મનોરંજન

જયારે ઐશ્વર્યા રાયે પહેરી હતી સાડી, જોનારના શ્વાસ પણ રોકાઈ ગયા હતા

ભારતીય સાડીમાં ખુબ જ સુંદર લાગી રહી છે વિશ્વસુંદરી એશ્વર્યા, જુઓ તસવીરો

બોલીવુડની સૌથી સુંદર અભિનેત્રીઓમાં પહેલું નામ આવે ઐશ્વર્યા રાયનું. આજે ઐશ્વર્યા બચ્ચન પરિવારની વહુ બની ગઈ છે. પણ ઐશ્વર્યાનો ચાહક વર્ગ તો ઘણો પહેલાથી જ બની ગયો હતો, વિશ્વભરમાં તેના ચાહકો વ્યપાએલા છે. ઐશ્વર્યાના પહેરવેશની જો વાત કરીએ તો તે આઉટફિટ્સમાં ખુબ જ સુંદર લાગે છે. પરંતુ સાડીઓને લઈને તેની દીવાનગી કોઈનાથી છુપી નથી. જયારે પણ ઐશ્વર્યા સાડી પહેરીને જોવા મળે છે ત્યારે જોનારી આંખો બસ તેને જોતી જ રહી જાય છે. આજે અમે તમને ઐશ્વર્યાના સાડીના એ લુક બતાવીશું જેને સૌથી વધુ ધ્યાન ખેંચ્યું હતું.

Image Source

ઈશા અમાબાનીના લગ્નમાં આવેલી ઐશ્વર્યા રાય બચ્ચને એ સમયે ચર્ચામાં આવી ગઈ જયારે તેને સબ્યસાચી દ્વારા ડિઝાઇન કરવામાં આવેલી રેડ એન્ડ ગોલ્ડન કશીદાકારી સદીમાં જોવા મળી હતી.  આ સાડીમાં ઐશ્વર્યા ખુબ જ સુંદર દેખાઈ રહી હતી. અને સૌનું ધ્યાન આકર્ષિત કર્યું હતું.

Image Source

લગ્ન બાદ તરત ઐશ્વર્યા સમગ્ર બચ્ચન પરિવાર સાથે દુર્ગા પૂજામાં પહોંચી હતી. આ દરમિયાન ઐશ્વર્યાએ સફેદ અને સોનેરી બોર્ડરવાળી સાડી પહેરી હતી જેની સાથે તેને પોતાની સાસુ દ્વારા આપવામાં આવેલા એજ મંગલોરિયન કડા પહેર્યા હતા જે જયા બચ્ચને તેને લગ્ન સમયે આપ્યા હતા.

Image Source

ગણપતિ પૂજાના ભવ્ય આયોજન દરમિયાન જયારે ઐશ્વર્યા રાય બાપા આગળ માથું નમાવવા પહોંચી ત્યારે તેને લાલ સદીમાં જોઈને તેની સુંદરતાના દરેક લોકો દીવાના બની ગયા હતા. આ રંગ તેના ઉપર ખુબ જ સુંદર લાગી રહ્યો હતો. અને તેના આ દેખાવની પણ ચાહકોએ ખુબ પ્રસંશા કરી હતી.

Image Source

લંડનમાં એક ચેરિટી ઇવેન્ટના તરત બાદ ઐશ્વર્યા રાય બચ્ચન રીતુ કુમારની ડિઝાઇન કરેલી આવરી રંગની સાડીમાં જોવા મળી હતી. જેની અંદર હેન્ડમેડ બ્યુટી પ્રિન્ટ્સને ખાસ જગ્યા આપવામાં આવી હતી. આ આઈવરી સાડીની સાથે તેને હાઈનેક સ્ટિવલ્સ બ્લાઉઝ પણ પહેર્યો હતો. જે તેની સુંદરતામાં ચાર ચાંદ લગાવી રહ્યા હતા.

Image Source

લગ્નના બાદ પહેલીવાર કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ઐશ્વર્યા રાય પોતાની હાજરી આપવા માટે પહોંચી હતી. આ દરમિયાન સબ્યસાચીની ડિઝાઇન કરેલી ગોલ્ડન અને બ્લેક બોર્ડર વાળી સાડી પહેરીલી નજર આવી હતી. સ્થળ મેકઅપ સાથે સાઈડ પાર્ટેડ બનમાં તેને દરેક લોકો જોતા જ રહી ગયા હતા.