મનોરંજન

પતિ અભિષેક અને દીકરીનો હાથ પકડીને એરપોર્ટ પહોંચી ઐશ્વર્યા રાય, સેંથામાં સિંદૂરની થઇ રહી છે ચર્ચાઓ

બોલીવુડના સિતારાઓ અલગ અલગ જગ્યા ઉપર સ્પોટ થતાં હોય છે અને પેપરાજી દ્વારા તેમની તસવીરો પણ કેમેરામાં કેદ કરી લેવામાં આવે છે, જેના બાદ ઇન્ટરનેટ ઉપર આ તસવીરો પણ ખુબ જ વાયરલ થઇ જતી હોય છે, જેમાં સિતારાઓન લૂકની પણ ચર્ચા થતી હોય છે. હાલ બચ્ચન પરિવારની વહુ ઐશ્વર્યા રાય પણ તેના પતિ અને દીકરી સાથે સ્પોટ થઇ હતી.

ઐશ્વર્યા રાય બચ્ચનને હાલમાં મુંબઈ એરપોર્ટ ઉપર સ્પોટ કરવામાં આવી હતી. આ દરમિયાન ઐશ્વર્યા સાથે તેનો પતિ અભિષેક બચ્ચન અને દીકરી આરાધ્યા સાથે જોવા મળી હતી, જેની ઘણી તસવીરો પણ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહી છે.

બોલીવુડના આ સૌથી લોકપ્રિય કપલે ટ્રાવેલિંગ માટે એથલીઝર કપડાં પહેર્યા હતા. જે સ્ટાઈલિશ હોવાની સાથે સાથે કમ્ફર્ટના મામલામાં પણ કમાલ હતા. ચાહકો પણ તેમની આ તસ્વીરોને ખુબ જ પસંદ પણ કરી રહ્યા છે.

સામે આવેલી તસવીરોની અંદર ફરી એકવાર ઐશ્વર્યા રાયનો બ્લેક કપડાં પ્રત્યેનો પ્રેમ જોવા મળ્યો હતો. તેને બ્લેક રંગની લેગિન્સ પહેરી હતી. જેના ઉપર તેને કાળા રંગનું જેકેટ વેર પણ કેરી કર્યું હતું. આ લુક તેના ઉપર ખુબ જ સુંદર લાગી રહ્યો હતો.

આ કપડાં સાથે ઐશ્વર્યાએ પિન્ક રંગના સ્નીકર્સ પહેર્યા હતા. ઠીક એવા જ શૂઝ આરાધ્યાના પગમાં પણ જોવા મળ્યા હતા. આ પ્રકારે શૂઝનું મેચિંગ કરવું ઐશ્વર્યા અને તેની દીકરી આરાધ્યા વચ્ચેના બોન્ડિંગને સ્પષ્ટ રીતે બતાવી રહ્યું છે.

આ દરમિયાન અભિષેક માથા ઉપર તિલક લગાવીને જોવા મળ્યો હતો. તો સાથે જ ઐશ્વર્યાના સેંથામાં લાગેલા સિંદૂરની પણ ખુબ જ ચર્ચાઓ થઇ રહી છે. આ સાથે જ બધાએ કોરોનાથી બચવા માટે માસ્ક પણ કેરી કર્યું હતું.

ઐશ્વર્યાના હાથમાં બ્રાઉન રંગનું ટોટ બેગ પણ જોવા મળ્યું હતું જે તેને Christian Louboutin માંથી લીધું હતું. વાત કરીએ આ બેગની કિંમતની તો ઇન્ટરનેટ ઉપર મળતી જાણકારી પ્રમાણે આ બેગની કિંમત લગભગ 2 લાખ રૂપિયાની આસપાસ છે.

આ દરમિયાન આરાધ્યાના સ્ટાઇલની વાત કરીએ તો તેને બ્લેક જોગર પેન્ટ, સફેદ પ્રિન્ટેડ ટી શર્ટ અને પિન્ક જેકેટ અને સ્નીકર પહેર્યા હતા. તો ખભા ઉપર તેના પિન્ક રંગનું બેગ પણ જોવા મળ્યું હતું.