જયારે જયારે સલમાન ખાન અફેરની વાત આવે ત્યારે ઐશ્વર્યા રાયનું નામ જરૂર યાદ આવે છે.ઐશ્વર્યા રાય અને સલમાન ખાનની લવ સ્ટોરી બહુ ઓછા સમય સુધી ચાલી હતી પરંતુ આજે પણ લોકો તેને એક સાથે જોવા ઈચ્છે છે. બંનેનો સંબંધ એક ખરાબ મોડ પર આવીને પૂર્ણ થયો હતો. આજે સલમાન ખાનનો 55મોં બર્થડે છે ત્યારે અમે તમને જણાવીશું કે, આખરે ક્યાં કારણે બંને તેના સંબંધનો અંત લાવી દીધો હતો. વર્ષ 1999માં દિલ્મ ‘હમ દિલ દે ચુકે સનમ’ના શૂટિંગ દરમિયાન ઐશ્વર્યા અને સલમાન ખાનની મુલાકાત થઇ હતી. શુટીંગ દરમિયાન જ બંનેને એક્બીજા સાથે પ્રેમ થઇ ગયો હતો.
View this post on Instagram
પડદા પર ઐશ્વર્યા-સલમાનની કેમેસ્ટ્રી બહુજ સારી રહી હતી. પરંતુ જયારે લોકોને ખબર પડી કે રિયલ લાઈફમાં ઐશ્વર્યા અને સલમાન ખાન એકબીજાને ડેટ કરે છે તો બધાને ખુશીના માર્યા પાગલ થઇ ગયા હતા.
ઐશ્વર્યાને સલમાનની સાથે-સાથે તેની બંને બહેનો અલવીરા અને અર્પિતા સાથે પણ સારું બોન્ડિંગ હતું. ઐશ્વર્યાનું ફેમિલી હંમેશા આ સંબંધની નારાજ રહ્યું હતું. લગભગ 2 વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા બાદ અચાનક જ ઐશ્વર્યા અને સલમાન ખાનનું બ્રેકઅપ થઇ ગયું હતું. બ્રેકઅપ થયા બાદ મીડિયામાં ઘણી એવી ખબરો આવી હતી જેમાં સાંભળવામાં આવ્યું હતું કે, સલમાને ઐશ્વર્યાને માર્યું હતું તો કહેવામાં તો એવું પણ આવી રહ્યું હતું કે, ઐશ્વર્યા સલમાન ખાનના ફ્લર્ટી નેચરથી પરેશાન હતી.

વર્ષ 2002માં ઐશ્વર્યા રાયે એક ઇન્ટરવ્યૂ આપ્યું હતું જેમાં તેના અને સલમાન ખાનના સંબંધને લઈને ઘણા ખુલાસા કર્યા હતા. ઐશ્વર્યા રાયે એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, તેની અને સલમાન ખાનનું બ્રેકઅપ થઇ ગયું છે. ઐશ્વર્યા રાયે વધુમાં કહ્યું હતું કે, તેનું અને સલમાનનું માર્ચ 2002માં જ બ્રેકઅપ થઇ ગયું હતું પરંતુ આ વાતને માનવા માટે હું તૈયાર ના હતી. પરંતુ જયારે અમારું બ્રેકઅપ થયું ત્યારે તેને મને કોલ કરીને વાહિયાત વાત કરી હતી.

સલમાને મારા પર આરોપ લગાવ્યો હતો કે, મારુ કોસ્ટાર સાથે અફેર છે. અમારું નામ અભિષેક બચ્ચનથી લઈને શાહરુખ ખાન સુધી જોડવામાં આવી રહ્યું હતું. તે સમયે તેને મારી ઉપર હાથ પણ ઉઠાવ્યો હતો. હું લકી હતી કે, મારનું કોઈ નિશાન રહ્યું ના હતું. હું કંઈ જ થયું આ હોય એમ કામ પર જતી હતી. સલામનના hinsk સ્વભાવને કારણે જ અમારો સંબંધ પૂરો થઇ ગયો હતો. વધુમાં જણાવ્યું હતું કે, હું સલમાન સાથે ત્યારે એની બાજુમાં ઉભી હતી જયારે તે નશાની હાલતમાં દુર્વ્યવહાર કરતો હતો. મેં મારી સેલ્ફ રિસ્પેક્ટ માટે તેની સાથે બ્રેકઅપ કરી લીધું હતું. ઐશ્વર્યાએ વધુમાં જણાવ્યું હતું કે, સલમાન ખાન તેને વાત-વાતમાં એ કહી રહ્યો હતો કે, તે તેનો ધોખો આપી રહ્યો છે. થોડા મહિના બાદ સલમાન ખાને પણ ઐશ્વર્યા રાયના એક-એક સવાલના જવાબ આપ્યા હતા. એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, મેં તેને કયારે પણ મારી નથી, ઉલટું મને કોઈ પણ મારી શકે છે.
સેટ પર હાજર રહેલા કોઈ ફાઈટર મને ડરાવી-ધમકાવી શકે છે. આ કારણે જ લોકો મારાથી ડરતા નથી. હું બહુજ ઈમોશનલ છું. હું ખુદને નુકસાન પહોંચાડી શકું છું. હું દીવાલ પર માથું રાખીને ખુદને નુકસાન પહોચાડું છું. હું બીજા કોઈને ઇજા નથી પહોંચાડતો. મેં ફક્ત એક જ વાર સુભાષ ઘઈને માર્યો હતો. બીજા દિવસે મેં તેની માફી માંગી હતી. સલમાન ખાને વધુમાં કહ્યું હતું કે, મેં મારો એક સમયે કંટ્રોલ ગુમાવી દીધો હતો. મેં એક વાર ઐશ્વર્યા પર હાથ ઉઠાવવાનો કોશિશ કરી હતી. સલમાન ખાનના આ કાંડ બાદ ઐશ્વર્યએએ એક પ્રેસ રિલીઝ જાહેર કરી હતી જેમાં સાફ લખ્યું હતું કે, તે કયારે પણ સલમાન ખાન સાથે કામ નહીં કરે.