મનોરંજન

ખુબ જ સંસ્કારી છે એશ્વર્યા રાઈ અને તેની લાડલી, જુઓ દુર્ગા પૂજાની 10 તસવીરો ક્લિક કરીને

આજે આખા દેશમાં દશેરા એટલે કે વિજ્યા દશમીનો તહેવાર ખુબ ધૂમધામથી ઉજવાય રહ્યો છે. આજના દિવસે જ રામે રાવણનો વધ કર્યો હતો અને સાથે જ ખરાબ પર સારાની જીત થઇ હતી.

દશેરાના આ શુભ અવસર પર બૉલીવુડ એક્ટ્રેસ ઐશ્વર્યા રાય બચ્ચન તેની દીકરી આરાધ્યા સાથે દુર્ગા પંડાલ પહોંચી અને બંનેએ સાથે મળી પૂજા કરી. ઐશ્વર્યા અને આરાધ્યા સાથે ઐશ્વર્યાની મા પણ હતી.

બૉલીવુડ સિતારોમાં નવરાત્રીનું ખુબ જ મહત્વ છે. ઘણા બૉલીવુડ સિતારાઓ દાંડિયા અને ગરબા લેતા પણ નજરે ચઢ્યા છે. ત્યાં જ ઘણા સિતારાઓ દુર્ગા પંડાલમાં માયાની આરાધના કરી હતી.

કાજોલ રાની મુખર્જી, અમિતાભ બચ્ચન, જયા બચ્ચચને ખુબ ધૂમધામથી નવરાત્રી મનાવી હતી. ત્યાં જ દશેરાના તહેવાર પર ઐશ્વર્યા તેની માતા અને દીકરી સાથે દુર્ગા પૂજા કરવા પહોંચી હતી. એ સમય દરમિયાન ઐશ્વર્યા તેની દીકરી આરાધ્ય અને તેની મા નું ધ્યાન રાખતી દેખાઈ હતી.

ઐશ્વર્યા અને આરાધ્યા બંને માં-દીકરીએ મેચીંગ વ્હાઇટ કપડાં પહેર્યા હતા. સાથે તેની લાડકી દીકરી ધ્યાનથી પંડિતજીની વાતો સાંભળતા જોવા મળી હતી. ઐશ્વર્યા વ્હાઇટ કાપડમાં હંમેશાની જેમ ખુબજ સુંદર દેખાતી હતી. ત્યાં જ આરાધ્યાની ક્યુટનેસે લોકોના દિલ જીતી લીધા હતા.


ઐશ્વર્યા સાથે બીજા બચ્ચન પરિવારના લોક નજરે ચડ્યા ના હતા. ગઈકાલ સાંજે જયા બચ્ચન અને અમિતાભ બચ્ચનએ જ દુર્ગા પંડાલમાં પૂજા કરવા આવ્યા હતા.

અભિષેક બચ્ચન આજકાલ દિલ્લીમાં છે. અભિષેક ત્યાં તેની આવનારી ફિલ્મ ‘ધ બિગ બુલ’ની શૂટિંગમાં વ્યસ્ત છે.

દશેરા એટલે ખરાબ પર સારાની જીત. અને આ તહેવારને આપણે ભારતવાસી દર વર્ષે ધૂમધામથી ઉજવીએ છીએ. નવરાત્રીના નવ દિવસ દરેક જગ્યાએ માની આરાધના સંભળાય છે.