પ્લાસ્ટિક સર્જરીએ ઐશ્વર્યા રાયની સુંદરતાને બરબાદ કરી નાખી, સાઉથ અભિનેત્રીની ચોંકાવનારી પોસ્ટ

Aishwarya Rai Doing Plastic Surgery : બોલીવુડની અભિનેત્રીઓ જયારે પડદા પર જોવા મળે છે ત્યારે તેમની સુંદરતા જોઈને ભલભલા અંજાઈ જતા હોય છે, રિયલ લાઈફમાં પણ તે તેમની સુંદરતાને એવી રીતે જ મેન્ટેઇન રાખે છે. પોતાની સુંદરતા જાળવી રાખવા માટે અભિનેત્રીઓ પ્લાસ્ટિક સર્જરી પણ કરાવતી હોય છે, ઘણીવાર તેના ખરાબ પરિણામ પણ મળતા હોય છે અને તેમની સુંદરતા વધવાના બદલે બગડી પણ જતી હોય છે.

ત્યારે હાલ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ઐશ્વર્યા રાયના લુકને લઈને લોકો તેને ટ્રોલ કરી રહ્યા છે. ત્યારે આ મામલે તમિલ અભિનેત્રી કસ્તુરી શંકરે એક્સ પર એક પોસ્ટ કરતા કહ્યું “સમય દુનિયાની સૌથી સુંદર મહિલાઓને પણ નથી બક્ષતો. ઐશ્વર્યા રાયને ઘડિયાળને પાછળ ફેરવવાની જરૂર નથી. તે સુંદર જ બની રહેતી, પરંતુ પ્લાસ્ટિક સર્જરીએ તેની સુંદરતાને બરબાદ કરી નાખી છે.”

જોકે ઐશ્વર્યાએ ક્યારેય કોઈ કોસ્મેટિક પ્રક્રિયામાંથી પસાર થવાની પુષ્ટિ કરી નથી, પરંતુ લોકોમાં એવી અટકળો છે કે તેણે તેની કરચલીઓ ઘટાડવા માટે બોટોક્સ ઈન્જેક્શન લીધા છે. ગયા વર્ષે, ઐશ્વર્યા રાય બચ્ચન પેરિસ ફેશન વીકમાં તેના દેખાવ માટે ટ્રોલ થઈ હતી. જ્યારે તેણીના અલૌકિક સોનેરી ગાઉનને પ્રશંસા મળી, ઘણાએ તેના ચહેરાના લક્ષણો પર પ્રશ્ન કર્યો. જેમ જેમ ફોટા અને વિડિયો ઓનલાઈન ફરતા થયા તેમ તેમ અટકળો શરૂ થઈ કે તેણીએ બોટોક્સની સારવાર કરાવી છે કે કેમ.

Niraj Patel