ઐશ્વર્યા રાયે પુલમાં અભિનેતા અક્ષય કુમાર સાથે આપ્યા હતા ખુબ જ બોલ્ડ પોઝ, વાયરલ થઇ હતી તસવીરો….

વિશ્વસુંદરી ઐશ્વર્યા અને અસલી હીરો અક્ષયની આ 7 તસવીરોએ બોલીવુડમાં સનસની મચાવી દીધેલી- જુઓ PHOTOS

એવી ઘણી અભિનેત્રીઓ છે કે જેમણે તેમના પ્રોફેશનલ કામની જોડે તેમની પર્સનલ જિંદગીને સારી રીતે જીવી રહ્યા હોય. બોલિવૂડ અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચન એવા લોકોમાંથી એક છે જેણે તેની કારકીર્દિમાં માત્ર અપાર સફળતા હાંસલ કરી તેમજ ઘરની અને પરિવારની જવાબદારીઓ પણ લીધી છે.

ઐશ્વર્યા રાય બચ્ચન બોલિવૂડની સૌથી સુંદર અભિનેત્રીઓમાંની એક છે. તેની સુંદરતાની ચર્ચા આખી દુનિયામાં થાય છે. ઐશ્વર્યા મિસ વર્લ્ડ પણ રહી ચૂકી છે. અભિષેક બચ્ચન સાથે લગ્ન કર્યા બાદ ઐશ્વર્યાએ ફિલ્મોમાં કામ કરવાનું ઓછું કરી દીધું છે. અમિતાભ બચ્ચનના પરિવારની વહુ ઐશ્વર્યા મોટાભાગે ટ્રેડિશનલ ડ્રેસમાં જોવા મળે છે પરંતુ તેની કેટલીક પૂલ તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે.

લગ્ન પહેલા ઐશ્વર્યા રાયે અક્ષય કુમાર સાથે પૂલમાં ફોટોશૂટ કરાવ્યું હતું. તસવીરમાં જોઈ શકાય છે કે અભિનેત્રીએ બ્લુ કલરની પ્રિન્ટેડ બિકી પહેરી છે અને પુલમાં અક્ષય કુમાર સાથે ખુબ જ બોલ્ડ પોઝ આપી રહી છે. અક્ષય અને ઐશ્વર્યા રાયનું આ ફોટોશૂટ ખૂબ જ ચર્ચામાં રહ્યું હતું.

થોડા સમય પહેલા જ અભિનેત્રીએ તેની પુત્રીનો જન્મ દિવસ ઉજવ્યો હતો અને તે સમયે તેણે પુત્રી આરાધ્યા સાથે માલદીવના પૂલમાં એન્જોય કરતી તસવીર પણ શેર કરી હતી. અભિનેત્રીની પરિવાર સાથે પૂલમાં મસ્તી કરતી તસવીરો પણ વાયરલ થઇ હતી. ઐશ્વર્યા રાયની આ તસવીર પણ ખૂબ વાયરલ થઇ હતી.

જણાવી દઈએ કે ઐશ્વર્યા રાય બચ્ચને 1994માં મિસ વર્લ્ડનો ખિતાબ જીત્યો હતો. ઐશ્વર્યાએ 1996માં મણિરત્નમની ફિલ્મથી ડેબ્યૂ કર્યું હતું. એશ્વર્યા અને અભિષેકે વર્ષ 2007માં લગ્ન કર્યા હતા. તેમને 2011માં છોકરીને જન્મ આપ્યો હતો. અભિષેક બચ્ચન અને એશ્વર્યા રાયે કુછ ના કહો, ગુરુ, રાવણ, ધૂમ 2, ઢાઈ અક્ષર પ્રેમ કે, સરકાર રાજ અને બંટી ઔર બબલી જેવી ઘણી ફિલ્મોમાં સાથે કામ કરેલું છે.

Patel Meet