ઐશ્વર્યા રાય બચ્ચનના મોડેલિંગના દિવસની 10 તસ્વીરો
બોલીવુડની હુસ્નની મલિકા ઐશ્વર્યા રાય આટલી ઉંમરે પણ સુંદરતા મામલે બધાને ટક્કર આપે છે. ઐશ્વર્યા રાય ક્યાંકને ક્યાંક સ્પોટ થતી રહે છે. ઐશ્વર્યા રાય સોશિયલ મીડિયામાં દીકરી આરાધ્યા અને પતિ અભિષેક બચ્ચનની તસ્વીર શેર કરતી રહે છે. હાલ તો ઐશ્વર્યા રાય ફિલ્મથી દૂર છે. ઐશ્વર્યા રાય બચ્ચન છેલ્લે 2016માં ‘એ દિલ હે મુશ્કિલ’માં જોવા મળી હતી.

ઐશ્વર્યા રાય બચ્ચનનો જન્મ 1 નવેમ્બર 1973ના રોજ થયો હતો. ઐશ્વર્યાએ નાની ઉંમરથી જ મોડેલિંગ શરૂ કરી દીધું હતું. 1994માં વિશ્વ સુંદરીનો ખિતાબ જીત્યા બાદ ફિલ્મો માટે દરવાજા ખુલી ગયા હતા. ઐશ્વર્યાના લુકની વાત કરવામાં આવે તો તેના લુકમાં ઘણા બદલાવ આવ્યા છે.
ઐશ્વર્યા રાય પહેલા આર્કિટેક્ટ બનવા માંગતી હતી. આ માટે તેણે એડમિશન પણ લીધું હતું પરંતુ તેણે મોડેલિંગની કરિયર બનાવવા માટે ભણતર અધવચ્ચે જ છોડી દીધું હતું. ઐશ્વર્યા રાયએ પાંચ વર્ષ શાસ્ત્રીય નૃત્યની તાલીમ પણ લીધી છે.

સ્કૂલના દિવસથી જ ઐશ્વર્યાને મોડેલિંગની ઓફર મળવાનું શરૂ થયું. જ્યારે તે નવમા ધોરણમાં ભણતી હતી ત્યારે તેણે પહેલી જાહેરાત ફિલ્મ કરી હતી. આ એક પેન્સિલની જાહેરાત હતી. 1993 માં ઐશ્વર્યાએ પેપ્સી માટે આમિર ખાન અને મહિમા ચૌધરી સાથે એક જાહેરાત કરી હતી. આ એડવર્ટાઇઝિંગ ફિલ્મથી તેને ખૂબ લોકપ્રિયતા મળી.

ઐશ્વર્યા રાયએ 1994માં મિસ વર્લ્ડનો ખિતાબ જીત્યો હતો. આ પછી તેમણે પોતાની કારકિર્દીને મોડેલિંગ તરફ આગળ વધારી અને પછી ફિલ્મો તરફ વાળી હતી. ઐશ્વર્યાએ કરિયરની શરૂઆત 1997 માં આવેલી તમિલ ફિલ્મ ઈરુવરથી શરૂઆત કરી હતી. તે જ વર્ષે ઐશ્વર્યાની હિન્દી ફિલ્મ ઔર પ્યાર હો ગયા રિલીઝ થઇ હતી.

ઐશ્વર્યાએ તેની કારકિર્દીમાં એકથી એક હિટ ફિલ્મો આપી હતી. તેમણે હમ દિલ દે ચૂકે સનમ, તાલ, મોહબ્બતે, દેવદાસ, ઉમરાવ જાન, ધૂમ 2, ગુરુ, જોધા અકબર, જાઝબા અને એ દિલ હૈ મુશ્કિલ જેવી ફિલ્મો શામેલ છે. ઐશ્વર્યાએ 2007માં અભિષેક સાથે લગ્ન કર્યા હતા. હાલમાં બંનેને એક દીકરી આરાધ્યા બચ્ચન પણ છે.

વધુમાં તમને જણાવી દઈએ કે એશે મણિરત્નમની સાઉથ તમિલ મુવી ઇરુવર (ઇ. સ. ૧૯૯૭)માં મોહનલાલ (Mohanlal), સામે અભિનેત્રી તરીકે ચમકીને અભિનયક્ષેત્રે પદાર્પણ કર્યુ હતુ.તે જ વર્ષે રાયે સની દેઓલનો સન બોબી દેઓલ સાથેની ફિલ્મ ઔર પ્યાર હો ગયા દ્વારા બોલીવુડ કેરિયરમાં પદાર્પણ કર્યું હતું. જો કે ફિલ્મ બોક્સ ઓફિસ પર નિષ્ફળ ગઈ હતી.
જોકે, તેની ત્રીજી ફિલ્મ એસ. શંકર ની તમીલ ફિલ્મ જિન્સ (૧૯૯૮) મહત્વની રહી હતી. આ ફિલ્મને વ્યવસાયિક સફળતા મળી હતી. તેણે ઐશ્વર્યાને દક્ષિણની શ્રેષ્ઠ અભિનેત્રીનો ફિલ્મફેર એવોર્ડ અપાવ્યો હતો. રાયને ડબલ ભૂમિકામાં ચમકાવતી ફિલ્મ બે વર્ષે પૂરી થઈ હતી.
હુસ્નની મલ્લિકા ઐશ્વર્યા રાયને કોણ નથી જાણતું. ઐશ્વર્યા એક એવી મહિલા છે જેણે ફક્ત સુંદરતા જ નહીં પરંતુ તેના દમદાર અભિનયના દમથી લોકોના દિલ પર રાજ કર્યું છે. ઐશ્વર્યા ખૂબસુરતીની મિસાલ છે. તેના જેટલી સુંદર મહિલા શાયદ જ કોઈ આ દુનિયામાં છે.
ભલે આજે પ્રિયંકા અને દીપિકા હોલિવૂડમાં નામ કમાઈ રહી હોય, પરંતુ અસલમાં બોલિવૂડને દુનિયાભરમાં પહેચાન Aishwarya Ray જ અપાવી છે. દુનિયાભરમાં ઐશ્વર્યાના કરોડો ફેન્સ છે. ઐશ્વર્યા રાયની સુંદરતાની દુનિયા દિવાની છે. જોકે, એશના ભાઈ આદિત્ય રાયની પત્ની અંગે ભાગ્યે જ કોઈને જાણ થશે.
બૉલીવુડ એક્ટ્રેસ ઐશ્વર્યા રાય બચ્ચન સોશિયલ મીડિયામાં વધારે એક્ટિવ નથી રહેતી. પરંતુ ઐશ્વર્યા તેના ફેન્સ માટે સ્પેશિયલ મોમેન્ટ શેર કરતી રહે છે. હાલમાં જ ઐશ્વર્યા અને અભિષેકે તેની પુત્રી આરાધ્યાનો બર્થડે સેલિબ્રેટ કર્યો હતો. આરાધ્યાનો 8મોં બર્થડે સેલિબ્રેટ કર્યો હતો. જેમાં શાહરુખ ખાન તેના પુત્ર અબરામ, જાણીતા ડાયરેક્ટર કરણ જોહર યશ અને રુહી સાથે, રિતેશ તેની પત્ની અને બાળકો સાથે પહોંચ્યો હતો. હાલમાં જ ઐશ્વર્યાએ સોશિયલ મીડિયા આરાધ્યાના પાર્ટીની તસ્વીર શેર કરી હતી.