલ જ રોહિતે તેને તેને લગ્ન માટે પ્રપોઝ કર્યું હતું. પણ લગ્નના નિર્ણયને લીધે તેના મનમાં થોડી ઘભરાહત હતી. લગ્નના દિવસે પણ હું ડ્રિન્ક પી રહી હતી. તેણે તે સમયે તેના મિત્રોને કહ્યું હતું કે તેના મગજમાં ઘણા બધા વિચારો ચાલી રહ્યા છે.

Image Source

ઐશ્વર્યાએ આગળ કહ્યું કે,”લગ્ન થઇ રહ્યા હતા પણ તે તેના માટે સારી રીતે તૈયાર ન હતી અને ઘભરાયેલી હતી. તેણે લગ્નમાં પોતાના મિત્રોને પોતાનું ધ્યાન રાખવા માટે પણ કહ્યું હતું જેથી તે નશામાં જ રહે, અને જો નશો ઉતરી ગયો તો તે મંડપ છોડીને પણ ભાગી જાય તેમ હતી.

Image Source

ઐશ્વર્યાએ કહ્યું કે લગ્નના ફેરાના પહેલા સમય સુધી તે નશામાં જ હતી. લગ્નના બે ત્રણ દિવસ કેવી રીતે વીત્યા તેને કઈ ખ્યાલ જ ન હતો અને કઈ હોંશ જ ન હતો. કારકિર્દીની વાત કરીયે તો ઐશ્વર્યા થ્રિલર ડ્રામાં મૈં ના ભુલૂંગી માં જોવા મળી ચુકી છે. તેના સિવાય તે ત્રિદેવીયા, રિશ્તા ડોટ કોમ માં પણ જોવામાં આવી હતી. ઐશ્વર્યાએ વર્ષ 2011 માં ‘યુ આર માય જાન’ અને 2019 માં ‘ઉજડા ચમન’ ફિલ્મમાં પણ જોવા મળી ચુકી છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.