મનોરંજન

ઐશ્વર્યા રાયને આ જગ્યાઓ પર ફરવા જવું છે ખૂબ જ પસંદ! જુઓ તસ્વીરો

દુનિયાની નજરોથી બચીને અહીં ઐશ્વર્યા સાથે ખાસ સમય વિતાવે છે અભિષેક, જુઓ તસ્વીરો

ફરવું કોને પસંદ નથી? ખૂબ જ ઓછા લોકો એવા હશે કે જે ના પડશે, પણ રોજિંદા જીવનમતી થોડો સમય ફરવા માટે કાઢીને દરેક વ્યક્તિ વેકેશન માણવા ચોક્કસ જતું જ હશે. એમાં પણ બોલીવૂડના સેલેબ્સ અવારનવાર વેકેશન પર જતા રહેતા હોય છે, જેમાં ઐશ્વર્યા રાય બચ્ચન પણ બીજાથી જુદી નથી. તેને પણ ફરવા જવું ખૂબ જ ગમે છે. તેનો વ્યવસાય પણ એવો જ છે કે જે તેને જુદા-જુદા સ્થળોએ લઇ જાય છે.

ઐશ્વર્યા પાસે તો બે એવી વ્યક્તિ પણ છે કે જેમને પણ ફરવું અને પરિવાર સાથે સમય પસાર કરવો એટલો જ ગમે છે જેટલો ઐશ્વર્યાને ગમે છે. એ બે વ્યક્તિ તેનો પતિ અભિષેક બચ્ચન અને તેની દીકરી આરાધ્યા છે. ત્યારે લગ્ન પછી ઐશ્વર્યા અને અભિષેક અને પછી દીકરીના આવ્યા બાદ તેઓ દીકરીને સાથે લઈને પણ વેકેશન પર જતા રહેતા હોય છે, ત્યારે જાણીએ કે ઐશ્વર્યાને ફરવા માટે કયા-કયા સ્થળો પસંદ છે –

Image Source

ઐશ્વર્યાના જીવનનો ખાસ ભાગ છે અભિષેક, ફિલ્મ ગુરુ વખતે બંને વચ્ચે પ્રેમ પાંગર્યો અને આ ફિલ્મના પ્રીમિયર બાદ ટોરંટોમાં અભિષેકે ઐશ્વર્યાને લગ્ન માટે પ્રપોઝ કર્યું હતું. એટલે જ એવું કહેવામાં આવે છે કે ઐશ્વર્યાને આ જ કારણે ટોરંટો ખૂબ જ પસંદ છે.

Image Source

પેરિસની દિવાની છે ઐશ્વર્યા –

જયારે પણ ઐશ્વર્યાને પોતાના શૂટ માટે લોકેશન પસંદ કરવાની તક મળે તો એ પેરિસને પસંદ કરે છે. પેરિસને કળાનું શહેર કહેવામાં આવે છે. અહીં લિયોનાડો દ વિન્ચીની વિશ્વ પ્રસિદ્ધ પેઇન્ટિંગ મોનાલીસા પણ હાજર છે. ઐશ્વર્યાએ ધ પિન્ક પેન્થર 2 ફિલ્મનું શૂટિંગ પણ પેરિસમાં કર્યું હતું અને સાથે જ ઘણી મેગેઝીનના શૂટ પણ કર્યા હતા. ઐશ્વર્યા અને અભિષેક પોતાના હનીમૂન માટે પણ ફ્રાન્સ ગયા હતા. સીટી ઓફ લવ એટલે કે પેરિસના રસ્તા પર બંનેને ફરતા અને શોપિંગ કરતા જોવામાં આવ્યા છે.

Image Source

આરાધ્યાને લઈને ગઈ હતી ન્યુયોર્ક –

જો ઐશ્વર્યાની પસંદગીની જગ્યા વિશે વાત કરવામાં આવે તો ન્યુયોર્કનું નામ ટોપ પર હશે. ઐશ્વર્યા-અભિષેક બંનેને ન્યુયોર્કમાં સમય વિતાવવાનું સારું લાગે છે. પોતાની લવ સ્ટોરીના શરૂઆતના દિવસોમાં ઐશ્વર્યા અને અભિષેકએ ન્યુયોર્કમાં ખૂબ જ સારો સમય વિતાવ્યો હતો અને વર્ષ 2013માં પણ પોતાની દીકરી આરાધ્યાને સાથે લઈને વેકેશન ગાળવા માટે પણ ત્યાં જ ગયા હતા.

Image Source

લંડનથી શોપિંગ કરવું છે ઐશ્વર્યાને પસંદ –

એમ તો બોલિવૂડમાં બધા જ સ્ટાર્સને લંડનમાં શોપિંગ કરવું પસંદ છે, પણ ઐશ્વર્યાને થોડું વધુ પસંદ આવે છે. મિસ વર્લ્ડ બન્યા બાદ લગભગ એક વર્ષ સુધી ઐશ્વર્યા લંડનમાં રહી હતી. ઘણી જગ્યાઓ પર આપેલા ઇન્ટરવ્યૂમાં ઐશ્વર્યાએ માન્યું છે કે તેને લંડનથી શોપિંગ કરવું પસંદ છે. ઐશ્વર્યા રાય લંડનને પોતાનું બીજું ઘર માને છે.

Image Source

આરાધ્યાની પહેલી વિદેશ યાત્રા હતી દુબઈ –

ઐશ્વર્યા પોતાની દીકરીને લઈને દુબઈ ત્યારે ગઈ હતી જયારે આરાધ્યા માત્ર ચાર જ મહિનાની હતી. વર્ષ 2012માં દુબઈ વર્લ્ડ કપ દરમ્યાન ઐશ્વર્યા આરાધ્યાને લઈને પહેલી વિદેશ યાત્રા પર ગઈ હતી. ઐશ્વર્યા અને અભિષેક જુમૈરાહ ગોલ્ફ એસ્ટેટમાં લગભગ 5-8 મિલિયન ડોલરની સંપત્તિ પણ ખરીદી ચુક્યા છે, જ્યાં તેઓ વેકેશન દરમ્યાન સમય વિતાવે છે.

Image Source

પતિ અને દીકરી સાથે ગઈ હતી માલદીવ્સ –

વર્ષ 2019માં ઐશ્વર્યા રાય બચ્ચને પતિ અભિષેક બચ્ચન અને દીકરી આરાધ્યા સાથે માલદીવ્સ વેકેશન ગાળવા ગઈ હતી. આ વેકેશનની તેને કેટલીક તસ્વીરો પોતાના સોશિયલ મીડિયા પર શેર કરી હતી, જે દરેક તસ્વીરોમાં માલદીવ્સના નજારાઓ જોવા જેવા હતા.

Image Source

ચીનની દીવાલ પર ડાન્સ કરવો હતો અલગ અનુભવ –

ઐશ્વર્યાને ફરવા માટે ચીન પણ પસંદ છે. આપણે પહેલા જ તેને ફિલ્મ જીન્સમાં ગ્રેટ વૉલ ઓફ ચાઈના પર ડાન્સ કરતા જોઈ ચુક્યા છીએ. એક ઇન્ટરવ્યૂ દરમ્યાન તેને પોતે કહ્યં હતું કે વૉલ ઓફ ચાઈના પર ડાન્સ કરવાનો અનુભવ ખૂબ જ અદભૂત રહ્યો હતો.

Image Source

સાઉથ આફ્રિકા માટે છે ખાસ પ્રેમ –

ઐશ્વર્યાને સાઉથ આફ્રિકા પણ ફરવા માટે ખાસ પસંદ છે. તેને એકવાર કહ્યું હતું કે ‘સાઉથ આફ્રિકા માટે મારા દિલમાં ખાસ જગ્યા છે.’ જો તમને પણ બેકપેકિંગ, એડવેન્ચર, વાઇલ્ડલાઇફ પસંદ હોય તો તમારે પણ સાઉથ આફ્રિકા જરૂર જવું જોઈએ. 1994માં મિસ વર્લ્ડની કોમ્પિટિશન દરમ્યાન ઐશ્વર્યા સાઉથ આફ્રિકા પહેલીવાર ગઈ હતી.

Image Source

વિશ્વનું સૌથી વધુ સારું સ્થાન ટ્યુનિશિયા –

ઐશ્વર્યાએ કહ્યું હતું કે ટ્યુનિશિયા વિશ્વના સૌથી વધુ સારા દેખાતા સ્થળોમાંથી એક છે. ટ્યુનિશિયામાં ફરવા માટેની જગ્યાઓમાં નેશનલ બરડો મ્યુઝિયમ, ગ્રાન્ડ એરગ ઓરિયેન્ટલ, કૈરોન અને બીજા ઘણા સ્થાનોનો સમાવેશ થાય છે. ઐશ્વર્યા તેને વિશ્વના સૌથી વધુ સારા સ્થળ તરીકે ગણાવે છે.

Image Source

સ્લોવેકિયા –

સ્લોવેકિયા આર્ટિસ્ટિક શહેરોનો દેશ છે અને મધ્ય યુરોપમાં આવેલો છે. તે પાંચ જુદા-જુદા દેશોથી ઘેરાયેલો છે જેમાં પોલેન્ડ, હંગેરી, યુક્રેન, ઓસ્ટ્રિયા અને સેઝ રિપબ્લિકનો સમાવેશ થાય છે. ઐશ્વર્યા રાયે 2006માં ફિલ્મ ધ લાસ્ટ રેગીનના શૂટિંગ વખતે આ જગ્યાની મુલાકાત લીધી હતી અને તેના સુંદર દ્રશ્યોના પ્રેમમાં પડી ગઈ હતી.