મનોરંજન

શું બીજી વખત પ્રેગ્નેટ થઈ ઐશ્વર્યા? અભિ-એશની આ તસ્વીર જોઈને લોકો ચોંકી ગયા, જાણો મામલો

એશ્વર્યારાયબચ્ચને હાલમાં તેનો બર્થડે રોમમાં પતિ અભિષેક બચ્ચન અને પુત્રી આરાધ્યા બચ્ચન સાથે ઉજવ્યો હતો. જેની તસ્વીર અને વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા.

Image Source

ઐશ્વર્યા રાય બચ્ચન સોશિયલ મીડિયામાં ઘણી એક્ટિવ રહે છે. ત્યારે હાલમાં જ ઐશ્વર્યાની એક તસ્વીર સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બની છે. આ તસ્વીરમાં ઐશ્વર્યા રાય બચ્ચન બેહદ ખુબસુરત અંદાજમાં જોવા મળી છે.

ઐશ્વર્યા અને અભિષેક મુકેશ અંબાણીની બહેન નીના કોઠારીની પુત્રી નયનતારાની પ્રિ વેડિગ પાર્ટીમાં રવિવારે રાતે જીઓ સેન્ટર પહોંચ્યા હતા.

આ પાર્ટીમાં અભીષેક બ્લેક શૂટમાં નજરે આવ્યો હતો. ઐશ્વર્યાએ ફેશન ડિઝાઈનર સબ્યસાચીના રેડ અને ગોલ્ડન ડિઝાઈનર શૂટમાં નજરે આવી હતી.

Image Source

સોશિયલ મીડિયામાં વાયરલ થયેલી તસ્વીરમાં ઐશ્વર્યા દુપટ્ટો સરખો કરતી નજરે ચડે છે, જેમાં તેનું પેટ ઢંકાયેલુ જોવા મળે છે. આ તસ્વીર શેર કરતા જ ઇન્ટરનેટ પર ઘણા યુઝર્સને સવાલ ઉઠ્વા લાગ્યા છે કે,ઐશ્વર્યા રાય પ્રેગ્નેન્ટ છે. તો બેબી બમ્પ છુપાવવાની કોશિશ કરે છે.

Image Source

આ પહેલી વાર નથી થયું રાય ઐશ્વર્યા રાય ગર્ભવતી હોવાની ચર્ચાએ જોર પકડ્યું હોય આ પહેલા પણ ઐશ્વર્યા અને અભિષેકનો ગોવાનો વેકેશનનો વિડીયો વાયરલ થયો હતો. આ વીડિયોને કારણે પણ ઐશ્વર્યા પ્રેગ્નેન્ટ હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.

Image Source

જણાવી દઈએ કે, ઐશ્વર્યા અને અભિષેકના લગ્ન 2007માં થયા હતા. લગ્નના 12 વર્ષ બાદ પણ બન્ને વચ્ચેનો પ્રેમ અકબંધ છે.