અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય વચ્ચે ડિવોર્સના સમાચાર લાંબા સમયથી ચાલી રહ્યા છે. ત્યારે હાલમાં જ કંઈક એવું બન્યું કે ફરી સોશિયલ મીડિયા પર તેમના અલગ થવાની અટકળોએ જોર પકડ્યું છે. ઐશ્વર્યા રાયનો એક વીડિયો સોશિયલ મીડિયા પર હાલ વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક્ટ્રેસના નામની પાછળ બચ્ચન અટક હટાવવામાં આવી છે. જેના લીધે અભિષેક બચ્ચન સાથેની તેમના ડિવોર્સની અફવાઓ ફરી તેજ ગઈ છે.
બોલિવૂડ અભિનેત્રી ઐશ્વર્યા રાય હાલમાં ગ્લોબલ વિમેન્સ ફોરમ ઈવેન્ટમાં હાજરી આપી રહી છે. જેના કેટલાક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. જેમાં યુઝર્સનું ધ્યાન તેમની અટક પર ગયું હતું, જ્યાં ઐશ્વર્યા રાયના નામની પાછળ બચ્ચન અટક ન હતી. વીડિયોમાં જોઈ શકાય છે કે ઐશ્વર્યા રાય સ્ટેજ પર પહોંચતા જ સ્ક્રીન પર નામ ફ્લેશ થયું – ઐશ્વર્યા રાય, ઈન્ટરનેશનલ સ્ટાર. આ વીડિયો દુબઈ ઈવેન્ટના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ પેજ પર શેર કરવામાં આવ્યો છે.
ઐશ્વર્યા રાયના નામમાંથી બચ્ચન અટક હટાવ્યા બાદ સોશિયલ મીડિયા પર ફરી તેમના અંગત જીવનને લઈને ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. અભિષેક બચ્ચન સાથેની તેમના ડિવોર્સની અફવાઓ ફરી તેજ ગઈ છે. જો કે ઈન્સ્ટાગ્રામ પ્રોફાઈલમાં તેમનું નામ હજી ઐશ્વર્યા રાય બચ્ચન જ છે. દુબઈ ઈવેન્ટમાં માત્ર ઐશ્વર્યાના સત્તાવાર નામનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
View this post on Instagram