મનોરંજન

50મી એનિવર્સરી પર ઐશ્વર્યાએ શેર કરી માતા-પિતાની આ તસ્વીર, લોકોએ કહ્યું આ માતાની કાર્બન કોપી છે

એક માતા-પિતા અને બાળકો વચ્ચે એક સુંદર સંબંધ હોય છે. જેને શબ્દોમાં કહેવું મુશ્કેલ છે. પરંતુ આ સંબંધનું જ એક સુંદર ઉદાહરણ બોલિવુડ એક્ટ્રેસ ઐશ્વર્યા રાય બચ્ચને રજૂ કર્યું છે.

ઐશ્વર્યા રાય પોતાના પેરેન્ટ્સની એક જૂની તસ્વીર પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરી છે. એક્ટ્રસે આ તસ્વીરમાં પોતાના માતા-પિતાની 50મી મેરેજ એનિવર્સરીના અવસર પર પોસ્ટ કરી છે.

વર્ષ 2017માં ઐશ્વર્યા રાય બચ્ચનના પિતા કૃષ્ણરાજ રાયનું નિધન થયું હતું. પોતાના પિતાના દુનિયા છોડીને ગયા બાદ ઐશ્વર્યા પોતાની માતાનું ખુબ જ ધ્યાન રાખે છે. ઐશ્વર્યાએ આ વાતની સાબિત કરી છે, કે ફક્ત દીકરા જ નહીં પણ દીકરી પણ માતા-પિતાનું ધ્યાન રાખી શકે છે.

એક્ટ્રેસે પોતાના માતા-પિતાની મેરેજ એનિવર્સરીને સેલિબ્રેટ કરતાં પોતાના ઇનસ્ટાગ્રામ પર ફોટો શેર કરી છે. આ શેર કરેલી ફોટોની સાથે કેપ્શનમાં લખ્યું છે કે, ‘તમને બંનેન લગ્નની 50મી વર્ષગાંઠ પર ખુબ ખુબ શુભેચ્છા, અને હંમેશાની જેમ બહુ જ બધો પ્રેમ…’ શેર કરવામાં આવેલી ફોટોને જોઇને કહી શકાય કે ઐશ્વર્યા તેની માતા પર ગઇ છે.

ઐશ્વર્યાએ શેર કરેલી માતા-પિતાની તસ્વીરને લોકોને ખુબ જ પસંદ કરી છે. પિતાના અવસાન બાદ ઐશ્વર્યા નાના-મોટા ઇવેન્ટમાં તેની માતા સાથે જ જોવા મળે છે. એશ એક મજબૂત થાંભલાની જેમ પોતાની દીકરી આરાધ્યા અને માતા બંનેનો હાથ પકડીને સાથે જ રહે છે.

ઐશ્વર્યા રાય બચ્ચન લગ્ન બાદ પણ પોતાની માતા બ્રન્દિયા રાયને હંમેશા સ્પેશિયલ ફિલ કરાવે છે, જેથી તેઓ જાણી શકે કે તેના માટે તે ખુબ જ ખાસ છે.

એશે પોતાની માતાના જન્મદિવસ પર પણ એક ફોટો શેર કરીને સુંદર કેપ્શન લખીને તેમને સ્પેશિયલ ફીલ કરાવ્યું હતું.

ઐશ્વર્યા રાય બચ્ચન બધી મહિલાઓ માટે એક ઉદાહરણ રજૂ કરે છે, જે પોતાની પ્રોફેશનલ અને પર્સનલ બંને લાઇફને બરાબર રીતે હેન્ડલ કરે છે.

ઐશ્વર્યાનો તેની માતા સાથે એક અલગ જ બોન્ડ જોવા મળે છે, અને તેવો બોન્ડ આરાધ્યા સાથે ઐશ્વર્યાનો જોવા મળે છે.

ઉલ્લેખનીય છે કે, જ્યાં માતા બ્રન્દિયા રાય હાજર હોય ત્યાં ઐશ્વર્યા તેમનો હાથ પકડેલી અને સાથે જ જોવા મળે છે. તે જ રીતે તે આરાધ્યાને પણ ક્યાંય એકલી મૂકતી નથી. આરાધ્યા સાથે હંમેશા ઐશ્વર્યા હોય જ છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.