વિશ્વ સુંદરી એશ્વર્યા રાય બચ્ચને સેલિબ્રેટ કર્યો તેનો 48મો બર્થ ડે, સામે આવી શાનદાર તસવીરો

બોલિવુડ અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચને તેનો જન્મદિવસ 1 નવેમ્બરના રોજ જોરદાર રીતે ઉજવ્યો અને હવે આ સેલિબ્રેશનની તસવીરો પણ સામે આવી છે. આ ખાસ અવસર પર ઐશ્વર્યા અને તેની દીકરી આરાધ્યા મેચિંગ સ્ટાઈલમાં જોવા મળ્યા હતા. ઐશ્વર્યા અને અભિષેક બચ્ચને આ બર્થડે પાર્ટીની કેટલીક સુંદર તસવીરો પોસ્ટ કરી છે. ઐશ્વર્યાએ આ જન્મદિવસની પાર્ટીની એક સુંદર તસવીર શેર કરી છે, જેમાં તે અભિષેક બચ્ચન અને આરાધ્યા સાથે જોવા મળી રહી છે.

આ તસવીર શેર કરતાં તેણે લખ્યું છે – આઇ લવ યુ ફોર એવર અને બીયોન્ડ, તમારા બિનશરતી પ્રેમ અને આશીર્વાદ માટે આભાર’ કેપ્શન સાથે ઐશ્વર્યાએ બીજી તસવીર શેર કરી છે, જેમાં તેની માતા પણ ઐશ્વર્યા સાથે જોવા મળી રહી છે. તમને જણાવી દઈએ કે 1 નવેમ્બરે ઐશ્વર્યા 48 વર્ષની થઈ ગઈ હતી. અભિષેક બચ્ચને ઐશ્વર્યાની એક સુંદર તસવીર શેર કરી છે અને લખ્યું છે- હેપ્પી બર્થડે વાઈફ, તમારા અસ્તિત્વ માટે આભાર. તમે અમને સંપૂર્ણ અનુભવ કરાવો છો. અમે બધા તમને ખૂબ પ્રેમ કરીએ છીએ.

ઐશ્વર્યા રાય ગયા મહિને પેરિસ ફેશન વીકમાં રેમ્પ વોક કરતી જોવા મળી હતી. આ પહેલા તે 2018માં ફિલ્મ ‘ફન્ને ખાન’માં જોવા મળી હતી. હવે તે મણિરત્નની ફિલ્મ પોનીન સેલવાનમાં અભિનય કરતી જોવા મળશે. ઐશ્વર્યા રાય એક સમયે ટોપ ડિમાન્ડિંગ અભિનેત્રી હતી, પરંતુ લગ્ન પછી તેણે ફિલ્મોમાં કામ કરવાનું બંધ કરી દીધું હતું. જો કે, જાહેરાતો અને અન્ય ઘણા સ્રોતોમાંથી તેની કમાણી હજુ પણ ચાલુ છે.

2009માં, જ્યારે ફોર્બ્સે હોલીવુડમાં લગભગ 1,411 સૌથી વધુ કમાણી કરતા સ્ટાર્સની તેની યાદી બહાર પાડી, ત્યારે એશ સેલેબ્સમાં 387માં ક્રમે હતી અને તે સૌથી વધુ કમાણી કરતી ભારતીય અભિનેત્રી હતી. નોલેજ વેબસાઈટના રિપોર્ટ અનુસાર, વર્ષ 2020માં ઐશ્વર્યા રાય બચ્ચનની કુલ સંપત્તિ 31 મિલિયન યુએસ ડોલર હતી, જે ભારતીય ચલણમાં અંદાજે 227 કરોડ રૂપિયા છે.

ફોર્બ્સની 2019ની સૌથી વધુ કમાણી કરનારા અભિનેતાઓની યાદીમાં અક્ષય કુમાર ચોથા નંબરે હતો. 2019માં આ યાદી અનુસાર તેની કમાણી $65 મિલિયન હતી. 2020માં અક્ષયની કમાણી $48.5 મિલિયન (લગભગ રૂ. 362.78 કરોડ) હતી. ટાઈમ્સ નાઉના રીપોર્ટ અનુસાર, બે દાયકાથી વધુની એક્ટિંગ કરિયર અને મોડલિંગ સિવાય જાહેરાતોથી ઐશ્વર્યાની કુલ સંપત્તિ 258 કરોડ રૂપિયા અને વાર્ષિક 15 કરોડ રૂપિયા છે.

ઐશ પાસે મુંબઈના બાંદ્રામાં એક એપાર્ટમેન્ટ પણ છે, જેની કિંમત લગભગ 21 કરોડ રૂપિયા છે.
ઐશ્વર્યા પાસે દુબઈના પામ જુમેરાહ ગોલ્ફ એસ્ટેટના સેન્કચ્યુરી ફોલ્સમાં એક આલીશાન ઘર છે, જેની કિંમત લગભગ 15.6 કરોડ રૂપિયા છે. ઐશ્વર્યા બેન્ટલી કોન્ટિનેંટલ જીટીની માલિક છે જેની કિંમત લગભગ 3.65 કરોડ રૂપિયા છે. આ સાથે તેની પાસે 2.35 કરોડ રૂપિયાની મર્સિડીઝ બેન્ઝ S500 પણ છે.

Shah Jina