માત્ર બોલીવુડમાં જ કે ભારતમાં જ નહિ દુનિયાભરમાં જેની સુંદરતાના વખાણ થાય છે એ વી અભિનેત્રી ઐશ્વર્યા રાય આજે ફિલ્મ જગતના સૌથી મોટુ નામ અમિતાભ બચ્ચનના દીકરા સાથે લગ્ન કરીને તેમના ઘરની વહુ બની ગઈ છે. પરંતુ બચ્ચન પરિવાર સાથે જોડાયા પહેલા તેને બોલીવુડમાં જે નામના મેળવી છે તે ભાગ્યે જ કદાચ કોઈ અભિનેત્રીને મળી છે.

ઐશ્વર્યા રાય માત્ર સુંદર જ નહોતી, તેનો અભિનય પણ ચાહકોએ ખુબ જ પસંદ કર્યો છે અને તેના કારણે જ માત્ર ભારતમાં જ નહિ પરંતુ દુનિયાભરમાં તેના કરોડો ચાહકો રહેલા છે.

ઐશ્વર્યની સુંદરતા તો સૌએ પડદા ઉપર અવાય પછી જોઈએ જ છે, પરંતુ શું તમે જાણો છો કે ફિલ્મોમાં આવ્યા પહેલા ઐશ્વર્યા કેવી દેખાતી હતી? તેનું જીવન કેવું હતું? ફિલ્મી દુનિયામાં પ્રવેશ કરવા માટે તેની કેવી મુશ્કેલીઓમાંથી પસાર થવું પડ્યું હતું? ચાલો આજે આપણે 30 વર્ષ પહેલાની ઐશ્વર્યા પાસે જઈએ.

ઐશ્વર્યાને પહેલાથી જ મોડલ બનાવો શોખ હતો તે જયારે 9માં ધોરણમાં ભણતી હતી ત્યારે જ તેને પહેલો એક્ટિંગ કોન્ટ્રાકટ મળી ગયો હતો. કૈમીલ બ્રાન્ડની જાહેરાત માટે ઐશ્વર્યની પસંગી કરવામાં આવી હતી અને બાળપણથી જ તેને આ દિશામાં આગળ વધવા લાગી હતી. ઐશ્વર્યા એક માત્ર એવી અભિનેત્રી છે જેને પેપ્સી અને કોક એમ બંને અલગ અલગ બ્રાન્ડ માટે જાહેરાતનું કામ કર્યું છે.

તમને જાણીને નવાઈ લાગશે પણ અત્યાર સુધી થયેલા વોટિંગના આધાર ઉપર ઐશ્વર્યાને બે વાર સૌથી વધારે સુંદર માનવામાં આવી છે. વર્ષ 2000 અને વર્ષ 2010માં પણ તે સૌથી સુંદર મહિલા તરીકે ખ્યાતિ પામી છે.

1994ની અંદર આઐશ્વર્ય રાયે મિસ વર્લ્ડની ખિતાબ જીત્યો હતો, ત્યારે એ શૉને હોસ્ટ કરનારે ઐશ્વર્યાને ડેટ ઉપર લઈ જવા માટે પૂછ્યું હતું, પરંતુ ઐશ્વર્યાએ આ ઓફર ઠુકરાવી દીધી હતી.

ઐશ્વર્યા મેડિકલની વિદ્યાર્થી હતી, શરૂઆતમાં તો તે આરિકીટક બનાવ માંગતી હતી, પરંતુ તેના સુંદર હોવાના કારણે અલગ અલગ ઓફર તેને મળતી રહી અને પછી તેને એક મોડલ બન્યા બાદ અભિનેત્રી બનવાનું નક્કી કરી લીધું હતું. અને આજે પણ તેની સુંદરતાના વખાણ દુનિયાભરમાં થાય છે.

ઐશ્વર્યા એકમાત્ર એવી ભારતીય અભિનેત્રી છે જેને હોલીવુડના સુપર સ્ટાર બ્રાઈડ પિટ સાથે કામ કરવાની ઓફરને પણ ઠુકરાવી દીધી હતી. ઐશ્વર્યાને બ્રાઈડ સાથે “ટ્રોય” ફિલ્મ કરવાની ઓફર મળી હતી પરંતુ તેને એ ઓફર સ્વીકારી નહોતી.

ઐશ્વર્યા રાય આજે 46 વર્ષની થઇ ગઈ છે તે છતાં પણ તેની સુંદરતા આજે પણ પૂર બહારમાં રહેલી જોવા મળે છે. આજે પણ તે ફિલ્મોમાં જોવા મળે છે. અને કરોડો ચાહકોથી તે ઘેરાયેલી છે.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.