ઐશ્વર્યા રાય બચ્ચન અને અભિષેક બચ્ચનની પુત્રી આરાધ્યા બચ્ચન બોલીવુડની પોપ્યુલર સ્ટાર કિડ્સપૈકી એક છે. હાલમાં જ ઐશ્વર્યાને પુત્રી આરાધ્યા સાથે કામ કરવાને લઈને સવાલ કરવામાં આવ્યો ત્યારે જેના પર ઐશ્વર્યાએ બહુ જ સાંભળીને જવાબ આપ્યો હતો.
હાલમાં જ ઐશ્વર્યાએ ઇન્ટરવ્યુમાં આરાધ્યા સાથે સ્ક્રીન શેરને લઈને સવાલ પૂછવામાં આવ્યો હતો કે શું તે આરાધ્યા સાથે સ્ક્રીન શેર કરી શકે છે જેના જવાબમાં ઐશ્વર્યાએ કહ્યું હતું કે, મને નથી ખબર કે જિંદગીમાં હું અને મારી પુત્રી માટે શું લખ્યું છે. હાલ તો અમે વર્તમાનમાં જીવવાની કોશિશ કરીએ છીએ. રહી વાત સાથે કામ કરવાની તો તે બાબતે વિચારી શકાય છે.
જણાવી દઈએ કે, ઐશ્વર્યા મેલફીશન્ટ ફિલ્મની સિક્વલમાં તેનો અવાજ આપી રહી છે.ઐશ્વર્યાના આ કામથી તેની પુત્રી ઘણી ખુશ છે. ઐશ્વર્યાએ જણાવ્યું હતું કે, આરાધ્યા તેના આ ફેંસલાથી ઘણી ખુશ છે. ઐશ્વર્યાએ કહ્યું હતું કે. આ ફિલ્મ સાઈન કર્યા બાદ મને 3 દિવસ બાદ મને ઈમેલ આવ્યો હતો. જે મારા ફોન પર ફ્લેશ થઇ રહ્યો હતો.
આ દરમિયાન હું આરાધ્યાને સુવાડવા માટે જઈ રહી હતી. એલાર્મ રાખતી વખતે હું જોરથી મેલફિશન્ટનું જોરથી બોલી ગઈ હતી. આરાધ્યાએ સાંભળી લીધું હતું. આરાધ્યા એ મને પૂછ્યું હતું કે શું આ ફિલ્મ પર કામ કરી રહી છું ?જયારે તેને ખબર પડી કે, હું આ પ્રોજેક્ટ સાથે કામ કરી રહી છું ત્યારે તેની આંખ ચમકી ઉઠી હતી.તે મારા આ ફેંસલા પર બહુજ ખુશ હતી.
જણાવી દઈએ કે, ઐશ્વર્યા છેલ્લે ફિલ્મ ‘ફન્ને ખાન’માં નજરે આવી હતી.આ ફિલ્મમાં તેની સાથે રાજકુમાર રાવ અને અનિલ કપૂર લીડ રોલમાં હતા. ફિલ્મને બોક્સ ઓફિસ પર મિક્સ રિસ્પોન્સ મળ્યો હતો.
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.