કોરોના વાયરસની અસર હજી સુધી ખતમ થઇ નથી.દેશ-વિદેશમાં ઘણા લોકો તેનાથી સંક્રમિત થઇ રહ્યા છે અને લોકોની મૃત્યુ પણ થઇ રહી છે. એવામાં તાજેતરમાં જ બચ્ચન ખાનદાનની વહુ અને અભિનેત્રી ઐશ્વર્યા રાય પણ કોરોનાથી સંક્રમિત થઇ છે. આ સિવાય આરાધ્યા બચ્ચન, અભિષેક બચ્ચન અમે અમિતાભ બચ્ચન પણ સંક્રમિત થયા છે અને તેઓને કોરોનાના માઈલ્ડ લક્ષણો જોવા મળી રહ્યા છે, જેને લીધે દરેકને હોસ્પિટલમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે.

આ દરમિયાન સોશિયલ મીડિયા પર હાલના સમયમાં ઐશ્વર્યાનો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં એક સમયે કાન્સના રેડ કાર્પેટ પર ઐશને મજબૂરીમાં ચપ્પલ પહેરવી પડી હતી જેને જોઈને દરેક કોઈ હેરાન રહી ગયા હતા. આવો તો જાણીએ આ કિસ્સા વિશે.

ઐશ્વર્યા રાય આગળના 18 વર્ષોથી કાન્સ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલના રેડ કાર્પેટ પર પોતાનો જલવો વિખેરી રહી છે. ઘણી વાર તે આરાધ્યાની સાથે પણ ઇવેન્ટમાં જોવા મળી ચુકી છે. જો કે આ વર્ષે કોરોનાને લીધે આ ઇવેન્ટ થઇ શક્યો નથી.

ઐશ્વર્યા ઇવેન્ટ દરમિયાન દરેક વખતે લાજવાબ અંદાજમાં જોવા મળી હતી. એક સમયે ઐશ્વર્યા રાય રેડ કાર્પેટ પર ચપ્પલ પહેરીને પહોંચી ગઈ હતી.

ફ્રેન્ચ રિવેરામાં આયોજિત કાન્સ ફેસ્ટિવલમાં ઐશ તે સમયે આકર્ષણનું કેન્દ્ર બની ગઈ જ્યારે તેને સંભાળવા માટે તેની માં ને આગળ આવવું પડ્યું હતું.

વર્ષ 2003 માં આયોજિત આ કાન્સ ફેસ્ટિવલમાં ઐશે નીતા લુલ્લાની ડિઝાઇન કરેલી નિયોન ગ્રીન રંગની ગોલ્ડન બોર્ડર વાળી સાડી પહેરી હતી. જો કે તેણે પહેરેલા ચપ્પલને લીધે તે આલોચનાનો અને મજાકનો શિકાર બની ગઈ હતી.

સાડીની સાથે ઐશે ટ્યુબ કટ બ્લાઉઝ પહેરી રાખ્યું હતું જેમાં તે ખુબ જ સુંદર લાગી રહી હતી. પણ સાડીની સાથે પહેરેલા સિમ્પલ ચપ્પલ ખુબ જ વિચિત્ર અને મિસમેચ લાગી રહ્યા હતા. જેને લીધે ઐશને ખુબ જ નકારાત્મક પ્રતિક્રિયાઓ મળી હતી.

જો કે ઐશે મજબૂરીમાં આવા ચપ્પલ પહેર્યા હતા. વાત કંઈક એવી હતી કે ફિલ્મ ખાકી ના સેટ પર ઐશને ઇજા થઇ હતી અને તે ઘાયલ થઇ ગઈ હતી. શૂટિંગના દરમિયાન એક ગાડીએ તેને ટક્કર મારી દીધી હતી. જેને લીધે તેના પગમાં ફ્રેક્ચર થઇ ગયું હતુ અને ટાકા પણ લેવા પડ્યા હતા.

ઐશ્વર્યાને ઓછામાં ઓછા એક મહિના સુધી આરામ કરવાની પણ સલાહ આપવામાં આવી હતી. પણ તે કાન્સને ચુકી જવા માગતી નથી, જેને લીધે તેને ચપ્પલ પહેરીને રેડ કાર્પેટ પર ચાલવું પડ્યું હતું.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.