એશ્વર્યા રાય બચ્ચન માત્ર અને માત્ર એક વ્યક્તિને કરે છે ફોલો, શુ તમે જાણો છો એ ખુશનસીબનું નામ ?

જેની પાછળ આખી દુનિયા ગાંડી છે એ એશ્વર્યા ફક્ત 1 જ વ્યક્તિ પાછળ દીવાની છે- જોઈ લો એ નસીબદાર માણસ

એશ્વર્યા રાય બચ્ચન બી-ટાઉનની સૌથી પોપ્યુલર અભિનેત્રીમાંની એક છે. ભલે તે ફિલ્મોમાં ઓછી સક્રિય છે પરંતુ તેની ફેન ફોલોઇંગ આજે પણ જબરદસ્ત છે. વર્ષ 2018માં સોશિયલ મીડિયા પર શરૂઆત કર્યા બાદથી અત્યાર સુધી તેના ફોલોઅર્સની સંખ્યા વધતી જઇ રહી છે. આજની વાત કરીએ તો તેના 9.5 મિલિયન ફોલોઅર્સ છે. કેટલાક લોકો બચ્ચન વહુને ફોલો કરે છે પરંતુ શું તમે એ જાણો છે કે તે માત્ર એક જ વ્યક્તિને ફોલો કરે છે.

જો તમે એશ્વર્યા રાયનું ઇન્સ્ટાગ્રામ જોશો તો તમે માત્ર બચ્ચન પરિવાર નહિ એશ્વર્યા તેના પિયર વાળાની પણ તસવીરો શેર કરવાનું પસંદ કરે છે. આ તસવીરોમાં તેના પતિ અભિષેક બચ્ચન, દીકરી આરાધ્યા બચ્ચન, સસરા અમિતાભ બચ્ચન, સાસુ જયા બચ્ચન, તેની માતા વૃંદા રાય વધારે જોવા મળે છે.

જયારે આવે એશ્વર્યા રાયના ફોલોઅર્સની સંખ્યા તો ઇન્સ્ટાગ્રામ પર તેના 9.5 મિલિયન ફોલઅર્સ છે. પરંતુ તે માત્ર એક જ વ્યક્તિને ફોલો કરે છે અને તે છે અભિષેક બચ્ચન. તમને જણાવી દઇએ કે, એશ્વર્યા અને અભિષેકના લગ્ન વર્ષ 2007માં થયા હતા. તેઓ વર્ષ 2011માં દીકરી આરાધ્યાના પેરેન્ટ્સ બન્યા હતા.

યૂટયૂબર રણવીર સાથે એક પોડકાસ્ટમાં અભિષેકે એ સમય વિશે વાત કરી જયારે તે પહેલીવાર સ્વિટ્ઝલેંડમાં એશ્વર્યાને મળ્યા હતા. તેમણે કહ્યુ કે, હું તેમને પહેલીવાર ત્યારે મળ્યો જયારે હું એક પ્રોડક્શન બોય હતો. મારા પિતા એટલે કે અમિતાભ બચ્ચન મૃત્યુદાતા નામની એક ફિલ્મ બનાવી રહ્યા હતા અને હું લોકેશન રેકી માટે ત્યાં ગયો હતો. કારણ કે કંપનીને લાગ્યુ કે હું મોટો થઇ ગયો છું.

અભિષેકે આગળ કહ્યુ કે, હું ત્યાં કેટલાક દિવસો માટે એકલો હતો. ત્યારે મારા બાળપણનો મિત્ર બોબી દેઓલ તેની પહેલી ફિલ્મ “ઔર પ્યાર હો ગયા”નું શુટિંગ કરી રહ્યો હતો. ત્યારે તેને ખબર પડી કે હું ત્યા હતો. તે બોલ્યા, અરે તુ રાત્રે જમવા કેમ નથી આવતો ? અને આ પહેલીવાર હતુ કે જયારે તે શુટિંગ કરી રહ્યા હતા હું એશ્વર્યાને મળ્યો.

21 વર્ષની ઉંમરે મિસ વર્લ્ડ બનેલી એશ્વર્યા આર્કિટેક્ચર સ્ટુડેંટ હતી. મિસ વર્લ્ડ બન્યા બાદ તેણે બોલિવુડમાં કરિયર બનાવવાનું વિચાર્યુ. તેણે વર્ષ 1997માં “ઔર પ્યાર હો ગયાા”થી બોલિવુડમાં ડેબ્યુ કર્યુ. એપ્રિલ 2007માં તેણે અભિષેક સાથે લગ્ન કર્યા અને બંને હાલ તેમનું પેરેન્ટહુુડ અને લગ્ન જીવન બંને ખુશહાલીથી એન્જોય કરી રહ્યા છે.

એશ્વર્યા એકમાત્ર એવી સેલિબ્રિટી છે જેણે બે વિરોધી કંપનીઓ પેપ્સી અને કોકાકાલા બ્રાંડની જાહેરાત કરી છે. અભિનેત્રી અને મોડલ હોવા સાથે સાથે એશ્વર્યા એક ટ્રેંડ ક્લાસિકલ ડાંસર પણ છે.

Shah Jina