કોરોના વાયરસની મહામારીને લીધે હાલના દિવસોમાં ફિલ્મી કલાકારો પણ શૂટિંગ છોડીને પોતાના ઘરે સમય વિતાવી રહ્યા છે. ફિલ્મી જગતની સાથે સાથે ટીવી જગતની શૂટિંગ પણ આગળના ઘણા સમયથી રદ્દ કરવામાં આવેલી છે.

એવામાં હાલના દિવસોમાં ફિલ્મી કલાકારોના પહેલાના જુના વિડીયો વાયરલ થઇ રહ્યા છે. એમાંનો જ એક વિડીયો વિશ્વ સુંદરી ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચનનો સામે આવ્યો છે, જેમાં તે કહી રહી છે કે પતિ અભિષેક સાથે ઝગડો થવા પર સૌથી પહેલા કોણ માફી માંગે છે.

જણાવી દઈએ કે હાલના સમયમાં વાયરલ થઇ રહેલો આ વિડીયો ધ કપિલ શર્મા શો નો છે,જયારે ઐશ્વર્યા પોતાના ફિલ્મ પ્રમોશન માટે પહોંચી હતી. તે દરમિયાન બધાએ ખુબ મસ્તી કરી હતી.

વીડિયોમાં કપિલ શર્મા ઐશ્વર્યાને પૂછે છે કે જો તેની અને અભિષેક વચ્ચે ઝગડો થાય તો સૌથી પહેલા કોણ ‘સોરી’ સોરો બોલે છે?

ઐશ્વર્યાના જવાબથી ત્યાં હાજર દરેક લોકો ચોંકી જાય છે. ઐશ્વર્યાએ કહ્યું કે,”હું જ બોલું છું. જલ્દી જ માગી માંગી લઈએ છીએ અને વાતને ખતમ કરી લઈએ છીએ”. ઐશ્વર્યાના આવા જવાબ પર કપિલ શર્મા કહે છે કે,”તમે જ સોરી કહી દો છો? આટલી સુંદર પત્ની અને તે પણ સોરી બોલે તો એ તો ભગવાનનો કહેર છે.”

વર્કફ્રન્ટની વાત કરીએ તો ઐશ્વર્યા રાય છેલ્લી વાર રાજ કુમાર રાવ અને અનિલ કપૂર સાથે ફિલ્મ ‘ફન્ને ખા’ માં જોવા મળી હતી. જો કે ફિલ્મ કઈ ખાસ કમાલ દેખાડી શકી ન હતી.

Author: GujjuRocks Team
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.