મનોરંજન

ભૂરી આંખો, ખુલ્લા વાળ, એક્સપ્રેશન પણ ઐશ્વર્યા રાય જેવા, આખરે કોણ છે આ યુવતી જે મચાવી રહી છે ધમાલ

કોરોના વાયરસના રોગચાળાએ લોકોની લાઈફસ્ટટાઈલ બદલી નાખી છે, અને લોકો સોશિયલ મીડિયા પર વધુ સમય પસાર કરવા લાગ્યા છે. દરેક વ્યક્ત્તિ હાલમાં સોશિયલ મીડિયા પર વધુ સમય પસાર કરી રહી છે. હાલમાં ટિક્ટોક પર સલમાન ખાન, શાહરુખ ખાન, કર્રીના કપૂર, આમિર ખાન જેવા સિતારાઓના ડુપ્લિકેટ્સના વિડીયો વાયરલ થઇ રહયા છે. ત્યારે હવે ઐશ્વર્યા રાયની પણ ડુપ્લિકેટ યુવતીના વીડિયોઝ વાયરલ થઇ રહયા છે. તો ચાલો તમને જણાવીએ કે કોણ છે આ યુવતી –

Image Source

જણાવી દઈએ કે ઐશ્વર્યા રાયની ડુપ્લિકેટનું નામ આશિતા સિંહ રાઠોડ છે. એના ટિક્ટોક વીડિયોઝ ઝડપથી વાયરલ થઇ રહયા છે. જણાવી દઈએ કે ઐશ્વર્યા રાયની ડુપ્લિકેટ આશિતાને ટિક્ટોક પર આવ્યે સાત જ દિવસ થયા છે પણ આટલા ઓછા સમયમાં એના 1600થી વધુ ફોલોવર્સ થઇ ચુક્યા છે.

આશિતાની ઐશ્વર્યા જેવી જ ભૂરી આંખો, વાળ અને ચહેરાના એક્સપ્રેશન પણ છે. જો આશીવાર્યા પણ આશિતાને જુએ તો એ પોતે પણ વિચારમાં પડી જાય. એમ તો એક બીજી બોલિવૂડ અભિનેત્રીઓની ફિલ્મોના ગીતો પર લિપસિંક કરતા વિડીયો બનાવે છે પણ એ મોટાભાગે ઐશ્વર્યાની ફિલ્મોની એક્ટિંગ અને ડાયલોગ બોલતા વિડીયો વધુ શેર કરે છે.

Image Source

હાલમાં જ આશિતા ટિક્ટોક પર ઐશ્વર્યાની ફિલ્મ જોશનું ગીત અપુન બોલા તું મેરી લૈલા ગીત પર લિપસિંક કરતી જોવા મળી. આટલું જ નહીં, થોડા જ દિવસોની અંદર આશિતાને લોકોનો ઘણો પ્રેમ મળી રહ્યો છે અને તેના ટિક્ટોક વીડિયોઝ વાયરલ થઇ રહયા છે.

એકબીજા વીડિયોમાં આશિતા, ઐશ્વર્યા રાય અને ઋત્વિક રોશનની ફિલ્મ ગુઝારિશનું ગીત ઉડી તેરી આંખો સે ગીત પર લિપસિંક કરતી જોવા મળી. જે પણ અત્યાર સુધીમાં ઘણીવાર જોવાઈ ચુક્યો છે અને ઘણી લાઇક્સ મળી છે.

આ વીડિયોમાં આશિતા સિંહ ગીત હારે-હારે પર લિપસિંક કરતી દેખાઈ રહી છે.

આશિતા પહેલા પણ ઐશ્વર્યા જેવી દેખાતી માનસી નાયકની તસ્વીરો પણ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઇ હતી.

@aashitasinghrathore♬ Apun Bola (From “Josh”) – Shahrukh Khan & Hema Sardesai

આશિતા ફિલ્મ એ દિલ હૈ મુશ્કિલની શાયરી બોલતી પણ દેખાઈ રહી છે, આ વીડિયો લગભગ 5 હજારથી વધુ વાર જોવાઈ ચુક્યો છે.

@aashitasinghrathore♬ original sound – fathima.7093

એક વીડિયોમાં આશિતા સિંગર અલકા યાજ્ઞિકનું ફેમસ ગીત મેરી સાંસો મેં બસા હૈ, તેરા હી ઈક નામ પર લિપસિંક કર્યું છે. આ વીડિયોને પણ ઘણી લાઇક્સ અને કૉમેન્ટ્સ મળ્યા છે અને ઘણીવાર જોઇવાઇ ચુક્યો છે.

@aashitasinghrathore♬ Meri Sansaon Main Basa Hai – Alka Yagnik