મનોરંજન

10 PHOTOS: એશ્વર્યાને 9 માં ધારણમાં મળ્યો હતો મોડલિંગની ઓફર, બોલિવૂડમાં એન્ટર થતા પહેલા સાવ આવી દેખાતી

બચ્ચન પરિવારની વહુ ઐશ્વર્યા રાય 46 વર્ષની થઇ છે. 1 નવેમ્બરે 1973 ના કર્ણાટકના મેંગ્લોરમાં જન્મેલી ઐશ્વર્યા નાનપણમાં આર્કિટેક્ટ બનવાનું સપનું જોતી હતી.

જેમ જેમ મોટી થતી ગઈ તેમ તેમ તેનું મન મોડલિંગમાં લાગવા લાગ્યું હતું. મોડેલિંગની પહેલી ઓફર તેને કેમલિન કંપની તરફથી મળી હતી. ત્યારે તે 9 માં ધોરણમાં ભણતી હતી, અને તેમની ઉંમર લગભગ 15 વર્ષની જ હતી. તેને કેટલીક જાહેરાતમાં કામ કર્યું સાથે સાથે ભણતી પણ હતી.

Image Source

મોડલિંગ તરફ આગળ વધેલી ઐશ્વર્યાએ 1991 માં સુપરમોડલ કોન્ટેસ્ટ જીતી હતી. ફોર્ડ દ્વારા રાખવામાં આવેલ આ કોન્ટેસ્ટને જીત્યા પછી એશ્વર્યાને વોગ મેગેઝીનના અમેરિકન એડિશનમાં જગ્યા મળી હતી.

1993 માં અભિનેતા આમિર ખાનની સાથે પેપ્સીની જાહેરાતમાં આવ્યા બાદ ઐશ્વર્યાને ખુબ જ પ્રખ્યાત થઇ ગઈ હતી. ઐશ્વર્યા 1994માં મિસ વર્લ્ડ બની હતી.

Image Source

જાણકારી અનુસાર ઐશ્વર્યાનું ફિલ્મી કરિયર એટલું ખાસ ન હતું ચાલ્યું પરંતુ તેનો મોડલિંગનો જાદુ જ હતો જેને તેને ઇન્ટરનૅશન્લ લેવલ પર નામના મેળવવામાં મદદ કરી હતી અને આજે પણ તેનો જલવો પહેલા જેવો જ છે.

ઐશ્વર્યા કેટલીક મોટી કંપનીઓની બ્રાન્ડ એમ્બેસેડર છે. તેનાકારણે તેમને 2003માં કાન્સ જેવા મોટા ફિલ્મ ફેસ્ટિવલમાં ઇન્ડિયાને રિપ્રેઝન્ટ કરવાની તક મળી અને હવે તે દર વર્ષે આ ફેસ્ટિવલનો ભાગ બને છે.

Image Source

કેમલિન પેન્સિલની જાહેરાતથી મોડલિંગ શરૂ કરનાર એશ્વર્યા હાલમાં પણ મોડલિંગ કરે છે. તે ટાઇટનની ઘડિયાળ, લકઝરીયસ ઘડિયાળ,

લોરિયલ, કોકાકોલા, લેકમે કોસ્મેટિક, ફિલિપ્સ, પોમોલિવ, લક્સ, ફુજી ફિલ્મ્સ, નક્ષત્ર ડાયમંડ, કલ્યાણ જવેલર્સ જેવી મોટી બ્રાન્ડનો ચહેરો બની ચુકી છે.

Image Source

એશ્વર્યાએ સાઉથ ફિલ્મ ‘ઈરુવર'(1997)થી કરિયર શરુ કર્યું હતું, જેન મણિરત્નમએ નિર્દેશ કર્યું હતું. તેની પહેલી બોલિવૂડ ફિલ્મ ‘ઓર પ્યાર હો ગયા'(1999) છે આ ફિલ્મનું નિર્દેશન ડાયરેકટર રાહુલ રવેલે કર્યું હતું.

Image Source

એશ્વર્યાને સંજય લીલા ભણસાલીની ફિલ્મ ‘હમ દિલ દે ચુકે સનમ'(1999)થી ઓળખાણ મળી હતી તેમને દેવદાસ(2002), ધૂમ(2006), ઉમરાવ જાન(2006), ગુરુ(2007), સરકાર રાજ(2008),

હમારા દિલ આપકે પાસ હે(2000), મોહબતે(2000), તાલ(1999) અબ લોટ ચાલે(1999), જોધા અકબર(2008) જેવી કેટલીક ફિલ્મ લીર રોલ નિભાવ્યો હતો.