ફ્રેન્ચ રિવેરામાં હાલ 72મો કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ ચાલી રહ્યો છે. ત્યારે ચારે તરફ એના વિશે જ ચર્ચાઓ થઇ રહી છે. ઐશ્વર્યા રાય બચ્ચન પોતાની દીકરી આરાધ્યા બચ્ચન સાથે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ભાગ લેવા માટે પહોંચી હતી. જેમાં તે રવિવારના રોજ રેડ કાર્પેટ પર મેટાલિક ગોલ્ડન ફિશકટ ગાઉનમાં જોવા મળી હતી. એ પછી હવે ફરીથી તેને પોતાના આ જુદા જ અવતારથી કાન્સમાં રેડ કાર્પેટ પર આગ લગાવી દીધી હતી. ત્યાં હાજર દરેકની નજર ઐશ્વર્યા પર જ ટકેલી હતી.

મેટાલિક ગોલ્ડન ફિશકટ ગાઉન બાદ હવે ઐશ્વર્યા રાય બચ્ચન બીજા દિવસે સફેદ ગાઉનમાં રેડ કાર્પેટ પર કોઈ પરી કરતા પણ વધુ સુંદર લાગતી હતી. તેને અશી સ્ટુડિયોનું ફ્રિલ વાળું સ્ટ્રેપલેસ ફેધર ગાઉન પહેર્યું હતું અને સાથે જ ફેધર સ્કાર્ફ પર રાખ્યો હતો. સાથે જ તેને ડાયમંડવાળી ઈયરરિંગ પહેરી હતી.
તેને લૂકને કમ્પ્લીટ કરવા માટે લાઈટ પિન્ક લિપસ્ટિક અને આઈ મેકઅપ કર્યો હતો. સાથે જ તેના વાળને બનમાં બાંધેલા હતા. એને પોતાના આ લૂકના ફોટોસ પોતાના ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે.
જણાવી દઈએ કે રવિવારના રોજ ઐશ્વર્યાએ રેડ કાર્પેટ પર જીન-લૂઇસ સાબજીના ગોલ્ડન મેટાલિક ફિશકટ ગાઉન પહેર્યું હતું. તેમના એક કાનને ગોલ્ડ ગ્લિટરથી સંપૂર્ણ રીતે સજાવવામાં આવ્યો હતો, જયારે બીજા કાનમાં પિયર્સિંગની જગ્યા પર જ ગોલ્ડ ગ્લિટર હતું. એ દર વર્ષે કઈંક નવું ટ્રાય કરતી રહે છે.
આ વખતે તેમને મેકઅપમાં બ્રોન્ઝ લૂક સાથે ગ્લિટર આઈશેડો અને બ્લેક લાઈનર કરી હતી. અને લિપ્સને બ્રાઉન ગ્લોસી લિપસ્ટિકથી સજાવ્યા હતા. સાથે જ તેમના લૂકને પરફેક્ટ બનાવવા માટે તેમની હેરસ્ટાઇલને સાઈડ પાર્ટિંગ કરીને સિલ્ક ઓપન લૂક આપવામાં આવ્યો હતો.
ઐશ્વર્યા રાય છેલ્લા ઘણા વર્ષોથી કાન ફિલ્મ ફેસ્ટિવલમાં ભાગ લઇ રહી છે. એ ત્યાં લોરિયલને રિપ્રેઝેન્ટ કરે છે. તેને પહેલીવાર કાન્સમાં વર્ષ 2002માં ભાગ લીધો હતો અને એ પછીના વર્ષથી તે ત્યાં જુરી તરીકે હાજરી આપે છે.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks