બોલિવૂડ અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચન છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયા પર નિષ્ક્રિય હતી. એ પહેલા તેને પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર દીકરી આરાધ્યા બચ્ચન સાથે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં હાજરી આપવા ગઈ હતી, એ સમયની તસવીરો શેર કરી હતી.
આ પછી તાજેતરમાં જ તે પતિ અભિષેક બચ્ચન અને દીકરી આરાધ્યા સાથે વિદેશ વેકેશન મનાવીને પરત ફરી છે. પરંતુ એ સમયની એક પણ તસ્વીર તેમને પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી નથી.
લગભગ છેલ્લા 2 મહિનાથી તે સોશિયલ મીડિયા પર નિષ્ક્રિય હતી, ત્યારે હાલ તેમને ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને વાપસી કરી છે. ઐશ્વર્યાએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર પતિ અભિષેક બચ્ચનની તસ્વીરો શેર કરીને લખ્યું હતું, ‘અત્તા બોય્સ. યે. પિન્ક પેન્થર્સ. ગોડ બ્લેસ.’ આ તસ્વીરોમાં અભિષેક બચ્ચન તેમની કબડ્ડી ટિમ જયપુર પિન્ક પેંથર્સને ચીયર કરતા દેખાઈ રહયા છે.
પોતાની પતિએ કરેલી આ પોસ્ટ પર જવાબ આપતા અભિષેક બચ્ચને તેમને ‘લકી ચાર્મ’ કહ્યું હતું. ફિલ્મોની વાત કરીએ તો અભિષેક બચ્ચન જલ્દી જ અનુરાગ બાસુની ફિલ્મમાં જોવા મળશે. જયારે ઐશ્વર્યા રાય ડિરેક્ટર મણિ રત્નમની ફિલ્મમાં જોવા મળશે. હાલમાં જ ઐશ્વર્યાએ કથિત રીતે બેંગ્લોર સ્થિત પર્યાવરણ સ્ટાર્ટઅપમાં રોકાણ કર્યું છે.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks