મનોરંજન

એશ્વર્યા રાય બચ્ચનનું નવું ફોટોશૂટ વાયરલ, 7 PHOTOS જોઈને નજર પણ નહીં હટે

બોલિવૂડની લોકપ્રિય અભિનેત્રી એશ્વર્યા રાય બચ્ચન ફિલ્મ ઈન્ડસ્ટ્રીની સૌથી સુંદર અભિનેત્રીમાંથી એક છે. બચ્ચન પરિવારની વહુ ભલે ફિલ્મોથી દૂર હોય પણ તેની ફેશન સેન્સના કારણે તે કાયમ ચર્ચામાં રહે છે. તે ખૂબ જ લાંબા સમયથી લોકોના દિલો પર રાજ કરે છે.

હાલમાં જ એશ્વર્યાએ એક મેગેઝીન માટે ફોટોશૂટ કરાવ્યું હતું. જેના ફોટોસ સોશ્યિલ મીડિયા પર ખુબ જ વાયરલ થયા છે. આ ફોટોશૂટ તેમને પીકોક મેગેઝીન માટે કરાવ્યું હતું. તેમના આ આઉટફિટ પ્રખ્યાત ડિઝાઈનર જોડી ફાલ્ગુની અને શેન પીકોકે બનાવ્યા છે. આ આઉટફિટમાં એશ્વર્યા ખૂબ જ સુંદર લાગી રહી હતી.

ઐશ્વર્યાનો એક ફોટો આવ્યો હતો, જેમાં તે ત્રણ લેયરવાળા લાલ કલરના અને પીંછાવાળા ગાઉનમાં જોવા મળી હતી. આ ગાઉનમાં લોન્ગ ટેલ પણ છે. આ લુકની સાથે તેમને સ્ટોન નેકલેસ અને બ્રેસલેટ પહેર્યું હતું. આ લુકની સાથે તેમને આછો મેકએપ, લિપસ્ટિકની સાથે ખુલ્લા વાળ રાખ્યા હતા. આ લુકમાં તે ખુબ જ સુંદર દેખાઈ રહી હતી.

 

View this post on Instagram

 

Aishwarya Rai Bachchan : A Timeless Star The Peacock Magazine is proud to announce the launch its first-ever print issue of the magazine with the timeless star Aishwarya Rai Bachchan, who was shot on the streets of the New York City. To avail your copy, log on to www.thepeacockmagazine.com Issue available on stands, grab your copy now! . . @aishwaryaraibachchan_arb in New York City for our first print issue September Issue @thepeacockmagazine_ . All clothing: @falgunishanepeacockindia @falgunipeacock @shanepeacock All jewellery: @hazoorilaljewellers Photography: @calebandgladys Creative direction and styling: @nupurmehta18 Hair: @petergreyhair Makeup: @charlottewillermakeup Production: @n2root Stay courtesy: @thepierreny Location management: @area1202

A post shared by Aishwarya Rai (@lovely_aishwarya) on

તેનો એક બીજો ફોટો પણ સામે આવ્યો હતો. જેમાં એશ્વર્યાએ ગુલાબી કલરનો લહેંગા અને તેની સાથે મેચિંગ બ્લાઉઝ પહેર્યું હતું. તેની સાથે તેને ઓઢણી પણ ઓઢી હતી. આ ફોટામાં એશ્વર્યાનો હલકો મેકઅપ તેના લુકને પરફેક્ટ બનાવી રહ્યો હતો. તેના આ લુક તેના ચાહકોનું દિલ જીતી લીધું છે.

બીજા એક ફોટામાં તેમને ક્રીમ કલરનું આઉટફિટ પહેર્યું હતું. આ ફોટામાં પણ તેઓ ખૂબ સરસ લાગી રહ્યા હતા.

જણાવી દઈએ કે એશ્વર્યા ડાયરેકટર મણિરત્નમની આવનારી ફિલ્મ પોનિયિન સેલ્વનની શૂટિંગ શરૂ કરવાની છે. આ એક રીમેક ફિલ્મ છે. આ ફિલ્મ વિશે એશ્વર્યાએ જણાવ્યું હતું કે તે આ ફિલ્મમાં મણિરત્નમ સાથે કામ કરે છે. મણિરત્નમે હજુ અધિકારીક રીતે આ ફિલ્મની જાહેરાત કરી નથી.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks