બોલીવુડના ઘણા સિતારાઓએ હોલીવુડની ફિલ્મમાં અવાજ આપ્યો છે. થોડા સમય પહેલા રિલીઝ થયેલી ‘ધ લાયન કિંગ’ ફિલ્મમાં સિમ્બા અને મુફસાના પાત્રને આર્યન અને શાહરુખ ખાને આવાજ આપ્યો હતો. ત્યારે ઐશ્વર્યા રાય બચ્ચન હોલીવુડ ફિલ્મમાં તેનો અવાજ પાથરશે.
2014માં ગ્લોબલ બોક્સ ઓફિસ હિટ ફિલ્મ : મિસ્ટ્રેસ ઇવિલ’ની બીજો બહગ જલ્દી જ દર્શકોની સામે જલદી જ રિલીઝ થશે. ત્યારે આ ફિલ્મ ‘મેલિફિસેન્ટ: મિસ્ટ્રેસ ઓફ ઈવિલ’નું ટ્રેલર રિલીઝ થઇ ચૂક્યું છે. ફિલ્મના હિન્દી વર્ઝન ટ્રેલરમાં ઐશ્વર્યા રાય બચ્ચનને ફ્રેમમાં જોવાની ખુશી બધા ફેન્સમાં જોવા મળી રહી છે.
AishwaryaRaiBachchan joins the Disney Universe. She will lend her voice for Angelina Jolie’s character in Maleficent: Mistress Of Evil in Hindi!
Disney’s Maleficent: Mistress Of Evil releases in theaters on 18th October in India, in English and Hindi. pic.twitter.com/feTDLQNEf1
— Komal Nahta (@KomalNahta) October 1, 2019
આ વખતે પહેલી વાર એવું થયું છે કે, ઐશ્વર્યા રાય બચ્ચન નેગેટિવ રોલમાં સાંભળવા મળશે. આ ફિલ્મમાં ઐશ્વર્યાએ હિન્દીમાં ડબિંગ કર્યું છે. આ ફિલ્મમાં ઐશ્વર્યા લીડ એક્ટ્રેસ એન્જિલિના જોલીના પાત્રને અવાજ આપશે. આ ફિલ્મના ટ્રેલરમાં ઐશ્વર્યા બેહદ ખુબસુરત અને જહરીલુ રૂપ ધારણ કર્યું છે.
આ ફિલ્મ હિન્દી અને અંગ્રેજી બન્ને ભાષામાં રિલીઝ થશે. મેલિફિસેન્ટમાં ઐશ્વર્યાના અવાજને કામ સોંપવામાં આવ્યા હતું. કારણકે કે ઐશ્વર્યાનો અવાજ ભારતીય દર્શકો માટે ઘણો એક્સાઈટેડ છે.
ફિલ્મના ટ્રેલરમાં ઐશ્વર્યા બ્લેક ગૌણ એન રેડ બોલ્ડ લિપસ્ટિકમાં નજરે આવશે. ઐશ્વર્યાના ડાયલોગ્સ બહુ જ દમદાર છે. ઐશ્વર્યાની ઇમેજ ટ્રેલરમાં ઘણી ખતરનાક લાગી રહી છે. પરંતુ ઐશ્વર્યા બહુ જ ખુબસુરત લાગી રહી છે. આ ફિલ્મમાં ઐશ્વર્યાને અવાજ દેવા માટે ઘણા પૈસા મળ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ ફિલ્મમાં ઐશ્વર્યાને ડબિંગ માટે જે ફી મળી છે તે બાકી સ્ટાર્સ કરતા ઘણી વધારે છે.
જણાવી દઈએ કે, ઐશ્વર્યાએ 10 વર્ષ બાદ હોલીવુડની ફિલ્મમાં કામ કર્યું છે. આ પહેલા ઐશ્વર્યાએ ધ પિંક પેંથરમાં કામ કર્યું હતું.
આ ફિલ્મ ભારતમાં 18 ઓક્ટોબરે રીલીઝ થશે. આ ફિલ્મની કહાની પરીઓ પર આધારિત છે. જેમાં સારા અને ખરાબ રોલ વચ્ચે લડાઈ થાય છે. આ ફિલ્મમાં એન્જેલિના જોલી, એલે ફૈનીગ, સૈમ રીલે, ઈમેલડા સ્ટોનટન પણ હતા.